________________
(830)
वास्तुसारे
ભાગે, તેરથી ચોવીસ હાથના પ્રાસાદને ત્રીજે ભાગે અને પચીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદને ચોથે ભાગે જગતીની ઊંચાઈ કરવી ।।૧૦ના
જગતીના ઊંચાઈના થરો
-
" तदुच्छ्रायं भजेत् प्राज्ञाः त्वष्टाविंशतिभिः पदैः । त्रिपदो जाड्यकुम्भस्य द्विपदं कर्णिकं तथा ॥ ११ ॥ पद्मपत्रसमा युक्ता त्रिपदा सरपत्रिका । द्विपदं खुरकं कुर्यात् सप्तभागं च कुम्भकम् ||१२|| कलशस्त्रिपदो प्रोक्तो भागेनान्तरपत्रकम् ।
कपोताली त्रिभागा च पुष्पकण्ठो युगांशकम् ॥१३॥
જગતીની ઊંચાઈના અઠ્ઠાવીસ ભાગ કરવા, તેમાં ત્રણ ભાગનો જાણકુંભ, બે ભાગની કણી, પદ્મપત્ર સહિત ત્રણ ભાગની ગ્રાસપટ્ટી, બે ભાગનો ખુરો, સાત ભાગનો કુંભ, ત્રણ ભાગનો કલશ, એક ભાગનું અંતરપત્ર, ત્રણ ભાગનો કેવાળ અને ચાર ભાગનો પુષ્પકંઠ કરવો ૧૧|| ||૧૨|| ||૧૩||
"पुष्पकाज्जाड्यकुम्भस्य निर्गमस्याष्टभिः पदैः ।
कर्णेषु च दिशिपालाः प्राच्यादिषु प्रदक्षिणे ॥१४॥ | M
પુષ્પકંઠથી જાડ્યકુંભનો નિર્ગમ આઠ ભાગ કરવો, પૂર્વાદિ દિશાઓમાં સૃષ્ટિક્રમથી દિક્પાલોને જગતીના ખૂણામાં સ્થાપિત કરવા ॥૧૪॥
જગતીમાં ગઢ મંડપ આદિની રચના –
Jain Education International
"प्राकारैर्मण्डिता कार्या चतुर्भिर्द्वारमण्डपैः ।
मकरैर्जलनिष्कासै सोपानं तोरणादिभिः ॥ १५ ॥
જગતી કિલા (ગઢ) વડે સુશોભિત કરવી.* ગઢની ચારે દિશામાં એક એક દ્વાર મંડપ સહિત બનાવવાં, પાણી નીકળવાને માટે મગરના મુખવાળી પરનાળીઓ રાખવી, દરવાજાની આગળ તોરણ અને પગથિયાં કરવાં ॥૧૫॥
* મિસ્ત્રી જગન્નાથ ભાઈએ પોતાના બૃહત્શિલ્પશાસ્ત્ર ભાગ ૧લામાં જગતીનું સ્વરૂપ બતાવ્યું તે યથાર્થ નથી, પૃષ્ઠ ૧૫૦માં જે જગતીનો નકશો બતાવ્યો છે તેની ઊભણીમાં મંડપ બતાવ્યો છે તે તેમની ભૂલ થઈ છે. તેમજ મૂળ શ્લોકોનાં અર્થ પણ અશુદ્ધ કર્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org