________________
પત્રસુધા
૭૭
અગાસ, તા. ૧૨-૪-૩૪ સેરઠો - ધિક્ ધિક પડો રે સંસાર, જીવિત થડે ને દુઃખ ઘણે;
કરીએ ધર્મ વિચાર, પરભવ નિશ્ચય ચાલશે.” સામાન્ય એવી કહેવત છે કે વૈરાગ્યમાં વિઘ ઘણાં.” ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી વારંવાર જણાવે છે તેમ “આ જગત ધૂતારું પાટણ છે; જાગે તે જીવે, ઊધે તે મરે.” આ લોક વિઘો, લેશે, દુઃખ અને ત્રિવિધ તાપથી ભરેલો છે. એવા ભયભરેલા સંસારમાં નિર્ભય રહેવા યોગ્ય નથી. કેઈ માતારૂપે, કોઈ પિતારૂપે, કોઈ પુત્રરૂપે, કોઈ ભાઈરૂપે, કોઈ ભત્રીજારૂપે, કઈ ભત્રીજીરૂપે, કોઈ પત્નીરૂપે, કઈ પતિરૂપે આ સંસારસમુદ્રમાં મગરની પેઠે આપણને ઊંડા જળમાં ખેંચી જવા મથે છે; અનેક પ્રકારની કલ્પનાઓ રૂપી વમળમાં આ જીવ ગૂંચાય છે. માથે મરણ ભમે છે. લીધે કે લેશે થઈ રહ્યું છે. આંગળી આપતાં પંચે પકડી લે એ સંસારને વ્યવહાર છે, તેમાંથી બચવાને ઉપાય એક પુરુષની વાણી, સપુરુષ ઉપર શ્રદ્ધા, તેની આજ્ઞા ઉપાસવાની તત્પરતા એ છે. આટલું છતાં પણ પૂર્વકર્મ તે ઉદયમાં આવવાનાં જ. પરંતુ “શરણ કરે બળિયાતણું” તે તે કર્મને નાશ થવાનો છે, ફરી તે કર્મો આવવાનાં નથી. પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બન્નેમાં બળવાન પુરુષાર્થ છે અને તે હાલ આપણું હાથમાં છે. પ્રારબ્ધને તે ઉદય વેદ પડશે તે હાથમાં નથી, પણ સપુરુષાર્થ થઈ શકે તેટલે કર્તવ્ય છે. જેમ પ્રારબ્ધ વિપરીત હોય તો વિજ્ઞરૂપે નડે છે, તેમ અનુકૂળ પ્રારબ્ધથી મનુષ્યભવ, ઉત્તમ કુળ, સત્સંગને વેગ, સદૂધની પ્રાપ્તિ આદિ પ્રાપ્ત થયાં છે. અને જે પુરુષાર્થને જોગ હવે સદુથુરુકૃપાએ બને તે આ ભવ સફળ થઈ જાય તેવી સામગ્રી પ્રાપ્ત થઈ છે. એમ કહેવાય છે કે “કંઈક આપકા બળ અને કંઈક દેવકા બળ” એમ બે હાથે તાળી પડે છે. સત્પરુષે આપણને મેહનિદ્રામાંથી જગાડવા પિકારી પિકારીને કહી ગયા છે અને કહે છે, પણ તે માનવું, તેવા ભાવ કરવા, તેમ વર્તવું તે આપણું હાથની વાત છે. પરમકૃપાળુદેવે ચૌદપૂર્વના દેહનરૂપ આત્મસિદ્ધિ રચી મહાઉપકાર કર્યો, તેના અધિકારી જીવાત્માઓને તે મોકલાવી, સધરૂપી જળ સીંચી તે વડે આત્માની સિદ્ધિ કરાવી અને તેમના દ્વારા ઘણું ભવ્ય જીના આત્માનું કલ્યાણ થશે. આત્મસિદ્ધિના જન્મમહોત્સવને દિવસે આપણે ગાથાએ ગાથાએ નમસ્કાર કરી તેનું ધ્યાનપણું કરીએ છીએ, પણ કેઈ નવા અપરિચિત માણસને તે આત્મસિદ્ધિનું માહાસ્ય ક્યાંથી સમજાય? અને આપણે પણ હજી ઘણું સમજવાનું છે. તેવાં નિમિત્તો સત્સંગાદિ મળે તે કલ્યાણ થાય છે. તે સર્વ નિમિત્તોમાં સર્વોત્તમ નિમિત્ત આ આશ્રમનું સ્થળ છે. પૂ. સ્વ. ત્રિકમભાઈ દંતાલીવાળાને આશ્રમમાં દેહ છૂટી ગયે તે પ્રસંગે પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું હતું કે પરમકૃપાળુદેવનું અલૌકિક ગબળ અહીં વર્તે છે. જેમને દેહ આ આશ્રમમાં છૂટ્યો છે તે સર્વની દેવગતિ થઈ છે. પરમકૃપાળુદેવની શ્રદ્ધા વધે અને આત્મહિત થાય તેવું અલૌકિક આટલું સ્થળ બન્યું છે. મહાભાગ્યશાળી હશે તેને દેહ અહીં છૂટશે. જે આજીવિકાની અડચણ ન હોય તે અહીં જ આયુષ્ય ગાળવા ગ્ય છે. ધર્મ ધર્મ અને ધર્મના જ સંસ્કાર રાતદિવસ પડ્યા કરે એમ અહીં બધું વર્તન છે. નિમિત્તાધીન જીવની વૃત્તિ છે તેથી સારાં