SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૭૮૯ સારા હોય કે આપણે જેવા હોય તેમને સંગ કરે. પણ આપણાથી હલકા, ખરાબ આચારવિચારવાળાની સેબત આપણને હલકા આચારવિચારવાળા બનાવે, માટે અસત્સંગથી ડરતા રહેવું અને સત્સંગની ભાવના કરતા રહેવા યોગ્ય છેજ. દીનપણે એટલે કેઈન એશિયાળા રહી સત્સંગ કરીએ તે સત્સંગ સફળ થાય નહીં તે લક્ષમાં લેવા જેવી વાત છે). આખી જિંદગી કામમાં આવે તેવી આ શિખામણ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૦૭ અગાસ, તા. ૧૮-૮-૫૩ શ્રાવણ સુદ ૮, મંગળ, ૨૦૦૯ નિર્વાણુ માર્ગે સુવહાણ જેવા, કુસંગ કુંધર્મ તજાવનારા ત્રિલેકમાં મુખ્ય સુધારનારા, શ્રીરાજ આ ઉદ્ધરનાર મારા. તમે જણાવે છે તેમ હવે વૃદ્ધાવસ્થામાં દવાના ટેકાથી ચલાવાય છે. બે દિવસથી દવા થઈ રહી છે, તેથી કંઈક અશક્તિ જેવું જણાય છે, પણ શરીર શરીરનું કામ કરે અને આપણે સમાધિમરણનું કામ કરીએ એ લક્ષ રાખ ઘટે છેજ. દવા લેવાનું કારણ નહીં હોવાથી આજે ઉપવાસ કર્યો છે. થવાનું હોય તે થયા કરે છે. પારકી પંચાત ક્યાં સુધી કરવી? “પરમશાંતિપદને ઈચ્છીએ એ જ આપણે સર્વ સમ્મત ધર્મ છે અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહે. હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું એ ભૂલશે નહીં” (૩૭) આમ પરમકૃપાળુદેવ હિમ્મત આપે છે. તેને બળે બીજી ઈચ્છાઓ દૂર કરી, “માત્ર મોક્ષ અભિલાષ વધારવી ઘટે છેજી. મેટામાં મોટો દોષ પરમકૃપાળુદેવે એ બતાવ્યું છે કે જીવમાં તીવ્ર મુમુક્ષુતા કે મુમુક્ષતા જ નથી. તે પ્રગટ થવાનું લક્ષણ પિતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. આ લેકની અલ્પ પણ ઈચ્છા, પરમ દૈન્યતા(વિનય)ની ખામી, અને પદાર્થને અનિર્ણય આ ત્રણ દોષો ઘણાખરા મુમુક્ષુઓમાં તેમણે જોયા છે, તે તે દોષ દૂર કરવા કેડ બાંધી પુરુષાર્થ કરવો ઘટે છે. “પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે,” આમ પત્રાંક ૨૫૪ માં છે તે વિચારી નિર્દોષ થયે છૂટકે છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૦૮ અગાસ, શ્રાવણ સુદ ૧૫, સેમ, ૨૦૦૯ “અનંત વાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છેડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરે, એ મુમુક્ષુછવને અવશ્ય નિશ્ચય જોઈએ.” (૭૧૯) સંસારમાં એક તલ જેટલી જગ્યા પણ દુઃખ સિવાયની નથી એમ પરમકૃપાળુદેવે લખ્યું છે અને અનેક તીર્થકરને તેવું જ ભાસવાથી અત્યંત ઉદાસીનતા સંસાર પ્રત્યે વધતાં તેને ત્યાગ કરી તે મોક્ષે ગયા. પણ આ જીવને હજી સંસારમાં કંઈ ને કંઈ મીઠાશ વર્તે છે, તેથી આબરૂ, ધન, સગાં અને ઓળખીતાને અર્થે મનુષ્યદેહની ઉત્તમ મૂડી વ્યર્થ વહી જવા દે છે, અનેક કર્મો ઉપાર્જ સંસારપ્રવાહમાં તણાય છે, તેનું યથાર્થ ભાન પણ નથી. પરમકૃપાળુદેવના હદયમાં આ સંસાર પ્રત્યે કેટલે વૈરાગ્ય હશે તેનું માપ કાઢવા પામર પ્રાણી અસમર્થ છે. તેની પાસે તે કોઈ ગજ નથી કે જેથી તે માપી શકે. તેની પાસે તે સાંસારિક ભાવે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy