________________
गृहप्रकरणम्
( ૩ ). जालियनामं मूसा थंभयनामं च हवइ खडदारं । भारपट्टो य तिरियो पीढ कडी धरण एगट्ठा ॥६७॥
ओवरय पट्टसाला पज्जंतं मूलगेह नायव्वं । .. एअस्स चेव गणियं रंधणगेहाइ गिहभूसा ॥६८।।
ઓરડાનું નામ શાળા છે. જેમાં એક બે શાળા હોય તેને ઘર કહે છે. ગઈ નામ અલિન્દ (ઓસરી) નું છે. જેને એક બે અથવા ત્રણ અલિન્દ હોય તે પટશાળા કહેવાય. પટશાળાના દ્વારની બને તરફ જાળી (ઝરોખા) યુકત ભીત તથા મંડપ હોય છે. પાછળ જમણી અને ડાબી તરફ અલિંદ હોય તેને ગુંજારી કહે છે. જાલિય નામ ભૂષા (ખડકીવાળા ગોખ)નું છે. થાંભલાનું નામ બદારુ છે. થાંભલા ઉપર જે લાંબું મોટું લાકડું રાખવામાં આવે છે તેને ભારવટ કહે છે. પીઢ કડી અને ૧રણ એ ત્રણે એક અર્થવાચી છે. ઓરડાથી પટશાળા સુધી મુખ્ય ઘર જાણવું. અને બાકી રસોડું વગેરે છે તે મુખ્ય ઘરનાં આભૂષણરૂપ છે ૬૫ થી ૬૮ घरोना भेदतुं कारण
ओवरय-अलिंद-गई गुंजारि-भित्तीण पट्ट-थंभाण । जालियमंडवाण य भेएण गिहा उवज्जंति ॥६९॥ ઓરડો (શાળા) અલિંદ ગતિ ગુજારી ભીંત પાટડા થાંભલા જાલી અને મંડપ આદિના ભેદો વડે અનેક પ્રકારનાં ઘર થાય છે ૬૯
चउदसगुरुपत्थारे लहुगुरुभेएहिं सालमाईणि ।।
जायंति सव्वगेहा सोलसहस्स-तिसय-चुलसीआ ||७०॥ જેમ ચૌદ ગુરુ અક્ષરોનો લઘુ ગુરુનાં ભેદો વડે પ્રસ્તાર બને છે, તેમ શાળા અલિંદ આદિનાં ભેદ વડે સોલ હજાર ત્રણસો ચોરાસી (૧૬૩૮૪) પ્રકારનાં ઘર બને છે ટો
ततो य जिंकिवि संपइ वट्टति धुवाइ संतणाईणि ।
ताणं चिय नामाई लक्खण-चिण्हाई वुच्छामि ॥७१|| તેથી આધુનિક સમયમાં જે કાંઈ પણ ધુવ આદિ અને શાન્તન આદિ ઘરો છે. તેનાં નામ આદિ એકઠાં કરીને તેનું લક્ષણ અને ચિહ્નને હું (ઠકકર કેરૂ) કહું છું. ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org