________________
પત્રસુધા વતાં આકરાં લાગે છે, તેવાં નવાં કર્મ બંધાય તે તેને ઉદય આવ્યે આવી કે આથી વધારે આકરી વેદના ફરી ભોગવવી પડે, માટે “જે થાવું હોય તે થાજો, રૂડા રાજને ભજીએ” એવું રાખવું. વહેલું મરણ આવે કે મેડું આવે એવી ઈચ્છા પણ ન કરવી. બાંધ્યું હોય તેટલું અને તેવું ભેગવવું પડે છે. કોઈને વાંક નથી. બધાને ખમાવી શાંતિ રાખવા ભલામણ છે. ભક્તિમાં ચિત્ત દેવાથી ઘણું હિત થશે.
# શાંતિઃ શાંતિઃ શાંતિ ૧૯૧૬
અગાસ, તા. ૧૯-૯-૫૩ તત્ સત્
ભાદરવા સુદ ૧૧, ૨૦૦૯ જીવને પિતાનું કલ્યાણ કરવાની, આગળ વધવાની, સમાધિમરણની તૈયારી કરવાની ભાવના જાગવી અને ટકી રહેવી આ કાળમાં બહુ દુષ્કર છેજ. વિપરીત સંજોગોમાં રહીને પણ પરમકૃપાળુદેવે જે મહાન આત્મદ્ધારનું કાર્ય સાધ્યું છે તે સર્વને અનુકરણીય છે. થોડું થોડું દુઃખ રહેતું હોય તે પણ એક દષ્ટિએ સારું છે એમ લાગે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૦૧૭ અગાસ, ભાદરવા સુદ ૧૨, રવિ ૨૦૦૯ પૂ...ને જણાવશે કે ત્રણ પાઠ મુખપાઠ કરી જ બલવા હોય તેને મંત્રની આજ્ઞા મળે છે. ગરજ વિના, શ્રમ લીધા વિના, બીજાને રાજી રાખવા માળા ફેરવે તેનું કલ્યાણ થવું મુશ્કેલ છે.
પ્રારબ્બાધીન દેહ છે. પુરુષાર્થ આધીન આત્મકલ્યાણ છેજ. આળસ અને પ્રમાદ જેવા કોઈ શત્રુ નથી, તેમને સોડમાં રાખી સૂવું ઘટતું નથી, દુશ્મન જાણું દૂર કરવા છે. જિંદગીના પાછલા ભાગમાં જેટલું બળ કરી કમાણ થાય તેટલી કરી લેવી ઘટે છેજ. એ શાંતિઃ
૧૦૧૮
અગાસ, તા. ૨૧-૯-૫૩ તત્ સત્
ભાદરવા સુદ ૧૩, ૨૦૦૯ તમેએ લીલેતરીનું પચખાણ લીધું તેમાં છૂટ લેવાનું જણાવ્યું તે તે નથી. હાલ તે એક વરસ સુધી બરાબર લીધા પ્રમાણે જ પાળવું. લેતી વખત પહેલાં બધે વિચાર કરી લેવાનો હોય, પછી આવી વૃત્તિની છેતરામણ ન ચાલે અને તેમ યેચ્યું નથી. માટે હાલ તે લીધા પ્રમાણે જ પાળશો. તેમાં છૂટછાટ હવે ન ચાલે. આગળ ઉપર વરસ પછી વાત. હમણાં તે તે પ્રમાણે જ પાળવું યંગ્ય છે”. એકાદ લીલેતરી નહીં ખવાય તે મરી જવાય તેમ નથી. માણસની કિંમત તેનાં વચન ઉપર છે તે લક્ષમાં લેશે). ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા ૨૧-૯-૫૩ તત્ સત્
ભાદરવા સુદ ૧૩, સોમ, ૨૦૦૯ આપે પ્રશ્ન પૂછેલા તેના ટૂંકામાં ઉત્તર નીચે લખ્યા છેજી. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પત્રાંક ૨૫ માં મન સ્થિર કરવા વિષે લખેલું વિચારી તેમ પ્રવર્તવા પુરુષાર્થ કરશે.
બીજું, મંત્રના અર્થ વિષે નીચે લખેલી દિશામાં વિચાર કર્તવ્ય છેઃ
(૧) “સહજાન્મસ્વરૂપ એટલે કર્મ રહિત દશામાં જીવનું જે નિર્મળ સ્વરૂપ છે તે ખરી રીતે પાંચ પરમગુરુ કે પરમકૃપાળુદેવનું સ્વરૂપ છે. તેમાં લક્ષ રાખવાથી આપણું મનની