SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૭૮૭ બેલાવવા પણ પડે, તેમની ટીપ વગેરેમાં ભરવું પણ પડે અને અનેક ન જોઈતા પ્રતિબંધ વધે, માટે વિચારીને પગલું ભરવું ઘટે છેજ. આવકનાં સાધન ઓછાં હોય અને માનપાનના સંબધે જીવ વધારે તે દુઃખી થાય એ વ્યવહારદષ્ટિથી પણ સમજાય તેવું છેજી. માથે મરણ છે, તે ભૂલી જવ મોટાઈમાં તણાયે જાય છે. અધમાધમ દશા ભૂલી, હું બીજા કરતાં સારે રૂપાળે ભેગને એમ જીવની વિપરીત માન્યતા થઈ ગઈ છે. તેને બદલે મરણપથારીએ પડ્યો હોય, શૂળીએ ચઢાવ્યું હોય અને છેલ્લા શ્વાસ લેતે હોય તે તે વખતે જીવ વિષયકષાયના વિચાર કરે કે આ જીવની દયા લાવી તેને સ્મરણમંત્રના ધ્યાનમાં રાખે? “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહ! રાચી રહે ? એમ પરમકૃપાળુદેવને આપણા આત્માની દયા આવવાથી ચેતાવે છે. પણ આ જીવ જાણે બધું કરી ચૂક્યો હોય તેમ પ્રમાદના પૂરમાં તણાયા કરે છે અને ક્યાં જઈને અટકશે તેનું લેશ પણ ભાન નથી. મનુષ્યભવની એક એક પળ રત્નચિંતામણિ કરતાં વિશેષ મૂલ્યવાન છે, કારણ કે તે વડે મોક્ષમાર્ગ સાધી શકાય છે. પણ વિષયકષાયમાં તેવી ક્ષણે ગાળીએ તે આ દુર્લભ મનુષ્યદેહને કેડીને ગણ્યા બરાબર છે. માટે માનવપણું સમજે તે માનવ, એ વારંવાર લક્ષમાં રાખી મોક્ષમાળાને ચોથે પાઠ માનવપણું વિષે મુખપાઠ કરવા ભલામણ છે તથા વારંવાર મુમુક્ષુદશાને વિચાર કરે કે મહાસક્તિથી મૂંઝાઈ ક્ષણે ક્ષણે મોક્ષમાર્ગમાં પ્રવર્તે તે મુમુક્ષુ કહેવાય. કૃપાળુદેવને રાજી કરવા જીવવું છે તે તેણે નિષેધ કરેલે માર્ગે ચાલીને હું શું મોઢું બતાવીશ, એમ વારંવાર પિતાના આત્માને ઠપકે આપી વિષયવિકાર મંદ કરી પ્રથમ ભૂમિકામાં આવવા મથવું ઘટે છે “દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મેક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રેગ.” ૧૦૦૪ અમાસ, શ્રાવણ સુદ ૧, સોમ, ૨૦૦૯ સત્સંગના વિયેગમાં જીવને બાહ્ય ત૫ ઉપર વિશેષ લક્ષ રહે છે. બાર પ્રકારનાં તપમાંથી સ્વાધ્યાય, ધ્યાન, કાયેત્સર્ગ આદિ કરી શકાય. જે શીખ્યા હોઈ એ તેના વિચાર, ભાવનામાં રહેવાથી તપ કરતાં પણ વધારે અત્યારે લાભ છે. તપથી પુણ્યસંચય થશે, તે એક ભવમાં સુખનું કારણ છે. જે સમ્યકત્વ થવા અર્થ, આત્માની યોગ્યતા વધવા તથા પરમકૃપાળુદેવનું કહેલું સમજવા અર્થે તપ થાય તે લેખામાં છે, પણ કુગુરુઓના સંગમાં કંઈ તે કરવું જ પડે એમ કરીને કરે તે આત્માના ગુણ સમ્યકત્વ આદિ પ્રગટ થવાનું કારણ ન બને. તબિયત છે તેવી જ છે. દવા ચાલુ છે. આત્મા ની રેગી થાય તે ભાવના છે. ૧૦૦૫ અગાસ, શ્રાવણ સુદ ૫, ૨૦૦૯ ભાઈ, મુમુક્ષુ જીવે કઠણમાં કઠણ સાધનની પ્રથમ માગણી કરવી ઘટે છે. બાહ્ય અનુકૂળતા-પ્રતિકૂળતાને લક્ષ જીવે ઘણું ભવમાં રાખે છે. હવે તે આત્માને અનુકૂળ હોય તે જ કરવાને દઢ નિશ્ચય કર ઘટે છેજ. પ. પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે પરમકૃપાળુદેવે અમને વિરહમાં રાખીને પકવ્યા છે. વિરહકાળમાં પણ જે સત્સંગને લક્ષ બળપૂર્વક જીવ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy