________________
प्रासाद प्रकरणम्
( ૨૦ ) એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને પીઠનો ઉદય અદ્ધ એટલે ૧૨ આંગળ કરવો. બે હાથના પ્રાસાદને ત્રીજે ભાગે અર્થાત્ ૧૬ આંગળ, ત્રણ હાથના પ્રાસાદને ચોથે ભાગે એટલે ૧૮ આંગળ, ચાર હાથના પ્રાસાદને સાડા ત્રણ ભાગે એટલે લગભગ ૨૭ આંગળ પીઠનો ઉદય કરવો. પાંચ હાથના પ્રાસાદને ચોથે ભાગે એટલે સવા હાથનો પીઠનો ઉદય કરવો. છથી દશ હાથના પ્રાસાદને સવા હાથમાં ચાર ચાર આંગળ વધારીને પીઠનો ઉદય કરવો, એટલે દશ હાથના પ્રાસાદને ૨ હાથ અને ૨ આંગળ પીઠનો ઉદય થાય. અગિયારથી વીશ હાથના પ્રાસાદને ૨ હાથ અને ૨ આંગળમાં ત્રણ ત્રણ આંગળ વધારીને પીઠનો ઉદય કરવો, જેથી વીશ હાથના પ્રાસાદને ૩ હાથ અને ૮ આંગળ પીઠનો ઉદય થાય. એકવીશથી છત્રીશ હાથના પ્રાસાદને ૩ હાથ અને ૮ આંગળમાં બે બે આગળ વધારીને પીઠનો ઉદય કરવો, જેથી છત્રીસ હાથના પ્રાસાદને ૪ હાથ અને ૧૬ આંગળ પીઠનો ઉદય થાય. સાડત્રીશથી ૫૦ હાથ સુધીના પ્રાસાદને ૪ હાથ અને ૧૬ આંગળમાં એક એક આંગળ વધારીને પીઠનો ઉદય કરવો, જેથી ૫૦ હાથના પ્રાસાદને ૫ હાથ અને ૬ આંગળ પીઠનો ઉદય થાય.
“पञ्चांशं हीनमाधिक्य-मेकैकं तु त्रिधा पुनः ।
त्रिपञ्चाशत्समुत्सेधं द्वाविंशत्यंशनिर्गमम् ॥ પીઠના ઉદયના પાંચ ભાગ કરવાં, તેમાંનો એક ભાગ ઉદયમાંથી હીન કરીએ તો કનિષ્ઠ માનનો, વધારીએ તો જેષ્ઠમાનનો પીઠનો ઉદય થાય. ઉદય હોય તેટલો જ રાખીએ તો મધ્યમ માનનો ઉદય કહેવાય. પીઠનો જે ઉદય હોય તેના ત્રેપન ભાગ કરવાં, તેમાંના બાવીસ ભાગ જેટલો પીઠનો નિર્ગમ કરવો.
"नवांशो जाड्यकुम्भकः सप्तांशा कर्णिका भवेत् । सान्तरंशकपोताली सप्तांशा ग्रासपट्टिका ॥ सूर्यदिग्वसुभागाश्च गजवाजिनराः क्रमात् ।
वाजिस्थाने तथा कार्य स्वस्वदेवस्य वाहनम् ॥" જા કુંભાનો ઉદય નવ ભાગ, કણીનો ઉદય સાત ભાગ, અંતરપત્ર અને કેવાળ સાથે ગ્રામપટ્ટીનો ઉદય સાત ભાગ કરવો. ગજથરનો ઉદય બાર ભાગ, અશ્વથરનો ઉદય દશ ભાગ અને નરથરનો ઉદય આઠ ભાગ કરવો. અશ્વથરના સ્થાને જે જે દેવનો પ્રાસાદ હોય, તે તે દેવના વાહનનો પણ થર આપવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org