________________
जिनेश्वर अने तेमना शासनदेवोनु स्वस्प (१६१ ) २२-नेमिनाथ तीर्थकर, गोमेधयक्ष अने अंबिका देवीनुं स्वस्प - ____ तथा द्वाविंशतितमं नेमिनाथं कृष्णवर्णं शङ्खलाञ्छनं चित्राजातं कन्याराशिं चेति । तत्तीर्थोत्पन्नं गोमेधयक्ष त्रिमुखं श्यामवर्ण पुरुषवाहनं षड्भुजं मातुलिङ्गपरशुचक्रान्वितदक्षिणपाणि नकुलकशुलशक्तियुतवामपाणिं चेति । तस्मन्नेव तीर्थे समुत्पन्नां कुष्माण्डी देवी कनकवर्णा सिंहवाहनां चतुर्भुजां मातुलिङ्गपाशयुक्तदक्षिणकरां पुत्राङ्कुशान्वितवामकरां चेति ॥२२।।
નેમનાથ નામના બાવીસમા તીર્થંકર છે, તે કૃષ્ણવર્ણવાળા અને શંખના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર ચિત્રા અને કન્યા રાશિ છે.
તેમના તીર્થમાં 'ગોમેધ' નામનો પક્ષ છે, તે ત્રણ મુખવાળો, કૃષ્ણવર્ણનો, પુરુષની સવારી કરનારો અને છ ભુજાવાળો છે. તે જમણા ત્રણ હાથોમાં બીજોરૂ, ફરસી અને ચકને, તથા ડાબા ત્રણ હાથોમાં નોળિયો, ફૂલ અને શક્તિને ધારણ કરે છે.
તેમના જ તીર્થમાં કુષ્માંડી (અંબિકા) નામની દેવી છે, તે સુવર્ણવર્ણવાળી, સિંહની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તેના જમણા બે હાથમાં * બીજરૂ અને પાશ છે, ડાબા બે હાથમાં પુત્ર અને અંકુશ છે. २३-पार्श्वनाथ तीर्थकर, पार्श्वयक्ष अने पद्मावती देवीनुं स्वरूप -
तथा त्रयोविंशतितमं पार्श्वनाथं प्रियंगुवर्णं फणिलाञ्छनं विशाखाजातं तुलाराशिं चेति । तत्तीर्थोत्पन्नं पार्श्वयक्ष गजमुखमुरगफणामण्डितशिरसं श्यामवर्ण कूर्मवाहनं चतुर्भुजं बीजपूरकोरगयुतदक्षिणपाणिं नकुलकाहियुतवामपाणिं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां पद्मावती देवी कनकवर्णां कुर्कुट (कुर्कुटोरग?) वाहनां चतुर्भुजां पद्मशान्वितदक्षिणकरां फलांकुशाधिष्ठितवामकरां चेति ॥२३॥
પાર્શ્વનાથ નામના વશમાં તીર્થંકર છે, તે પ્રિયંગુ (લીલા) વર્ણવાળા અને સાપના લાંછનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર વિશાખા અને તુલા રાશિ છે.
તેમના તીર્થમાં પાર્શ્વ નામનો યક્ષ છે, તે હાથીના મુખવાળો, માથા ઉપર સાપની ફણાવાળો, કૃષણવર્ણવાળો, કાચબાની સવારી કરનાર અને ચાર ભુજાવાળો છે, ને જમણા બે
*. પ્ર. સા. ત્રિષષ્ટિ આ દિ. મંત્રાધિરાજકલ્પમાં આમલંબી (આંબાની ડાળ) લખી છે. મંત્રાધિરાજકલ્પમાં ડાબા હાથમાં ફળ અને અંકુશ લખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org