________________
પત્રસુધા
૭૫૯
અવશ્ય છે (૫૮૮) એમ પરમકૃપાળુદેવનું વચન છે તે લક્ષમાં રાખી મંત્રના સ્મરણમાં આપણું ચિત્ત રાખીશું તે જરૂર લાભ થશેજી.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
- ૫૭
અગાસ, તા. ૨૭-૧૨-પર માંદગી દરમિયાન દેહાધ્યાસની પરીક્ષા થાય છે. જે દેષ દેખાય તે દૂર કરવા અસંગ ભાવનાની વૃદ્ધિ થાય તેવા પુરુષાર્થ પ્રત્યે વલણ થાય તેમ નિશ્ચય કર્તવ્ય છે. ખરો ધર્મ પરમકૃપાળુદેવે કહ્યો છે તે એ છે–
“છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ; નહિ લેતા તું તેહને, એ જ ધર્મને મર્મ. એ જ ધર્મથી મેક્ષ છે, તું છે મેક્ષસ્વરૂપ;
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” એ જ ભાવના વહ્યા કરે તેમ વર્તવા ભલામણ છેજ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૮
નાસિક રેડ, તા. ૨૨-૧-૫૩ તત્ સત્
મહા સુદ ૭, ૨૦૦૯ “ઈચ્છા વર્તે અંતરે, નિશ્ચય દઢ સંકલ્પ
મરણ-સમાધિ સંપજે, ન રહે કાંઈ કુવિકલ્પ.” વિ. આપનાં કાર્ડ મળ્યાં છે. હાલ ચારેક દિવસથી અહીં હવાફેર માટે આવવું થયું છે. તબિયત હજી નરમ રહ્યા કરે છે. આપની પરમકૃપાળુદેવના શરણની ભાવના પણ જાણી સંતેષ થયે છે. પરમકૃપાળુદેવના આશ્રિતનું તે કલ્યાણ જ થવા ગ્ય છે. સહનશીલતા, દયા, શાંતિ, સમતા, ક્ષમા એ સમાધિમરણ વખતે મિત્રતુલ્ય છે. “ઉપગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજે.” (૩૭) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તથા “પરમશાંતિપદને ઈચ્છીએ એ જ આપણે સર્વ સંમત ધર્મ છે” (૩૭) એ લક્ષમાં રાખી જ્ઞાનીને શરણે બુદ્ધિ રાખી નિર્ભયપણાને અને નિઃખેદપણને ભજવાની શિક્ષા માન્ય કરી આનંદમાં રહેવા ગ્ય છેજ. કઈ પણ કારણે આ સંસારમાં ફ્લેશિત થવા યોગ્ય નથી. આત્મવિચારમાં રહેવા ભલામણ છે. આપણું કંઈ નથી. પરમકૃપાળુદેવની કૃપાને પાત્ર થઈએ એ જ ભાવના, મંત્રસ્મરણ અંતપર્યંત કર્તવ્ય છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
નાસિક રેડ, મહા સુદ ૧૪, ૨૦૦૯ વાંચવાનું, ગેખવાનું, મુખપાઠ કરેલું ફેરવવાનું કરવા ઉપરાંત વિચાર કરવાનું શીખવાનું છે. રોજ એકાદ પત્ર વિચાર કરવા રાખવે ઘટે છેજ. આખા દિવસમાં જ્યારે પાંચ-પંદર મિનિટ મળે ત્યારે તે પત્ર સંબંધી વિચાર કરે છે એમ રાખવું, અને બને તે સૂતાં પહેલાં તે પત્ર વિષે કંઈ નવી વિચારણા કે જીવનમાં સુધારણા કરવાની સકુરણું વગેરે થાય તેની નેધ રાખતા જવાથી એક પ્રકારે પિતાને જીવન-વિકાસ કે ફેરફારને ક્રમ સમાજમાં આવે તેવું બને.