SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૭૫૭ જે દાનબુદ્ધિથી એરડી વગેરે કરાવી આશ્રમને સોંપવામાં આવે છે તે મમત્વભાવ તજવા માટે છે. આશ્રમમાં મારું મકાન છે એ ભાવ સ્વપ્ને પણ આણવા જેવા નથી. મુમુક્ષુએ તે જમણે હાથે દાન કર્યું હાય તે ડાખા હાથ ન જાણે તેવી ત્યાગભાવના રાખવા યોગ્ય છે. પેાતાના વારસને તેના હક છે એમ જણાવનાર ભૂલ ખાય છે, જેને પેાતાનું મકાન ન હાય તેને પણ અહીં આવનારને મકાન રહેવા મળી રહે છે. આજ સુધી તમને પણ મળી રહેતું અને હવે તમને અને તમારા વારસને નહીં મળે એવી ફિકર તમને પેઠી છે? કે તે જ મકાન તમારે કે વારસે વાપરવું એવું વીલમાં લખ્યું છે? આ તે તમારું મમત્વ હૃદયમાંથી દૂર થવા લખ્યું છે, ઠપકો નથી. સત્સ`ગમાં નહીં અવાય એવી કલ્પના પણ સેવવા યાગ્ય નથી. પણ આશ્રમમાં દૈહ છૂટે તે સમાધિમરણનું કારણ મને અને એવા લક્ષ, ભાવના કર્યા કરવી ઘટે છેજી. સમાધિમરણ સિવાય બીજા વિચારા આત્મઘાતક છે એમ વિચારી વૃદ્ધ અવસ્થામાં, મહાભ્યાધિના ઉદયમાં મુમુક્ષુ જીવે જાગ્રત જાગ્રત રહી આત્મભાવ પાષવા ઘટે છે. ક્લેશકારી પત્નીના વિયાગથી શાંતિ લેવાનું ભૂલી ખીજી ઉપાધિ વધારે તે વિચારવાન ન કહેવાય. ૐ શાંતિઃ ૯૫૧ અગાસ, સં. ૨૦૦૯ તમારી ભાવના સત્સ`ગની રહે છે. લક્ષ્મીનું સ્વરૂપ પરમકૃપાળુદેવે “મેાક્ષમાળા’’ના ‘ખરી મહત્તા' વિષેના તથા ‘પરિગ્રહ' વિષેના પાઠમાં વર્ણવ્યું છે. તે વારંવાર વિચારી તે ક્દમાંથી નિવૃત્તિ કેમ પ્રાપ્ત થાય, તેના વિચારમાં રહેવું યેાગ્ય છેજી. પૂણિયા શ્રાવકની વાત તમે સાંભળી હશે. રાજ એ આનાની કમાણીમાંથી બે જણના નિર્વાહ ચલાવવાનું તે કરતા અને કઈ બચત કરી ફૂલ ખરીદી ભગવાનની પૂજા કરતા. સામાયિક (બે ઘડી આત્મવિચાર-ધ્યાન) એવું કરતા ભગવાને શ્રેણિક રાજાને કહ્યું કે તેની એક સામાયિકનું ફળ તને મળે તે તું નરકે જતા અચે. એટલે એક સામાયિકત્રત યથાયેાગ્ય થાય તે તેનું પુણ્ય એટલું હોય છે કે તે ભાગવવાનું સ્થાન દેવલાક સિવાય બીજું નથી. અત્યારે જે કમાણી દેખાય છે તે ‘ભિખારીના ખેદ્ય' વિષે ‘મેાક્ષમાળા'માં પાઠ છે તેના જેવી છે. તેમાં રાચવા જેવું નથી. છૂટવાની ભાવના દિવસે દિવસે વધમાન કરવી અને બંધન થાય તેવાં કથી કંટાળા જીવને આવે, સત્સ`ગ સાંભર્યાં કરે અને છૂટવા માટે ઝૂરા રહ્યા કરે તેમ કર્તવ્ય છે. ‘“તત્ત્વજ્ઞાન’”માં ‘પુરાણુ પુરુષને નમાનમઃ'ના મથાળાવાળા લેખ (૨૧૩) તથા પત્રાંક ૨૫ અને પ૭૨ વાર વાર વિચારવા તથા મુખપાઠ કરવા ભલામણ છેજી. તમારી મેકલેલી ચીજો દ્વારા તમે ભાવના કરી, પણ મને પેાતાને સ્વીકારવાથી બેજારૂપ હાવાથી લઈ શકયો નથી તે ક્ષમા કરશે. હવે નવું દેવું કરવા વિચાર નથી. પ. પૂ. પ્રભુશ્રીજીએ જરૂર પડે તે અર્થે સાધકસમાધિ ખાતેથી વાપરવા છૂટ આપી છે પણ વિલાસ અર્થે નહીં. ૯૫૨ તત્ સત્ આપના પત્ર મળ્યા. આપની ભાવના જાણી. પરમકૃપાળુદેવને શરણે જ્યાં પ્રારબ્ધાશ્રીન અદીનપણે વિચરવું થાય તે હિતકર સમજવું ઘટે છેજી. એક સાચું શરણું મળ્યું છે તેને તે અગાસ, તા. ૩૧-૧૦-૧૨ કાર્તિક સુદ ૧૩, ગુરુ, ૨૦૦૯
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy