________________
( રૂ૮ )
वास्तुसारे ભાગને છોડીને બાકીના આઠ ભાગમાંથી બે બે ભાગની શાળા કરવી અને બાકીની ભૂમિ ખાલી છોડવી. આ પ્રમાણે ચારે દિશાઓમાં ચાર પ્રકારની શાળા થાય છે.
“याम्याग्रिगा च करिणी धनदाभिवक्त्रा, पूर्वानना च महिषी पितृवारुणस्था ।
गावी यमाभिवदनापि च रोगसोमे, छागी महेन्द्रशिवयोवरुणाभिवक्त्रा ॥ દક્ષિણ અને અગ્નિકોણનાં કોઠામાં બે શાળા હોય અને તેનું મુખ ઉત્તર દિશામાં હોય તો તે શાળાનું નામ હસ્તિની શાળા કહેવાય. નૈત્ય અને પશ્ચિમ દિશામાં કોઠામાં બે શાળા હોય અને તેનું મુખ પૂર્વ દિશામાં હોય તો તે શાળાનું નામ મહિબી શાળા કહેવાય. વાયવ્ય અને ઉત્તર દિશાના કોઠામાં બે શાળા હોય અને તેનું મુખ દક્ષિણ દિશામાં હોય તો તે શાળાનું નામ 'ગાવી શાળા કહેવાય. ઈશાન અને પૂર્વ દિશાનાં કોઠામાં બે શાળા હોય અને તેનું મુખ પશ્ચિમ દિશામાં હોય તો તે શાળાનું નામ છાગી શાળા કહેવાય. - હસ્તિની અને મહિષી એ બે શાળા એક સાથે હોય તેવા ઘરનું નામ સિદ્ધાર્થ કહેવાય, તે નામ પ્રમાણે ફળદાયક છે. મહિલી અને ગાવી એ બે શાળા સાથે હોય તેવા ઘરનું નામ યમસૂર્ય કહેવાય. આ ઘર મૃત્યુકારક છે. ગાવી અને છાગી એ બે શાળા સાથે હોય તેવા ઘરનું નામ દંડ છે, તે ધનની હાનિકર્તા છે. હસ્તિની અને છાગી એ બે શાળા સાથે હોય તેવા ઘરનું નામ 'કાચ કહેવાય. તે હાનિકારક છે. હસ્તિની અને ગાવી એ બે શાળા સાથે હોય તેવા ઘરનું નામ 'ચલ્હી કહેવાય તે અશુભ કહેવાય. આ પ્રમાણે અનેક પ્રકારનાં ઘરો બને છે. તે જાણવાને માટે જુઓ સમરાંગણ અને રાજવલ્લભ આદિ શિલ્પગ્રંથો. शान्तनादि घरोनुं स्वस्प
केवल ओवरय दुगं संतणनामं मुणेह तं गेहं ।
तस्सेव मज्झि पढें मुहेगलिंदचं सत्थियगं ॥८२|| ફકત બે શાળાવાળા ઘરને 'શાન્તન નામનું ઘર કહે છે. અર્થાત્ જે ઘરમાં ઉતરદિશાનાં મુખવાળી હસ્તિનીશાળા હોય તે શાન્તિન નામનું ઘર કહેવાય. પૂર્વ દિશામાં મુખવાળી મહિલીશાળા હોય, તે શાનિ નામનું ઘર કહેવાય. દક્ષિણ દિશાનાં મુખવાળી ગાવી શાળા હોય તે વર્ધ્વમાન ઘર કહેવાય. અને પશ્ચિમના મુખવાળી છાગી શાળા હોય, તે કુર્કીટ નામનું ઘર કહેવાય.
શાંતનાદિ બે શાળાવાળા ચાર ઘરોના મધ્યમાં પદારૂ હોય અને દ્વાર આગળ એક એક અલિંદ હોય તો સ્વસ્તિક આદિ ચાર પ્રકારનાં ઘર બને છે. જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org