________________
પગસુધા
૭૮૩
૧૦૦૦
અગાસ, તા. ૨૮-૭–૫૩ તત્ કૈં સત્
અષાડ વદ ૨, મંગળ, ૨૦૦૯ નિર્વાણુ માર્ગે સુવહાણ જેવા, કુસંગકાર્યો ય મુકાવનાર;
સન્માર્ગ આપી ય ટકાવનારા, શ્રીમદ્ ગુરુ છે જગમાંહિ ન્યારા ! ગઈ સાલની પેઠે તમને કુસંગને વળગાડ લાગે છે. રવછંદ વર્તી કાર્ય કરવા નિર્ણય કરી આજ્ઞા માગે છે તે આગમ વિરુદ્ધ છે. ભલે તમે દેવ ગુરુ સાચા માનતા હે, પણ હજી પરમકૃપાળુદેવમાં પરમેશ્વરબુદ્ધિ યથાર્થ થઈ જણાતી નથી, તેથી જ્યાંત્યાં માથાં ભરાઈ જાય છે. આ કડક શબ્દો લખવાનું કંઈ કારણ હશે જાણી આત્મપરીક્ષા કરી પરમકૃપાળુદેવ સિવાય કેઈ ઉદ્ધાર કરે તેમ નથી એ દઢ નિશ્ચય કરવા ભલામણ છે. જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કૂવા છે. ત્યાં તરીલાં ચાકળા લઈને જાઓ, કૂવામાંથી પાણી કાઢવા પ્રયત્ન કરે તે ત્યાં કાદવ સિવાય કંઈ હાથ લાગશે નહીં, મહેનત વ્યર્થ જશે. કાગળ લખવા વિચાર નહેતે પણ એમ ને એમ માનમાં વહ્યા જશે, તેને કહેનાર કઈ ત્યાં નથી એમ જાણ દયાભાવથી કાગળ લખે છે. તેને સવળે વિચાર કરી નમ્રતા ધારણ કરી, વીસ દેહાને વારંવાર વિચાર અનુપ્રેક્ષા કરી એક “સદ્દગુરુ સંતસ્વરૂપ તુજ એ દઢતા કરી દે જ” એ ભાવમાં આત્માને લાવશે અને અન્ય જનનાં વ્રત અને પરમકૃપાળુ પ્રભુશ્રીજીને હાથે મળેલાં વ્રતમાં આભ જમીનને ભેદ છે તે વિચારી બાહા આશ્ચર્ય ભૂલી ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી ઘેર બેઠા બેઠા મંત્રની માળા ગણવાને પુરુષાર્થ કરશે તે વહેલે નિવેડે આવશેજી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૦૦૧
અગાસ, તા. ૬-૮-૫૩, ગુરુ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુર તરણતારણ મોક્ષમાર્ગદર્શક
શ્રીમદ્ રાજચંદ્ર દેવને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર! “આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્યસંગનું બળ ઘટે છે, સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાને અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ફ્લેશ અને સર્વ દુઃખથી રહિત એ મેક્ષ થાય છે, એ વાત કેવળ સત્ય છે.” (પ૬૯)
વિ. આપને પત્ર મળે. બોધની તમે માગણી કરી છે તેના ઉત્તરમાં જણાવું છું કે હું તે પામર છું, પરંતુ તે સજીવન મૂર્તિને વચને આ પત્રને મથાળે ટાંકયાં છે તે વિચારશે તથા તેને ઉપકારને હરદમ યાદ લાવી, તેણે જણાવેલ માર્ગે મારે મેક્ષ થશે એવી દઢ શ્રદ્ધા કરશોજી. તે કહે તેમ નહીં વર્તાય ત્યાં સુધી મેક્ષ દૂર ને દૂર જ લાગશે, રહેશે. પૂર્વનાં ઘણા પુણ્યના પુંજથી આ દુર્લભ મનુષ્યદેહ મળે છે. પુરુષનાં દર્શન, સમાગમ અને આજ્ઞાની પ્રાપ્તિને સુગ મળે છે, પણ જીવ હજી ગળિયા બળદની પેઠે રસ્તામાં બેસી પડશે, આગળ નહીં વધે, આ રખડતા-રઝળતા આત્માની દયા નહીં લાવે તે આવા દુર્લભ યેગ જીવે ઘણુ વાર ગુમાવ્યા છે તેમ આ ભવ પણ વ્યર્થ વહ્યો જશે. માટે આત્મજ્ઞાન કરી મેક્ષપ્રાપ્તિને ઉપાય ઉપર મથાળે લખ્યું છે તે વિચારી યથાશક્તિ તે દિશામાં પુરુષાર્થ