SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરી મન અપ્રાપ્યકારી છે. [ ૧૧૭ તો, પાણી-અગ્નિઆદિ વિષયનું ચિંતવન કરતી વખતે મનને અનુગ્રહ અને ઉપઘાત થાય. અર્થાત્ પાણી-ચંદન આદિનું ચિંતવન કરતાં ઠંડકનો અનુભવથી સ્પર્શનેન્દ્રિયની જેમ અનુગ્રહ થાય; અને અગ્નિ ઝેર -શસ્ત્ર આદિનું ચિંતવન કરતી વખતે ગરમી આદિના અનુભવથી ઉપઘાત થાય. પરંતુ એ પ્રમાણે કંઈ થતું નથી, માટે ચક્ષુની જેમ મન પણ અપ્રાપ્યકારીજ છે. મન વિષય દેશ પ્રત્યે જાય છે” એમ કહેનારાને અમે પૂછીએ છીએ કે -- દ્રવ્યમન અને ભાવમન એમ બે પ્રકારે મન છે, તો એ બેમાંથી કયું મન વિષયદેશ પ્રત્યે જાય છે ? જો “ભાવમન જાય છે” એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કારણ કે ભાવમન તો ચિંતાજ્ઞાનના પરિણામરૂપ છે, અને ચિંતાજ્ઞાન જીવથી અભિન્ન હોવાને લીધે, જીવ અને ભાવ મન એકજ છે, વળી એ ભાવમનરૂપ જીવ દેહમાત્ર વ્યાપિ હોવાથી, શરીર બહાર નીકળે નહી. જે જે દેહમાત્રમાં વત્તિવાળા છે, તે તે દેહની બહાર નીકળતા નથી; જેમ શરીરમાં રહેલ રૂપઆદિ પોતે શરીરની બહાર નીકળતા નથી, તેમ જીવ પણ શરીર માત્ર વ્યાપિ હોવાથી, શરીર બહાર નીકળતો નથી. જીવ શરીર વ્યાપી નથી પણ અમૂર્ત હોવાથી આકાશની પેઠે સર્વ વ્યાપી છે, એમ કહેવામાં આવે, તો અનેક દોષો પ્રાપ્ત થશે. જો આત્મા સર્વ વ્યાપી હોય, તો આત્માના કર્તા-ભોક્તા આદિ ધર્મો જે સર્વને પણ પ્રતીત છે, તે ઘટશે નહિ. જેમ આકાશ સર્વગત હોવાથી કોઈ પણ ક્રિયાનું, તે કર્તા નથી, તેમ આત્મા પણ સર્વગત થવાથી કોઈ પણ ક્રિયાનો કર્તા નહિ થાય. એ રીતે આત્મા ભોક્તા નથી, સંસારી નથી, સુખી નથી, દુ:ખી નથી. પ્રશ્ન :- આત્મા નિષ્ક્રિય હોવાથી, તેમાં કર્તા આદિ ધર્મોનો અભાવ માનવો, તે સાંખ્યમતાનુસાર કંઈ હાનીકારક નથી. તેઓ કહે છે કે - “3 નિર્ણો મોડડસ્મા” એટલે આત્મા કર્તા નથી પણ નિર્ગુણ અને ભોક્તા છે. ઉત્તર :- એ માન્યતા યુક્તિ સંગત નથી. કારણ કે આત્માને નિષ્ક્રિય માનવામાં આવે, તો તેમાં પ્રત્યક્ષઆદિ પ્રમાણથી જણાતી, ભોકતૃત્વઆદિ ક્રિયાનો પણ વિરોધ થાય. પ્રશ્ન :- ભોગ કરવાની ક્રિયા વિગેરે પ્રકૃતિને જ થાય છે. પુરૂષને (આત્માને) થતી નથી. આરીસામાં પ્રતિબિંબના ન્યાયથી, માત્ર પ્રકૃતિને ભોગ ક્રિયા માનેલી છે. ઉત્તર :- તે અસંગત છે. કેમ કે “પ્રવૃનેતનર્િ ચૈતનાં પુરષ વરુપ' પ્રકૃતિ અચેતન છે અને પુરૂષનું સ્વરૂપ ચૈતન્ય છે એ વચનથી અચેતન પ્રકૃતિને ભોગઆદિ ક્રિયા ઘટે નહિ, છતાં જો અચેતન (જડ)ને ભોગઆદિ ક્રિયા માનવામાં આવે, તો અચેતન એવા ઘટપટઆદિને પણ તે ક્રિયા માનવી પડે. માત્ર કતૃત્વઆદિના અભાવે જ આત્માનું સર્વગતપણું માનવું અયોગ્ય છે એટલું જ નહિ, પરંતુ સર્વાસર્વગ્રહણના કારણે પણ આત્માનું સર્વગતપણું માનવું અયોગ્ય છે. કારણ કે બીજાઓએ આત્માનું સમગ્ર ત્રિભુવનનાં વિષયમાં પ્રાપ્યકારીપણું માનેલું હોવાથી આત્માથી અભિન્ન જે ભાવ મન, તેને પણ સર્વગતપણા થકી સર્વ અર્થની પ્રાપ્તિ થાય, અને તેથી તેને સર્વ અર્થને ગ્રહણ કરી શકવાનો પ્રસંગ આવે. જો એમ થાય તો સર્વ જીવોને સર્વજ્ઞપણાની પ્રાપ્તિ થાય. આ દોષના ભયથી એમ કહેવામાં આવે, કે પ્રાપ્ત થયેલા સર્વ અર્થને ભાવ મન ગ્રહણ કરતું નથી, તો એમ કહેવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy