________________
૭૯૦
બેધામૃત જ ભર્યા છે અને મહાપુરૂષમાં કંઈક આવા ભાવો ઓછા હશે એમ માને, પણ આસમાનજમીન એટલે તેમનામાં અને આપણામાં ભેદ છે. તેમને ઉદય હતું, પણ નહીં જેવી અસર તેમને કરી શકો પણ આ જીવને ઉદય ન હોય તે પણ ઉદીરણા કરીને સંસારની શાતા ભોગવવાની વૃત્તિ છે. તેને ક્ષય કરવા જીવ તત્પર થશે ત્યારે તે મહાપુરુષના અપાર સામર્થ્યની કંઈક ઝાંખી થશે. “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (૨૫૫) આવા ભાવની, વિદેહી દશાની પરીક્ષા આ જીવને ક્યાંથી થાય? તેના ચરણની ઉપાસના એ જ તેને જ્ઞાનને અંશ પામી સંસારથી તરવાને ઉપાય છે તે સહજ જણાવવા આ લખ્યું છે. તેની ભક્તિ આ ભવમાં મળી છે તે મહાભાગ્યનું ફળ છે તે ટકી રહી તે સંસારને ભાર નથી કે તેને તેમાં વધારે ગોથાં ખવરાવે, માટે મંત્રસ્મરણ ભક્તિમાં તલ્લીન રહેવાનું રાખશે. જેની ભક્તિ સાચી હોય છે તેને જ વિકટતારૂપી કસોટી ઉપર ચઢવાનું ભાગ્ય પ્રાપ્ત થાય છે. માટે હિમ્મત હારવી નહીં. દઢ શ્રદ્ધા સહિત બને તે કરી છૂટવું, પણ ગભરાવું નહીં. આ કસોટીમાંથી પાસ થાય તે ઉચદશાને પામે એ નિશ્ચય રાખ ઘટે છેજ.
સાત વ્યસનને ત્યાગ કર્યો છે તેમાં સટ્ટા પણ આવી જાય છે તે લક્ષ રાખી ભૂલ થઈ હોય તે ફરી તેવી ભૂલ જીવનપર્યત ન થાય તેવી કાળજી રાખી વર્તશે તે શાંતિ મળશે, નહીં તે ઘર લાગતું હોય ને ઘાસતેલ છોટે તે તે એલવાય નહીં, તેમ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ દઈ વર્તીએ અને શાંતિને ઈચ્છીએ તે ન બનવા જેવું છે. ખેટું લાગ્યું હોય તે ફરી ખમાવું છું. હાલ એ જ.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૦૦
અગાસ, શ્રાવણ વદ ૨, બુધ, ૨૦૦૯ જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર,
એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.” – શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૯૪૩, ૯૪૪, ૯૪૫ લક્ષપૂર્વક બધાની વચ્ચે પ્રથમથી વાંચશો અને બધાને અનુકૂળ આવે તેવા વખત ગોઠવશે. વ્રત વગેરે જેને લેવાં હોય તે મનમાં ભાવના કરી પરમકૃપાળુદેવની સાક્ષીએ બને તે બધાની વચમાં ઉતાવળે બેસીને લેવાં. જેમ કે હે ભગવાન! આજે મારે ઉપવાસ પાણી પીને કે પાણી પીધા વગર કરે છે, અમુક દિવસ માટે બ્રહ્મચર્ય પાળવું છે, અમુક વખત સુધી મારે કામ, ક્રોધ, માન, માયા, લોભ કે વિકારને ત્યાગ કરીને રહેવું છે. વાંચન માટે દશલક્ષણધર્મ પહેલેથી શરૂ કરવું. અમુક વખતે જીવનકળા, મોક્ષમાળા કે ઉપદેશછાયામાંથી વાંચવું. ગ્રંથયુગલમાં યોગવાસિષ્ઠને અનુવાદ છે તે સમજાય તે વાંચવા યોગ્ય છે. બાર ભાવનાઓ સમાધિસોપાનમાંથી કે ભાવનાબેધમાંથી રાત્રે વંચાય તે હિતકારી છે.
શરૂઆતમાં ધામણ તરફના ભાઈઓની ભક્તિ વખણાતી. હવે મંદતા આવી લાગે છે. પણ ફરી તે ભક્તિની તિ તાજી કરવી હોય તે તમારા બધાના હાથમાં છે. સદાચાર, ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, દાન, તપ, શાંતિની વૃદ્ધિ થાય તે પર્યુષણ પર્વની સફળતા ગણાય. માટે પિતાના આત્માના હિતની અંતરમાં દાઝ રાખી પર્યુષણના દિવસ સુધી તે ભક્તિની કમાણી કરી લેવી છે એવું નક્કી કરી જેમનાથી અહીં ન અવાય તેમણે વિશેષ ભાવથી ઉલ્લાસ પરિણામ રાખી ભક્તિ કરવી તે અહીં આવે તેને એટલે કે તેથી વધુ પણ લાભ મેળવી શકે.