________________
( ૨ )
वास्तुसारे ભૂમિ પરીક્ષા--
चउवीसंगुलभूमी खणे वि पुरिज्ज पुण वि सा गत्ता ।
तेणेव मट्टिआए हीणाहियसमफला नेया ॥३॥ ઘર અને મંદિર આદિ બનાવવાની ભૂમિમાં ચોવીસ આંગળનાં માપનો ખાડો ખોદવો. તેમાંથી જે માટી નીકળે તે માટીથી પાછો તે ખાડો પૂરવો. જો ખાડો પૂરતાં માટી કમ થઈ જાય અર્થાત ખાડો પૂરો ભરાય નહિ તો હીનફળ, માટી વધી જાય તો ઉત્તમ ફળ અને બરાબર ખાડો પૂરો ભરાઈ જાય, માટી વધે નહિ તો સમાન ફળ જાણવું ફા
अह सा भरिय जलेण य चरणसयं गच्छमाण जा सुसइ । તિ–૩–ા ગુરુ પૂમી મમ-મમ-૩માં નાગ ||૪|| અથવા તે ચોવીસ આંગળનાં ખાડામાં બરાબર પૂર્ણ પાણી ભરવું, પછી એક સો પગલાં દૂર જઈ આવીને પાણીથી ભરેલા ખાડાને જોવો. જો ખાડામાં ત્રણ આગળ પાણી સુકાઈ જાય તો અધમ, બે આંગળ પાણી સુકાઈ જાય તો મધ્યમ, અને એક આંગળ પાણી સુકાઈ જાય તો ઉત્તમ ભૂમિ જાણવી જા વનુ ભૂમિ--
सियविप्पि अरुणखत्तिणी पीअवइसी अ कसिणसुद्दी अ ।
मट्टि अ वण्णपमाणा भूमी निय निय वण्णसुक्खयरी ॥५॥ સફેદ વર્ણની ભૂમિ બ્રાહ્મણને, લાલ વર્ણની ભૂમિ ક્ષત્રિયને, પીળા વર્ણની ભૂમિ વૈશ્યને અને કાળા વર્ણની ભૂમિ શૂદ્રને માટે છે. એ માટીના વર્ણ પ્રમાણે પોત પોતાના વર્ણને સુખકારક ભૂમિ જાણવી અપાય दिशा साधन--
समभूमि दुकरवित्थरि दुरेहचक्कस्स मज्झि रविसंकं । पढमंतछायगन्भे जमुत्तरा अद्धि उदयत्थं ॥६॥ સમતલ ભૂમિ ઉપર બે હાથનાં વિસ્તારવાળો એક ગોળ-વૃત્ત કરવો, પછી ગોળના મધ્ય ભાગમાં એક બાર આંગળનો શંકુ સ્થાપન કરીને સૂર્યોદયના સમયમાં જોવું. જ્યાં શંકુની છાયાનો અંત્યભાગ ગોળની પરિઘમાં આવે ત્યાં એક ચિહન કરવું. આ પશ્ચિમ દિશા જાણવી. પછી સૂર્યાસ્ત સમયમાં જોવું. જ્યાં શંકુની છાયાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org