SearchBrowseAboutContactDonate
Page Preview
Page 811
Loading...
Download File
Download File
Page Text
________________ બાધાકૃત મથાળે લખેલાં અવતરણ વારંવાર વાંચી મુખપાઠ કરવા યોગ્ય છે. આપણે કેટલું તેમાંથી કરી શકીએ તેમ છે તે વિચારી, બને તેટલે તે દિશામાં વર્તવાને પુરુષાર્થ કર્તવ્ય છે. આપણું આચરણથી કોઈનું મન કચવાવાનું બને તેમ હોય તે વિચાર કર્તવ્ય છે. ધર્મ એ શાંતિનું કારણ છે. સર્વને શાંતિ પ્રાપ્ત થાઓ એવી ભાવના અને બનતું વર્તન રાખવું ઘટે છે. તેથી બીજાને પણ કોઈ વખતે ધર્મપ્રાપ્તિનું કારણ બનવા ગ્ય છે. ધર્મને કારણે કલેશ કર નથી પણ સમજાવીને, સન્માર્ગે દેરીને ધર્મ કર તથા કરાવ ઘટે છે. પિતાનું આથી હિત થશે એમ જેને હૃદયમાં બેસે તેને વગર કો હિત કે સુખનું કારણ ગમે છે અને તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. માટે આચરણ કરતાં સમજણ ઉપર ધર્મમાં વધારે ભાર મુકાય છે. જેની પાસે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ છે તેને ઘેર સમજણને ભંડાર છે, પણ જીવની યેગ્યતા પ્રમાણે તેમાંથી તે ગ્રહણ કરી શકે છેજ. નદીમાં પાણી ઘણું હોય પણ જેની પાસે જેવડું વાસણ હોય તેટલું પાણી તે લઈ શકે છે. માટે ગ્યતા કે આત્માથપણું પ્રાપ્ત થાય તે પ્રયત્ન કર્તવ્ય છે. “કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી-દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” આવી દશા પ્રાપ્ત કરી સદ્ગુરુને બોધ વિચારે તે સુવિચારદશા પ્રગટે અને સુવિચારણા જાગે ત્યાં આત્મજ્ઞાન થાય એમ આત્માર્થીનાં લક્ષણમાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે વારંવાર વિચારવા ભલામણ છે. શ્રી આત્મસિદ્ધિ મુખપાઠ ન હોય તે કરી લેવા ભલામણ છે. રોજ આત્મસિદ્ધિને સ્વાધ્યાય કરતાં રહેશો તે પરમકૃપાળુદેવની સમજણ હૃદયમાં ઊતરતાં વાર નહીં લાગે. પ. પૂ. પ્રભુશ્રીજીએ વટામણ તેમના પત્ર ઉપર પત્ર લખાવેલે, તે બને તે જ વાંચવાને કે મુખપાઠ થઈ જાય તે મેઢે બેલવાને નિયમ રાખશે તે સશ્રદ્ધાને બળવાન કરે તે પત્ર હિતકર અને નિર્મળભાવ પ્રગટાવનાર છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક. – તબિયત કંઈક સુધારા પર છે. પગે એકાદ માઈલ ચલાય, વધારે ચાલતાં પગની નસે દુખે. દવા ચાલુ છે. બનવાનું હશે તેમ બનશે. પરમકૃપાળુદેવની કૃપા સિવાય કંઈ ઈચ્છવું નથી. ૧૦૦૩ અગાસ, તા. ૯-૮-૫૩ તત છે. સત્ અષાડ વદ ૦)), રવિ, ૨૦૦૯ “વિષયવિકાર સહિત જે, રહ્યા મતિના ગ; પરિણામની વિષમતા, તેને વેગ અગ. મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.” (૫૪) પૂ.પુછાવે છે કે ત્યાંના લેકે આમંત્રણ આપે તે શું કરવું? વ્યવહાર લાંબે કરે હોય તે પણ થાય, ટૂંક કરે હોય તે પણ થાય. ટૂંકી જિંદગીમાં જેમ જેમ જીવ ત્યાગવૈરાગ્યથી વ્યવહાર સંકેચીને વર્તશે તેટલે બોજો એ છે. બીજાને ત્યાં જવું હોય તે તેમને
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy