SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ બધામૃત (૪) પ્રશ્ન – પરમાર્થનું ક્ષીણપણું છે માટે વર્તમાનકાળને દુષમકાળ કહ્યો છે? કે દુષમકાળ છે માટે પરમાર્થનું ક્ષીણપણું છે? ઉત્તર – પરમાર્થમાર્ગને મેગ્ય પુણ્યવાળા બહુ ઓછા જેવો હોવાથી આ કાળને દુષમ કહ્યો છે. જેનાં કર્મને લઈને કાળને પણ કલંક લાગ્યું છે, પણ તેમાં જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રત્યે ઉલ્લાસભાવ રાખી મોક્ષ-પુરુષાર્થ કરનારને કાળનું દુષમપણું નથી; એટલે પરમાર્થનું ક્ષીણપણું મોટે ભાગે ઘણા જીના પાપકર્મના ઉદયે છે. કાળ કોઈને હાથ ઝાલવા આવતે નથી કે તને પરમાર્થમાં નહીં પ્રવર્તાવા દઉં! પણ જીવના અંતરાય કર્મના ઉદયે તથા મિથ્યાત્વભાવના ઉદયે તેને સંસારમાં પ્રવૃત્તિ કરવાનું સચેતપણું વર્તે છે અને પરમાર્થમાં પ્રમાદી બને છે. એ જીવને જ વાંક છે, કાળને દોષ નથી. સારાં નિમિત્તો ન મળે તે કાળને પ્રભાવ જીવનાં કર્મને લઈને બને, પણ પુરુષાર્થ કરવા ધારે તે જીવ તેમાં વહેલામોડો ફળીભૂત થાય છે. | (૫) પ્રશ્ન-પ્રારબ્ધ અને પુરુષાર્થનો સંબંધ સવિસ્તર સમજાવશોજી. ઉત્તર–મનુષ્યભવ મળે છે તે પ્રારબ્ધ છે. “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળે, તેયે અરે ભવચકને આંટો નહીં એક્કે ટળ્યો.” ત્યાં પુરુષાર્થની ખામી બતાવી. જીવે પૂર્વે પુરુષાર્થ કરેલે, પુણ્યાદિ બાંધેલાં તે અત્યારે પ્રારબ્ધના નામથી ઓળખાય છે. તે તે ભવમાં તેનું નામ પુરુષાર્થ હતું. માત્ર કાળભેદ છે. બીજા ભવમાં પુણ્ય બાંધવાને પુરુષાર્થ કર્યો તે મનુષ્યભવ મળે. જેણે પુરુષાર્થ નહેતે કર્યો તે કીડી, કાગડા, કૂતરારૂપે અવતર્યા છે. પહેલાના પુરુષાર્થના ફળને અહીં પ્રારબ્ધ કહે છે. જે મેક્ષ થાય તે પુરુષાર્થ અત્યારે કરે છે તે ખરા પુરુષાથ છે, તેને ભવ કપાય છે. જે પ્રમાદ સેવે, પાપ બાંધે તે અવળે પુરુષાર્થ કરી મનુષ્યભવ હારી બેસે છે અને ચાર ગતિમાં ભટકે છે. ત્યાં તેને કાગડા-કૂતરાના ભવરૂપે પ્રારબ્ધ ભેગવવું પડે છે. “પ્રવેશિકા'માં રાત્રિભૂજન વિષેના પાઠમાં શિયાળનું દષ્ટાંત છે; તેમાં રાત્રે પાણી નહીં પીવાને એટલે પાપમાં નહીં પ્રવર્તતાં વ્રત પાળવાને પુરુષાર્થ તેણે કર્યો તે મનુષ્યભવ તે પામ્યું અને ત્યાં મોક્ષપુરુષાર્થથી મુક્ત થયું. આવું પ્રારબ્ધ-પુરુષાર્થનું સ્વરૂપ છે. જેણે પ્રારબ્ધ બાંધ્યું છે તે તેને ફેરવી શકે, નાશ કરી શકે છે. નાશ ન થઈ શકે તે કઈમેક્ષે જાય જ નહીં. માટે જ્ઞાનીની આજ્ઞા આરાધવાથી મુક્તિ મળે છે એમ દઢ કરી આજ્ઞા-આરાધનને પુરુષાર્થ મનવચનકાયાના ત્રણે ગે કર્તવ્ય છે. . (૯) પ્રશ્ન-ઈશ્વરેરછાથી જે કઈ પણ છાનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તે તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ” (૩૯૮) અંડરલાઈન કરેલા શબ્દો સમજાવે. ઉત્તર– “જ્ઞાનીને “પ્રારબ્ધ”, “ઈશ્વરેચ્છાદિ બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે ઈશ્વરને વિષે કઈ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી, તે ઈચ્છાવાન કહેવા ગ્ય છે. જ્ઞાની ઈચ્છારહિત કે ઈચ્છાસહિત એમ કહેવું પણ બનતું નથી; તે સહજસ્વરૂપ છે.” (૩૭૭) આમાં પરમકૃપાળુદેવે જે અર્થમાં “ઈશ્વરેચ્છા” શબ્દ વાપર્યો છે તેને ખુલાસે છે. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે” (૨૫૪). ત્યાં “ઈશ્વરને અર્થ છે. અને “ત્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy