SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૨ બેધામૃત તેમ પિતાના દોષ દેખીને દોષ ટાળવાના નિયમથી આત્મા પવિત્ર થાય છે અને સમકિતનું કારણ થાય છે. તેનું ફળ મેક્ષ આવે છે. તે સમજવા આ લખવું થયું છે તે વિચારી તે દિશામાં પણ પુરુષાર્થ કરતા રહેવા ભલામણ છે. શરીર અર્થે કંઈ કરવું નથી. મેક્ષમાર્ગમાં મદદ કરે તે અર્થે દવા વગેરે ચાલુ છે.જી. હાલ કંઈક ઠીક છેજ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૯૮ અગાસ, અષાડ સુદ ૧૪, શનિ, ૨૦૦૯ અનન્ય શરણના આ૫નાર એવા શ્રી સદગુરુ પરમ દયેયવરૂપ શ્રીમદ્ રાજચંદ્રદેવને અત્યંત ભક્તિથી નસરકાર “સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, કર્મરાજનાં જડિયાં.” – નરસિંહ મહેતા તમારું કાર્ડ આવ્યું. સમભાવે સહન કરવાનું શીખવવા જ આ દરદ ઉપદેશરૂપ છે. મરણ આવ્યા પહેલાં સદૂગુરુશરણે સુખદુઃખ સમાન ગણવાને તેને ઉપદેશ દઢ કરી લેવાય તે જરૂર સમાધિમરણ થાય. જે જે કર્મના ઉદયપ્રસંગે આવે છે તે સવળાં કરતાં આવડે તે તે જ તારનાર બને એ મહાપુરૂષોને અભિપ્રાય છે. સમકિત આગે બધું સવળું બને છે. તે અર્થે શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપાની તૈયારી જોઈએ. સદ્દગુરુને વેગ અને બંધ જોઈએ તે અનંતકાળથી નથી થયું તે આ દુર્લભ ભવમાં સુલભ થાય તેમ છે. તેની જ ભાવના રાખી હવે તે ચેતી લેવા જેવું છે. આટલી બધી સામગ્રી ફરી ફરી મળવી મુશ્કેલ છે માટે મરણિયા થઈને પણ ચેતવું એ ૫. ઉ. પ્રભુશ્રીજીને બેધ સ્મૃતિમાં આવે છે. અહોરાત્ર સ્મરણમાં ગાળવાને પુરુષાર્થ હાલ થઈ શકે તેમ છે, તે પ્રસંગને લાભ લઈ તેવી ટેવ પાડી દેવા ભલામણ છે. જરા દુઃખને પ્રસંગ દૂર થયે કે આ સંસારના વિકલ્પ ઘેડેસવાર થઈ જીવને દોડાવ્યા કરે છે તેને કાબૂમાં રાખી, ગંભીરતાથી અગત્યનું કામ ચકાય નહીં તેમ પ્રવર્તવા વિનંતી છેo. અગાસ, અષાડ વદ ૨, ૨૦૦૯ “અહે! અહે! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો! ઉપકાર.” – શ્રી આત્મસિદ્ધિજી ક્રોધ, માન, માયા અને લેભ દિવસે દિવસે ઓછા કરવાને પુરુષાર્થ કર્તવ્ય છે. જેને સમકિત સાચી શ્રદ્ધા પ્રગટ કરવાની ભાવના હોય તેમણે કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; - ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” આ ગાથાનો વિચાર કરી શાંતિમાં વિશેષ રહેવાય, ઈરછાઓ અ૯પ થાય અને શરીર, ભોગ અને ભવ પ્રત્યે વૈરાગ્ય જાગે તેવી વિચારણા અને આચરણ કર્તવ્ય છેઝ. આવી યોગ્યતા આવ્ય સદ્ગુરુના યેગે બેધની પ્રાપ્તિ થયે જીવને આત્મજ્ઞાન કે સમ્યક્દર્શન પ્રગટે છે. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મેહ થઈ પામે પદ નિર્વાણ.” આ આત્મસિદ્ધિશાસ્ત્રમાં માર્ગ દર્શાવ્યું છે તે વિચારી વૈરાગ્ય-ઉપશમ વધારશોજી.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy