________________
( ૧૬ )
वास्तुसारे खातनी ऊंडाई
पढमं x गड्डाविवरं जलंतं अह कक्करंतं कुणह + ।
कुम्मनिवेसं अजें खुरस्सिला तयणु सुत्तविही ॥२॥ પ્રાસાદ-મંદિર કરવાની ભૂમિનો પાયો પાણી અથવા પથ્થર આવે ત્યાં સુધી ઊંડો ખોદવો. પછી તે પાયામાં મધ્યભાગે કૂર્મશિલા સ્થાપવી અને આઠે દિશામાં . આઠ ખુરશિલા સ્થાપવી. તેના પછી સૂત્રવિધિ કરવી જરા કર્મશિલાનું પ્રમાણ પ્રાસાદમંડનમાં બતાવે છે કે“अर्द्धाललो भवेत् कूर्म एकहस्ते सुरालये । अ गुलात् ततो वृद्धिः कार्या तिथिकरावधिः ॥ एकत्रिंशत्करान्तं च तदर्द्धा वृद्धिरिष्यते । ततोऽर्द्धापि शतार्द्धान्तं कुर्यादालमानतः ॥ चतुर्थांशाधिका ज्येष्ठा कनिष्ठा हीनयोगतः । सौवर्णरूप्यजा वापि स्थाप्या पञ्चामृतेन सा ॥ એક હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં અરધા આંગળની કૂર્મશિલા સ્થાપવી. એમ અનુક્રમે પંદર હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદમાં પ્રત્યેક હાથ દીઠ અરધા અરધા આગળની વૃદ્ધિ કરવી. અર્થાત બે હાથના પ્રાસાદમાં એક આંગળ, ત્રણ હાથના પ્રાસાદમાં દોઢ આંગળ, આ પ્રમાણે દરેક હાથ દીઠ અરધો અરધો આગળ વધારે તો પંદર હાથના વિસ્તારવાળા દેવાલયમાં સાડા સાત આંગળની કૂર્મશિલા સ્થાપવી. પછી સોળ હાથથી એકત્રીશ હાથ સુધીના વિસ્તારવાળા દેવાલયમાં દરેક હાથ દીઠ પા પા આગળ વધારવી. અર્થાત્ સોળ હાથના પ્રાસાદમાં પોણા આઠ આંગળ, સત્તર હાથના પ્રાસાદમાં આઠ આંગળ, એમ દરેક હાથ દીઠ પા પા આગળ વધારતાં એકત્રીશ હાથના વિસ્તારવાળા દેવાલયમાં સાડા અગિયાર આંગળની કુર્મશિલા સ્થાપવી. પછી બત્રીશ હાથથી પચાસ હાથ સુધીના વિસ્તારવાળા દેવાલયમાં દરેક હાથ દીઠ એક એક જવ વધારવી. અર્થાત બત્રીશ હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં સાડા અગિયાર આંગળ અને એક જવની, તેત્રીશ હાથના પ્રાસાદમાં પોણા બાર આગળની, એમ દરેક હાથ દીઠ એક એક જવ વધારતાં પચાસ હાથના વિસ્તારવાળા દેવાલયમાં પોણા ચૌદ આંગળ અને એક x ગgવર | + "પરિવર્બ નાયબ્બે કૃતિ પાન્તરે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org