________________
પુન: પ્રકાશન પ્રસંગે કાશકીય
સિદ્ધાન્તમહોદધિ કર્મસાહિત્યનિષ્ણાત સુવિશુદ્ધબ્રહ્મચારી સ્વ. આ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા., વર્ધમાન તપોનિધિ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., સમતાસાગર સ્વ. પૂ. પંન્યાસ શ્રી પદ્મવિજયગણિવરજીની પ્રેરણાના પીયુષપાનથી ધબકતો થયેલો દાદરનો આરાધનાભવન જૈન પૌષધશાળા સંઘ, જ્ઞાનરુચિની સાથે ક્રિયાચુસ્તતાનો સુભગ સુમેળ જાળવી રાખનારા સંઘોમાંનો એક અગ્રણી સંઘ છે. ગુજરાત કચ્છ વાગડ રાજસ્થાન વગેરે પ્રદેશોમાંથી, વ્યવસાયાર્થે મુંબઈ મહાનગરના દાદર ઉપનગરમાં આવીને સ્થિર થયેલા શ્રાવકોનો આ નાનો સંધ, પ્રતિવર્ષ સુવિહિત ગુરુભગવંતોના ચાતુર્માસ તથા શેષકાળના અવસ્થાન દરમ્યાન ઉપદેશવચનામૃતોને ઝીલીને દાન-શીલ-તપ અને ભાવની નોંધ પાત્ર આરાધના કરી રહ્યો છે.
વિ. સં. ૨૦૪૮ ના ચાતુર્માસાર્થે સહજાનંદી સ્વ.પૂ.આ.શ્રીમદ્વિજય ધર્મજિતસૂરીશ્વરજી મ.સા.નાં વિદ્વાન શિષ્યરત્ન શ્રી સૂરિમંત્રની ચાર વાર આરાધના કરી ચુકેલા પૂ.આ.શ્રીમદ્વિજય જયશેખર સૂ.મ.સા. પધાર્યાં. તેઓ શ્રીમદ્ની પાવનનિશ્રામાં થયેલી જ્ઞાનખાતાની ઉપજમાંથી, તેઓ શ્રીમદ્ની પાવનપ્રેરણા પામીને, અમે પંચમાંગ શ્રીમદ્ ભગવતીસૂત્ર (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) નો ચોથો ભાગ પુન: પ્રકાશિત કરતાં અનેરી ધન્યતા અનુભવીએ છીએ.
આ પુસ્તક શ્રીજિનાગમપ્રકાશક સભા મુંબઇ દ્વારા વિ.સં.૧૯૭૪ માં પ્રકાશિત હતું જે હાલ અત્યંત જીર્ણ અવસ્થાને પામ્યું છે તેમજ દુષ્પ્રાપ્ય છે. તેથી ઝેરૉક્ષ ઑક્સેટ મુદ્રણ દ્વારા એ ગ્રન્થનું આ પુન: પ્રકાશન થઇ રહ્યું છે. અભ્યાસુઓને આ ગ્રન્થ સુલભ થાય તેમજ અધ્યયન માટે ઉપયોગી બને એ માટે મુદ્રિત કરાવેલી આ ૨૫૦ નકલો વેચાણ-વ્યવસાયનો ઉદ્દેશ ધરાવતી
નથી.
-
પૂર્વપ્રકાશનકાળે સંપાદન, ભાષાંતર, પ્રેરણા, આર્થિક સહયોગ વગેરે આપનાર દરકેનો આ પ્રસંગે આભાર માનીએ છીએ. વિશેષ કરીને, શ્રીયુત પુંજાભાઇ હીરાચંદ દ્વારા સંસ્થાપિત શ્રી જિનાગમપ્રકાશક સભાના માનદ કાર્યકર શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતા તથા તેમની પ્રેરણાથી આ ગ્રન્થનું સંપાદન અને અનુવાદ કરનારા ન્યાય-વ્યાકરણતીર્થ પંડિત શ્રી બેચરદાસ જીવરાજનો તથા શ્રી શ્રીપાલ નગર જૈન જ્ઞાન ભંડારનો, આ પુન:પ્રકાશન પ્રસંગે આભાર માનીએ છીએ.
Jain Education International
આ પુન:પ્રકાશનનાં સહારે અધિકારીવર્ગ વાચના-પૃચ્છના વગેરે પંચવિધ સ્વાધ્યાય કરીને સ્વ-પર આત્મહિત સાધો એવી શુભેચ્છા સહ.
લિ. શ્રી. દાદર આરાધના ભવન જૈન પૌષધશાળા ટ્રસ્ટ
For Private & Personal Use Only
www.jainelibrary.org