________________
૭૯૨
બેધામૃત દેહ છૂટે તે મારું સમાધિમરણ થશે એવી શ્રદ્ધા દઢ કરી જે આવશે તે હિતકારી છેજી. તમે તે સમજુ છે પણ જે દૃઢતા જોઈએ તે રહેતી નથી. મરણથી પણ ડરવું નહીં એવા અડગ શ્રદ્ધા અને સહનશીલતા જીવ ધારણ કરે તે દુઃખના ડુંગર પણ દૂર થઈ જાય. શ્રી ગજસુકુમાર જેટલું તે આપણને દુઃખ નથી આવ્યું છતાં મારું મારું માન્યું હોય ત્યાં જીવ તણાઈ જાય છે. તે અહંભાવ-મમત્વભાવને શત્રુ સમજી, એક પરમકૃપાળુદેવ જ મારા છે, તેને શરણે મારા આત્માનું કલ્યાણ જ થશે; ભલે દેહના દંડ દેહ ભોગવે તે તે ના કહે અટકે તેમ નથી, પણ આટલે ભવ સહનશીલતા કેળવવા અને સમાધિમરણ સાધવા ગાળ છે એમ દઢતા કર્તવ્ય છે. સંવત્સરી સંબંધી આપ પ્રત્યેના દેષની ક્ષમા ઈચ્છી પત્ર પૂરે કરું છું. શાંતિઃ
૧૦૧૩
અગાસ, ભાદરવા સુદ ૮, ૨૦૦૯ આપને પત્ર મળે. અશુભ દિનેમાં પરમકૃપાળુદેવની સાચા ભાવે ભક્તિ કરી દઢ શ્રદ્ધા રાગે બધાં વિધ્ય આપે આપ દૂર થઈ જશે. આત્મામાં આર્તધ્યાન ન થાય એમ કર્તવ્ય છે. પિતાનાં બાંધેલાં સમભાવે જોગવતાં જીવ છૂટે છે, ફિકર ચિંતા ગભરામણથી નવાં કર્મ બંધાય છેજ. સેડ પ્રમાણે સાથરે એમ કહેવાય છે તેમ પૂણિયા શ્રાવકની પેઠે થેડી કમાણી હોય તે થેડા ખર્ચમાં નભાવી ભક્તિ ભૂલવી નહીં. એ જ કર્તવ્ય છે. જ્યાંત્યાં દહાડા કાઢવાના છે. સાચું શરણ મળ્યા પછી કઈ પણ કારણે આત્માને લેશિત કરે ઘટતું નથી. બધા દિવસ આવા ને આવા રહેવાના નથી. આટલાં પાછલાં વર્ષો જે એ પરમકૃપાળુદેવને શરણે જાય તે પછી જીવને અપાર આનંદનાં કારણે મળી આવશે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૧૪
અગાસ, તા. ૧૯-૯-૫૩ આપના પ્રશ્નો રૂબરૂમાં વેગ મળશે ત્યારે યોગ્ય રીતે જણાવાશે. ઊણોદરી તપમાં એ પડી રહે તેને બાધ નથી, પણ વધારે ખવાય તે દોષરૂપ છે. જોઈએ તે કરતાં વિશેષ ખવાયું તે ઊણેદરી તપને ભંગ સ્પષ્ટ છે. ભવ્ય, અભવ્ય અથવા દૂરભવ્યનાં પ્રશ્ન હાલમાં ઉપશમાવવા ગ્ય છે. પરમકૃપાળુદેવનું શરણ જેને મળ્યું છે તેણે નહીં જોઈતી પંચાતમાં નહીં પડતાં પિતાના દેષ જોઈ દેષ ટાળવાના પુરુષાર્થમાં કમર કસને વર્તવું ઘટે છે.
૧૦૧૫
અગાસ, તા. ૧૯-૨-૫૩ વિ. આપનું કાર્ડ મળ્યું છે. આપે લખેલી વિગત જાણી છે”. તમે બધા સમજુ છે. તેમને સંભળાતું હોય અને રુચિ હોય તે “સમાધિસપાનમાંથી સમાધિમરણ અને પાછળના પત્રો શેડે થેડે સંભળાવતા રહેશે અને ભક્તિ, મંત્રનું સ્મરણ વગેરે કરે છે તેમ અનુકૂળતા પ્રમાણે કરશે અને વિશેષ ગંભીર માંદગી જણાય ત્યારે મંત્રનું સ્મરણ મોટે ભાગે ચાલુ રાખવું અને તેમને પણ કહેવું કે કઈ હોય કે ન હોય પણ મંત્રમાં ચિત્ત રાખ્યા કરવું. મંત્રનું મનમાં સ્મરણ ચાલુ રહે અને દેહ છૂટે તે સમાધિમરણ થાય એમ છે માટે ચૂકવું નહીં. દેહમાં વેદના થાય તે તરફ બહુ લક્ષ ન આપવું. બાંધેલાં કર્મ ભેગવાઈને છૂટે છે તે વખતે પરમકૃપાળુદેવનું શરણુ અને મંત્રનું સ્મરણ જીવને બચાવી લેનાર છેજી, નહીં તે ભેગ