________________
प्रासाद प्रकरणम्
( ૨૪૩ ) चउवीसतित्थमज्झे जं एगं मूलनायगं हवइ । पंतीइ तस्स ठाणे सरस्सइ ठवसु निब्भंतं ॥५८||
ચોવીસ તીર્થંકરોમાંથી જેની મૂર્તિ એક મૂલનાયક હોય, તે તીર્થંકરની મૂર્તિ જે દેહલિની પંક્તિમાં આવતી હોય તે ઠેકાણે સરસ્વતી દેવીની મૂર્તિ સ્થાપિત કરવી
૫૮ાા . बावन जिनालयनो क्रम -
चउतीस वाम-दाहिण नव पुट्ठि अट्ठ पुरओ अ देहरयं ।
मूलपासाय एगं बावण्णजिनालये एवं ॥५९|| ચોત્રીસ દેહલિઓ વચલા મુખ્ય પ્રાસાદની ડાબી અને જમણી તરફ, એટલે બન્ને તરફ સત્તર સત્તર દેહલિઓ, નવ દેહલિઓ પાછળના ભાગમાં અને આઠ દેહલિઓ આગળ, એમ કુલ એકાવન દેહલિઓ અને એક વચમાં મુખ્ય પ્રાસાદ મળી કુલ બાવન જિનાલય થાય છે પ૯ बोतेर जिनालयनो क्रम
पणवीसं पणवीसं दाहिणवामेसु पिट्ठि इक्कारं ।
दह अग्गे नायवं इअ बाहत्तरि जिणिंदालं ॥६०|| વચલા મુખ્ય પ્રાસાદની જમણી અને ડાબી તરફ પચીસ પચીસ, પાછળમાં અગિયાર અને આગળના ભાગમાં દશ, એ પ્રમાણે એકેતેર દેહલિઓ અને એક વચલો મુખ્ય પ્રાસાદ મળી કુલ બોંતેર જિનાલય થાય છે ૬૦. शिखरबंध लाकडाना प्रासादनुं फल -
अंग-विभूसण-सहियं पासायं सिहरबद्ध-कट्ठमयं । नहु गेहे पूइज्जइ न धरिज्जइ किंतु जत्तु वरं ||६|| ઉપરથ અને ભદ્ર આદિ અંગવાળું, તથા તિલક અને તવંગ આદિ આભૂષણવાળું શિખરબંધ એવું લાકડાનું દેરાસર હોય તે ઘરમાં પૂજવા લાયક નથી તેમ જ ઘરમાં રાખવું પણ ન જોઈએ. પરંતુ તીર્થયાત્રામાં સાથે હોય તો તેનો દોષ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org