________________
૭૪૬
આધામૃત
પેાતાને નહીં તે પોતાના પાડોશીને પણ કંઈ મળ્યું હશે તે આપણા કામમાં કેાઈ વિસ આવશે એમ જાણી મનુષ્યભવ સફળ કરવામાં પ્રબળ સાધન એવા સત્સ'ગના યાગ સને પ્રાપ્ત થાએ, તેમાં વિન્નરૂપ હું ન થાઉં એવી ભાવના અને આચરણા સર્વ મુમુક્ષુએ કર્તવ્ય છે.
૯૨૨ તત્ સત્
सोरठा - मोहनींद के जोर, जगवासी घूमे सदा । कर्मचोर चिहूँ ओर, सर्वस्व लूटे सुध नहीं ॥ सद्गुरुदेव जगाय, मोहनींद जब उपशमे । तब कछु बने उपाय, कर्म चोर आवत रुके ॥ આપની તબિયત ઘણી નરમ પત્રથી જાણી ધર્માંસ્નેહને લઈને ખેદ થયા. પણ જ્યાં ઉપાય નહીં ત્યાં સહનશીલતા એ જ સમતાના ઉપાય છેજી. પૂર્વકર્મ કોઈ ને છેડતાં નથી. કોઈનું દેવું કર્યું હાય તે લેવા માટે ઉઘરાણી કરે તેમ બાંધેલાં કર્મ ફેરા મારે છે. તેને સમતા, સહનશીલતા, ધીરજ, સ્મરણમંત્રની ધૂન વગેરે મૂડીમાંથી આપી વિદાય કરવા યાગ્ય છેજી. બિચારાં કર્મ છૂટવા માટે આવે છે, તે વખતે જીવ શૂરવીર થઈ ભોગવી લે તે હલકો થાય. ખેડ કરીને ભાગવે તે નવાં કર્મ બંધાય અને ભાગવવાં તે પડે જ, માટે સદ્ગુરુશરણે અને તેટલી શક્તિ એકઠી કરી મ`ત્રના સ્મરણમાં રહેવું. પાસે હેાય તેમને મંત્ર ખેલવા કહેવું અને આ અવસર ખરી કસેટીનેા છે એમ ગણી વેદનાને નમતું ન આપવું. ઊલટું એવી ભાવના કરવી કે આથી ખમણું આવવું હોય તે આવે, મારું કામ સહન કરવાનું છે તે સદ્ગુરુશરણે કઈ પણ સુખની ઇચ્છા રાખ્યા વગર મરણુપર્યંત ધીરજ રાખવી છે. પાછા હઠવું નહીં, હિંમત હારવી નહીં. જે થાય તે જોયા કરવું. આત્મા છે, તે નિત્ય છે. તેનેા નાશ થવાને નથી, દુઃખના નાશ થવાના છે. કરેલાં કર્મ છૂટે છે. હિંમત રાખી બધાય સારાં-માઠાં કર્મ છેડી મેક્ષે જવું છે. ધાણીમાં ઘાલીને પીલ્યા હતા તેવા મુનિએ મેાક્ષની ભાવનામાં લીન થવાથી મેક્ષે ગયા છે; તેટલું બધું તે દુઃખ મને નથી? માટે આ દુઃખથી મન ડોલાયમાન ન થાય અને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મ`ત્રમાં ભાવ રહે, પરમકૃપાળુદેવની સહનશીલતા, ધીરજ, સમાધિ લક્ષમાં રાખી રાતદિવસ સમય વિતાવવા છે, એ લક્ષ રાખશે.
આહાર, તા. ૬-૩-પર ફાગણ સુદ ૧૦, ૨૦૦૮
પત્રાંક ૪૬૦ શારીરિક વેદનાને દેહને ધર્મ જાણી સમ્યક્ પ્રકારે મહિયાસવા-વેદવા ચેાગ્ય છે એ વાર વાર વાંચવા સાંભળવાનું કરશે તથા સમાધિમરણનું પ્રકરણ સમાધિસોપાનમાંથી વાંચવાનું બને તેા કરશે!. ક'ઈ ન બને તે પરમકૃપાળુદેવને શરણે જે થાય છે તે ભલાને માટે જ થાય છે એવા વિશ્વાસ રાખી સહન કર્યા કરવું. ગુરુને શરણે આત્માને વાંકે વાળ થય તેમ નથી. સાગ તે છૂટશે, તેમાં રાગ રાખવા નથી. સદ્ગુરુએ કહ્યો છે તેવા નિગ્રંથમાના સદાય આશ્રય રહેા. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ
૯૨૩
આર્હાર, તા. ૧૦–૩–પર ફાગણ સુદ પૂર્ણિમા, સામ, ૨૦૦૮
તત્
સત્
શ્રીમદ્ રાજચંદ્ર નવી આવૃત્તિ વાંચતા વિચારતા હશે. તેમાં આજ્ઞામાં એકતાન થવા વિષે પ્રેરણા કરતા એક નાનો પત્ર ૧૪૭ મે છે તે વારવાર લક્ષમાં રાખવા વિન ંતિ છેજી,