________________
( ૨૬૮ )
वास्तुसारे અને ચાર ભુજાવાળી છે. તે જમણા હાથમાં તરવાર અને સાપને, તથા ડાબા હાથમાં ઢાલ અને સાપને ધારણ કરનારી છે.
‘આચારદિનકરમાં ગૌરવર્ણવાળી, સિંહની સવારી કરનારી, જમણા એક હાથમાં તરવાર અને બીજો હાથ ઊંચો, ડાબા એક હાથમાં સાંપ અને બીજા હાથમાં વરદાન ધારણ કરનારી લખી છે. મંત્ર કટ માં ગરુડની સવારી લખી છે. १४-अच्छुप्तादेवीनुं स्वरूप - अच्छुप्तां तडिद्वर्णां तुरगवाहनां चतुर्भुजां खङ्गबाणयुतदक्षिणकरां खेटकाहि*युतवामकरां चेति ॥१४॥ - ચૌદમી અચ્છમાં નામની વિદ્યાદેવી છે, તે વીજળીની જેવી ચમકતી કાંતિવાળી, ઘોડાની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે જમણા હાથમાં તરવાર અને બાણને, તથા ડાબા હાથમાં ઢાલ અને સાપને ધારણ કરનારી છે.
આચારદિનકર અને શોભનમ્નતિમાં સાપને ઠેકાણે ધનુષ્ય લખ્યું છે.' १५-मानसीदेवी, स्वस्प - मानसीं धवलवर्णां हंसवाहनां चतुर्भुजां वरदवज्रालंकृतदक्षिणकरां अक्षवलयाशनियुक्तवामकरां चेति ॥१५॥
પંદરમી માનસી નામની વિદ્યાદેવી છે, તે સફેદ વર્ણવાળી, હંસની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તે જમણા હાથમાં વરદાન અને વજન તથા ડાબા હાથમાં માળા અને વચને ધારણ કરનારી છે.
“આચારદિનકરમાં સુવર્ણવર્ણવાળી તથા વજૂ અને વરદાન યુક્ત હાથવાળી માની છે. મંત્ર કટ માં ફૂલ અને માળાને ધારણ કરનારી લખી છે.” १६-महामानसीदेवीनुं स्वरूप - महामानसीं देवीं धवलवर्णा सिंहवाहनां चतुर्भुजां वरदासियुक्तदक्षिणकरां कुण्डिकाफलकयुतवामहस्तां चेति ॥१६||
છે. 'અહિં મૂલ પાઠ યોગ્ય માલૂમ પડતો નથી ત્યાં ધનુષનો પાઠ હોવો જોઈએ કારણ કે બાણની સાથે ધનુષનો સંબંધ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org