________________
वास्तुसारे वह्निप्लवा वह्निभिये मृतये दक्षिणप्लवा। रुजे रक्षाप्लवा प्रत्यक्प्लवा धान्यधनच्छिदे॥ कलहाय प्रवासाय रोगाय च मरुत्प्लवा।
मध्यप्लवा तु भूमिर्या सर्वनाशाय सा भवेत् ॥" ઘરની ભૂમિમાં નૈર્સ કોણ પશ્ચિમદિશા દક્ષિણદિશા વાયુકોણ અને મધ્યભાગ તરફ પાણીનો પ્રવાહ જતો હોય, અર્થાત તે તે ભાગ નીચો હોય તો તે ભૂમિ વ્યાધિ, દારિદ્રય, રોગ અને વધ કરવાવાળી છે. ઘર કરવાની ભૂમિ અગ્નિકોણ તરફ નીચી હોય તો અગ્નિનો ભય કરે. દક્ષિણ તરફ નીચી હોય તો મૃત્યુકારક છે. નૈશ્ચંત્યકોણ તરફ નીચી હોય તો રોગકારક છે. પશ્ચિમ દિશા તરફ નીચી હોય તો ધનધાન્યનો વિનાશ કરે. વાયુકોણ તરફ નીચી હોય તો કલેશ, પ્રવાસ અને રોગ કારક છે. મધ્ય ભાગમાં નીચી હોય તો સર્વ પ્રકારે વિનાશકારક છે. સમરાંગણ સૂત્રધારમાં પ્રશસ્ત ભૂમિનું લક્ષણ આ પ્રમાણે કહે છે--
'घर्मागमे हिमस्पर्शा या स्यादुष्णा हिमागमे ।
प्रावृष्युष्णा हिमस्पर्शा सा प्रशस्ता वसुन्धरा ॥ જે ભૂમિ ગરમીની મોસમમાં ઠંડી, ઠંડીની મોસમમાં ગરમ અને ચોમાસાની મોસમમાં ગરમ અને ઠંડી, એ પ્રમાણે સમયાનુકૂળ રહે તો તે ભૂમિ પ્રશંસનીય છે. વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે કે...
__ "मनसश्चक्षुसोर्यत्र सन्तोषो जायते भुवि ।
तस्यां कार्यं गृहं सर्वै-रिति गर्गादिसम्मतम् ॥" જે ભૂમિને જોવાથી મન અને નેત્ર પ્રસન્ન થાય અર્થાત જે ભૂમિને જોવાથી મનનો ઉત્સાહ વધે તો તે ભૂમિ ઉપર ઘર બનાવવું, એવો ગર્ગ આદિ આચાર્યોનો મત છે. શજ શોઘન વિધિ----
बकचतएहसपज्जा इअ नव वण्णा कमेण लिहिअव्वा । पुव्वाइदिसासु तहा भूमिं काऊण नव भाए ॥११॥ अहिमंतिऊण खडिअं विहिपुव्वं कन्नाया करे दाऊं । आणाविज्जइ पण्हं पण्हा इम अक्खरे सल्लं ॥२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org