________________
बिम्बपरीक्षा प्रकरणम्
( ૭ ) બાર આંગળ, હૃદયથી નાભિ સુધી બાર આંગળ, નાભિથી ગુહ્ય ભાગ સુધી બાર આંગળ, ગુહ્ય ભાગથી જાનુ સુધી ચોવીસ આંગળ, ઢીંચણ ચાર આંગળ, પિણ્ડી (ઢીંચણથી ઘૂંટી સુધી) ચોવીસ આંગળ, ઘૂંટીથી પગના તળિયા સુધી ચાર આંગળ, આ પ્રમાણે ઊભી પ્રતિમાના અંગ વિભાગનું પ્રમાણ છે મા बेठी प्रतिमानां अंगविभाग अने तेनुं मान
भालं नासा वयणं गीव हियय नाहि गुज्झ जाणू अ ।
आसीण बिंबमानं पुव्वविही अंकसंखाई ॥८॥ કપાળ, નાસિકા, મુખ, ગળું, હૃદય (છાતી), નાભિ, ગુહ્ય અને જાન એ આઠ અંગ બેઠી પ્રતિમાનાં જાણવા. તેનું પ્રમાણ ઉભી પ્રતિમાનાં અંગ વિભાગ પ્રમાણે જાણવું. અર્થાત કપાલ ચાર આંગળ, નાસિકા પાંચ આંગળ, મુખ ચાર આંગળ, ગળું ત્રણ આંગળ, છાતી બાર આંગળ નાભિ બાર આંગળ, નાભિથી ગુહ્ય ભાગ સુધી બાર આંગળ અને જાનુ ચાર આંગળ, એ પ્રમાણે બેઠી પ્રતિમાનાં અંગોનું માન*જાણવું ૮
દિગંબરાચાર્ય શ્રી વસુનંદિતિ પ્રતિષ્ઠાસારમાં દિગંબર જિનમૂર્તિનું સ્વરૂપ આ પ્રમાણે બતાવે છે –
“तालमात्रं मुखं तत्र ग्रीवाधश्चतुरङ्गुलम् । कण्ठतो हृदयं यावद् अन्तरं द्वादशाङ्गुलम् ॥ तालमात्रं ततो नाभि-नाभिमेढ़ान्तरं मुखम् । मेढ़जान्वन्तरं तज्जै-हस्तमात्रं प्रकीर्तितम् ॥ वेदाङ्गुलं भवेज्जानु-र्जानुगुल्फान्तरं करः ।
वेदाङ्गुलं समाख्यात गुल्फपादतलान्तरम ॥ મુખની ઊંચાઈ બાર આંગળ, ગળાની ઊંચાઈ ચાર આંગળ, ગળાથી હૃદય સુધી અંતર બાર આંગળ હૃદયથી નાભિ સુધી અંતર બાર આંગળ, નાભિથી લિંગ સુધી અંતર બાર આંગળ, લિંગથી જાનુ (ગોઠણ) સુધી અંતર ચોવીસ આંગળ, જાનુની ઊંચાઈ ચાર આંગળ, જાનુથી પગની ગાંઠ (ઘૂંટી) સુધી અંતર ચોવીસ આંગળ, ઘૂંટીથી એડી સુધી અંતર ચાર આંગળ, એ પ્રમાણે કાયોત્સર્ગ ઊભી પૂર્તિની ઊંચાઈ કુલ એક સો આઠ આગળ છે. - * મિસ્ત્રી જગન્નાથ અમ્બારામ સોમપુરાએ પોતાના અશુદ્ધ વૃહત્ શિલ્પશાસ્ત્ર ભાગ-૨ માં જિનમૂર્તિનું સ્વરૂપ આપેલ છે તે બિલકુલ પ્રમાણિક નથી, તેમ જ અન્ય દેવોની મૂર્તિઓનું સ્વરૂપ પણ અશુભ લખેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org