________________
प्रासाद प्रकरणम्
( ૩૭ ) કલશનો ઉદય પ્રાસાદાંડનમાં બતાવે છે –
"ग्रीवापीठं भवेद् भागं त्रिभागेनाण्डकं तथा । कर्णिका भागतुल्येन त्रिभागं बीजपूरकम् ॥"
કલશના ગળાનો તથા પીઠનો ઉદય એક એક ભાગ, અંડક
એટલે કલશના મધ્ય ભાગનો ઉદય ત્રણ ભાગ, કણિકાનો ઉદય Dી એક ભાગ અને બીજોરાનો ઉદય ત્રણ ભાગ કરવો, જામલે નવા
ભાગ કલશના ઉદયના કરવા.
नाली, मान -
जलनालियाउ फरिसं करंतरे चउ जवा कमेणुच्चं ।
जगई अ भित्तिउदए छज्जइ समचउदिसेहिं पि ॥५४॥ એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને પાણી નીકળવાની નાળીનો ઉદય ચાર જવ એટલે અરધો આગળ કરવો, પછી પ્રત્યેક હાથ દીઠ અરધા અરધા આંગળની વૃદ્ધિ કરતા જવું. જગતીની અને મંડોવરના ઉદયમાં છજ્જાની ઉપર ચારે દિશાઓમાં પાણી નીકળવાની નાળિયાં કરવી ૫૪મા પ્રાસાદ મંડનમાં કહે છે કે –
“पूर्वापरमुखे द्वारे प्रणालं शुभमुत्तरे । इति शास्त्रविचारोऽय-मुत्तरास्या नु देवता ॥" *मण्डपे ये स्थिता देवा-स्तेषां वामे च दक्षिणे ।
प्रणालं कारयेद् धीमान् जगत्यां चतुरो दिशः ॥" પૂર્વ અને પશ્ચિમ દિશાનાં દ્વારવાળા પ્રાસાદને ઉત્તરદિશા તરફ પાણી નીકળવાની નાળિ કરવી, તે મગરના મુખવાળી કરવી. ઉત્તર દિશાના મુખવાળા દેવોના પ્રક્ષાલનનું પાણી નીકળવાની નાળિ ડાબી તથા જમણી તરફ રાખવી. મંડપમાં જે દેવ પ્રતિષ્ઠિત હોય તેની જમણી કે ડાબી તરફ અને જગતીની ચારે દિશામાં બુદ્ધિમાન લોક નાળિ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org