________________
( ૧૨ )
वास्तुसारे
નાગમુખ જાણવા માટે મુહૂર્ત ચિંતામણિમાં બતાવે છે કે-
..
"देवालये गेहविधौ जलाशये, राहोर्मुखं शंभुदिशो विलोमतः । मीनार्क-सिंहार्क-मृगार्कतस्त्रिभे, खाते मुखात् पृष्ठविदिक्शुभा भवेत् ॥
દેવાલયનો આરમ્ભ કરતી વખતે રાહુ (નાગ)નું મુખ મીન મેષ અને વૃષ રાશિનો સૂર્ય હોય ત્યારે ઈશાન કોણમાં, મિથુન કર્ક અને સિંહરાશિનો સૂર્ય હોય ત્યારે વાયુ કોણમાં, કન્યા તુલા અને વૃશ્ચિકનો સૂર્ય હોય ત્યારે નૈૠત્ય કોણમાં, ધન મકર અને કુંભ રાશિનો સૂર્ય હોય ત્યારે અગ્નિ કોણમાં રહે છે.
ધરનો આરમ્ભ કરતી વખતે રાહુનું મુખ સિંહ કન્યા અને તુલા રાશિના સૂર્યમાં ઈશાન કોણમાં, વૃશ્ચિક ધન અને મકર રાશિના સૂર્યમાં વાયુ કોણમાં કુંભ મીન અને મેષ રાશિના સૂર્યમાં નૈૠત્ય કોણમાં, વૃષ મિથુન કર્ક રાશિના સૂર્યમાં અગ્નિ કોણમાં રહે છે.
કૂવા, વાવ, તળાવ આદિ જલાયનો આરમ્ભ કરતી વખતે રાહુનું મુખ મકર કુંભ અને મીનના સૂર્યમાં ઈશાન કોણમાં, મેષ વૃષ અને મિથુનના સૂર્યમાં વાયુ કોણમાં, કર્ક સિંહ અને કન્યાના સૂર્યમાં નૈáત્ય કોણમાં, તુલા વૃશ્ચિક અને ધનના સૂર્યમાં અગ્નિ કોણમાં રહે છે.
મુખના પાછલા ભાગમાં ખાત કરવું. મુખ ઈશાન કોણમાં હોય ત્યારે અગ્નિ કોણમાં ખાત કરવું; મુખ વાયુ કોણમાં હોય ત્યારે ખાત ઈશાન કોણમાં, નૈઋત્ય કોણમાં મુખ હોય ત્યારે ખાત વાયુ કોણમાં અને અગ્નિકોણમાં મુખ હોય ત્યારે ખાત નૈઋત્ય કોણમાં કરવું.
હીરકલશ મુનિ કહે છે કે---
Jain Education International
"वसहाइ गिणिअ वेई चेइअ मिणाइं गेहसिंहाई । जल मयर दुग्गि कण्णा कम्मेण ईसानकुणलियं ॥ "
વિવાહ આદિના વખતે જે વેદી બનાવવામાં આવે છે, તેના પ્રારંભમાં યુદ્ધભ આદિ, દેવાલયના આરંભમાં મીન આદિ, ઘરના આરંભમાં સિંહ આદિ, જલાશયના આરંભમાં મકર આદિ, અને ગઢના આરમ્ભમાં કન્યા આદિ ત્રણ ત્રણ સંક્રાંતિઓમાં રાહુનું મુખ ઈશાન આદિ ખૂણામાં વિલોમ ક્રમથી રહે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org