________________
૭૬૦
બેધામૃત
નાસિક, તા. ૨૮–૧–૫૩ તત્ ૐ સત
મહા સુદ ૧૪, બુધ, ૨૦૦૯ સમાધિ પાન તમે બધા સાથે વાંચે તે સારું, કેમ કે એકલાં કરતાં સત્સંગમાં વંચાય તે વધારે સારું સમજાય, એકબીજાને પુછાય અને ચર્ચા થાય તે જેણે સત્સંગમાં કંઈ સાંભળ્યું હોય તે જાણવા મળે.
ચિ. વસુમતીના પ્રશ્નનો ઉત્તર સમજાય તેમ લખું છું. કઈ પૂછે કે તું કેણ છે? તે તું શું કહે ? વસુમતી. પણ હાથ વસુમતી? આંખ વસુમતી? પગ વસુમતી ? તું કહે કે બધુંય વસુમતી. તે મરી જાય ત્યારે બધુંય પડ્યું રહે છે, તેને ઘરમાં કોઈ રાખતું નથી, બાળી નાખે છે અને અત્યારે ઘરથી કાઢી મૂકતા નથી તેનું કારણ શું? તું કહે કે અંદર જવ છે તે જતું રહે છે, પછી બાળી નાખે છે તે તે જીવ વસુમતી કે દેહ વસુમતી ? બીજે જીવ જન્મ ત્યારે વસુમતી તરીકે કોઈ નહીં ઓળખે, બીજું નામ પાડશે; તે જીવ પણ વસુમતી ન નીકળે. આમ હું કોણ છું? તેને વિચાર જીવે નથી કર્યો. પિતાનું સ્વરૂપ જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે શ્રદ્ધા કરવી અને ચારિત્ર એટલે સ્થિર થવું એ છે. તેનું ઓળખાણ નથી તે જ મોટી ભૂલ છે. તે જ ભૂલને લીધે દેહ તે હું એવું થઈ ગયું છે. દેહ દેખાય છે પણ દેખનારો દેખાતું નથી. તેને ઓળખવા જ્ઞાની પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી તેની આજ્ઞા આરાધે તે કોઈક દિવસે શુદ્ધ આત્માનું ભાન થાય તેમ છે. તેને વિચાર સમાધિ પાનમાં પાછળના પત્રમાં આવશે. તે વાંચવા-વિચારવા ભલામણ છેજ. શાંતિઃ
૯૬૧ . નાસિક રેડ, મહા સુદ ૧૫, ૨૦૦૯ અસાર અને ફસાવનાર એવા સંસારથી જેનું મન ઉપશમ પામ્યું છે, જડ વસ્તુઓથી નિરંતર ઉદાસીનતા જેને વર્તતી રહે છે, સદ્ગુરુનાં વચને અમૃત તુલ્ય લાગે છે અને તેનું જ જેના આત્માને સદાય પિષણ મળ્યા કરે છે, તેને ધન્ય છે, સમકિત પામવાને તેવા જીવ યોગ્ય બને છે. મળેલી સામગ્રી લૂંટાઈ જતાં પહેલાં તેથી આત્મહિત સાધવા જે સપુરુષાર્થ કરે છે કે તેવી ભાવના રાખે છે તે મેક્ષમાર્ગ સમજી આરાધી શકે છે. માટે વર્તતી ભાવના વર્ધમાન થયા કરે અને અનાદિકાળથી વિસારી મૂકેલા આત્માની સંભાળ લેવાનું વિના વિલંબે બને તેવો પુરુષાર્થ તે સત્પરુષાર્થ છે. જગતની મોહિનીને ભય રાખી, સત્પરુષનાં વચનનું બખ્તર ધારણ કરી, શૂરા થઈ મેહની સામે સંગ્રામ કરવાને છે. તે કામ અલ્પ સમયમાં આરાધી લેવા યોગ્ય છેછે. કાળને ભરૂં નથી, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે ત્યાં પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદમાં વર્તતી રતિ ટાળી નિરંતર પ્રમાદ એ કરવાને લક્ષ સમજુ પુરુષે રાખે છે, તેમને પગલે પગલે ચાલવાની ભાવનાવાળા મુમુક્ષુઓ પણ પ્રમાદને વિશ્વાસ નહીં કરતાં સપુરુષાર્થની ભાવના રાખી બને તેટલું આત્મહિત સાધવા ઉદ્યમી રહે છે. જે શાંતિઃ
નાસિક રોડ, તા. ૩-૨-૫૩
મહા વદ ૪, મંગળ, ૨૦૦૯ ભક્તિ ભલી ભગવંત તમારી, સૌ સાધનને સાર; પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે, ક્ષતણી નહીં વાર.