________________
બોધામૃત
અગાસ, તા. પ-પ-૩૪, શનિ ' મનુષ્યભવ દુર્લભ છે. ફરી ફરી કલ્યાણ કરવાની આવી તક આવવી દુર્લભ છે. તે જે વ્રતનિયમ તથા નિત્યનિયમ વગેરે ધર્મકાર્ય સદ્ગુરુની આજ્ઞાએ કરવા ગ્ય છે તેમાં શિથિલતા ન આવે તેમ વર્તવા યોગ્ય છે. ખોટા મિત્રો, ખોટાં પુસ્તક, નાટક, સિનેમા વગેરે વિકારને પિષે તેવા પ્રસંગોથી દૂર રહેવું. સત્સંગની ભાવના રાખી સામાયિકપાઠ, સ્મરણ, આત્મસિદ્ધિ વગેરે યથાશક્તિ કરતા રહેવા ભલામણ છે. અવકાશને વખત ગપ્પાંમાં કે ગંજીફા વગેરે રમતમાં કે પ્રમાદમાં વહ્યો ન જાય તેની કાળજી રાખી ધર્મધ્યાન, સવાંચન, સદ્દવિચાર વગેરેમાં કાળ ગાળવા ગ્ય છે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧૪-૫-૩૪ તત ૩૪ સત
વૈશાખ સુદ ૧, સેમ, ૧૯૯૦ “પ્રભુપદ દઢ મન રાખીને, કરવો સૌ વ્યવહાર;
વિરતિ, વિવેક વધારીને, તરે આ સંસાર.” લેવાનું સોનું બનાવે તેવા પારસમણિ કરતાં પણ વિશેષ મૂલ્યવાન એવો આ મનુષ્યદેહ પ્રાપ્ત થયેલ છે તેને પશુની પેઠે આહાર, નિદ્રા, ભય, મૈથુન અને પરિગ્રહ એકઠા કરવા અર્થે ગાળવા ગ્ય નથી. પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે ગમે તે પ્રવૃત્તિ કરવી પડે, ગમે તે દૂર દેશમાં રહેવું પડે, સુખ-દુઃખ દેખવાં પડે, પણ ન્યાયનીતિ અને આત્મકલ્યાણને લક્ષ ભૂલી જવા
ગ્ય નથી. સદ્દગુરુની આજ્ઞા એ જ કલ્યાણનું કારણ છે તેથી તેને વિચાર, તેની ભાવના, સત્સંગયેગે જે શ્રવણ કરેલ બોધ તેમાં વૃત્તિ રાખી ધર્મભાવના પિષતા રહેવા ગ્ય છે. વીસ દોહરા, ક્ષમાપનાને પાઠ, સ્મરણ, આત્મસિદ્ધિ, સામાયિક પાઠ વગેરે કલ્યાણનાં નિમિત્તો માટે વખત બચાવી, સત્સંગના વિયેગમાં વિશેષ ઉત્સાહથી વર્તવું. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૪-૭-૩૪ તત 8 સત
જેઠ વદ ૭, બુધ, ૧૯૯૦ આપને પત્રના ઉત્તરમાં તેઓશ્રીએ જણાવ્યું છે કે વ્રત બટાકા, શકરિયાં, સૂરણ, રતાળુ, મૂળા, ડુંગળી, ગાજર ન ખાવાનું જીવતાં સુધી તમે ધાર્યું છે તેમ પાળજે અને અહીં આવવાનું બને ત્યારે પ્રત્યાખ્યાન એટલે પચખાણ-નિયમ લઈ લેજે. ભૂલ ન થાય તે ખાસ સાચવવું. ત્યાગ કર્યા પછી તે તે વસ્તુઓની ઈચ્છા ન થાય અને શિથિલતા ન આવી જાય તે સાચવવાનું છે. જેટલું બને તેટલું, ડું તે થોડું, પણ દઢતાથી પાળવું. ટેક પાળે તેને ઘણો લાભ થાય છે અને તેઓ તેને ઘણી હાનિ થાય છે. એક આત્માર્થ સાધવાની ભાવના, જન્મજરામરણને નાશ કરી મોક્ષની અભિલાષા કર્તવ્ય છે. સાંસારિક કઈ ઈચ્છા રાખીને ધર્મ આરાધવાયેગ્ય નથી. પરમકૃપાળુદેવ ઉપર આસ્થા વધે અને સંસાર સેવવાના ભાવ મેળ પડે એ લક્ષ રાખી વૈરાગ્ય-ઉપશમ વધારવા ગ્ય છે. ગમે ત્યાં બેઠાં રાગદ્વેષ મુકાશે ત્યાં મેક્ષ થશે એ પરમકૃપાળુદેવનું વચન છે'. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ