________________
( ૨૪૦ )
वास्तुसारे
નવશાખા -
“पत्रगान्धर्वसञ्ज्ञा च रुपस्तम्भस्तृतीयकः ।। चतुर्थी खल्वशाखा च गान्धर्वा त्वथ पञ्चमी ॥ रुपस्तम्भस्तथा षष्ठो रुपशाखा ततः परम् ।
खल्वशाखा च सिंहाख्यो मुलकर्णेन समन्वितः ॥" પ્રથમ પત્રશાખા, બીજી ગાંધર્વશાખા, ત્રીજી રૂપસ્તંભશાખા, ચોથી ખલવટશાખા, પાંચમી ગાંધર્વશાખા, છઠ્ઠી રૂપસ્તંભશાખા, સાતમી રૂપશાખા, આઠમી ખલવટશાખા, અને નવમી સિંહશાખા છે. નવ શાખામાં બે રૂપસ્તંભ આવે છે, જેથી તે બે બે ભાગના અને શાખાઓ એક એક ભાગની કરવાથી કુલ શાખાના વિસ્તારના અગિયાર ભાગ થાય. પરંતુ પરિમાણ મંજરીમાં દશ ભાગ લખ્યા છે જેમકે – દશામા યથા તાણાં લાવ તથા નવ' અર્થાત નવ શાખાના દશ ભાગ કરવા, મધનો રૂપસ્તમ્ભ બે ળાગનો અને બાકીની શાખાઓ એક એક ભાગની કરવાનું જણાવે છે. ઉંબરાનું માન –
“मूलकर्णस्य सूत्रेण कुम्भेनोन्दुम्बरः समः ।
तदधः पञ्चरत्नानि स्थापयेच्छिल्पिपूजया ॥" મૂલરેખાના સૂત્રમાં કુંભાની બરોબર ઉબરો કરવો. ઉંબરાને સ્થાપન કરતી વખતે તેની નીચે પાંચ રત્ન મૂકવાં અને શિલ્પિઓનું સન્માન કરવું.
"द्वारव्यासत्रिभागेन मध्ये मन्दारको भवेत् ।
वृत्तं मन्दारकं कुर्याद् मृणालपद्मसंयुतम् ॥ બારણાની પહોળાઈના ત્રણ ભાગ કરવા, તેમાં એક ભાગને મધ્યે મંદારક (માળું) કરવો, તે મંદારક ગોળ અને કમલપત્ર સહિત કરવો.
_ “जाड्यकुम्भकर्णाली च कीर्तिवक्त्रद्वयं तथा ।
उदुम्बरस्य पार्श्वे च शाखायास्तलरुपकम् ॥" ઉબરાના ઉદયને જાકુંભ, કણી અને કેવાળનો કણપીઠ કરવો. મંદારકની બન્ને પડખે એક એક ભાગના કીર્તિમુખ (ગ્રાસમુખ) કરવાં. તથા ઉંબરાની બન્ને પડખે તલકડા માને શાખાના તલ ઉંબરાના મથાળાં બરોબર કરવાં. * બૂહન શિલ્પશાસ્ત્ર ભાગ ૧ માં ભાષાન્તર કરનારે ચાર ભાગ જણાવ્યા છે. નકશામાં પણ તેમ જ છે તે તેમની ભૂલ થઈ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org