SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૯૧૯ જૅવાદિ તત્ત્વને શ્રદ્ધાંને, સહિત જ્ઞાન ચારિત્ર; સાધે તે મુક્તિ લડે, થાય અન ત પવિત્ર. ભક્તિને અર્થે આ દેહ છે તેથી બનતી સંભાળ રાખી જરૂર પડે તેવા ઉપચાર કરતા રહેશેાજી. પણ ખરી દવા પ. ઉ. પ્રભુશ્રીજીએ આપેલા મત્ર છે તેને લક્ષ ચુકાય નહીં તેવા પુરુષામાં રહેવા ભલામણ છેજી. શાતા-અશાતા સરખી ગણવાનેા જ્ઞાનીને ઉપદેશ છે તેવા અભ્યાસ થાય તે અર્થે આ વેદની આવી છે એમ ગણવા યેાગ્ય છે. ૭૪૫ અગાસ, તા. ૧૭-૧૧-૫૧ ર૦ ઇદાર, તા. ૧૬-૧-પર અવસર આવ્યે જીવે જે શુભ કામ કરી લીધું તે લેખાતું છે. ભવિષ્યમાં જે થવું હોય તેમ થાઓ, પણુ જ્ઞાનીના માને પામ્યા છે તે જીવે કોઈ પણ કારણે ક્લેશિત થવા ચાગ્ય નથી. આ શરીર સાથે જીવને જે ક`યેાગે સ`સ્કાર સબંધ હશે તે વ્યતીત થયે તે દેહના વિયેાગ નિશ્ચય થશે, પરંતુ પરમકૃપાળુદેવને આશ્રયે દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે કે જે આશ્રયને પામીને જીવ તે જ ભવે અથવા ભાવિ એવા થાડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે; મેક્ષપ્રાપ્તિ કરે. આવું પરમ બળવાન, જ્ઞાનીના આશ્રયનું ફળ પરમકૃપાળુદેવે પ્રકાશ્યું છે, તે આખર સુધી પરમકૃપાળુદેવનું શરણુ દૃઢપણે પકડી રખાય એ જ પુરુષાર્થ કત વ્ય છેજી. જ્ઞાનીપુરુષે જાણ્યા છે, માન્યા છે, અનુભવ્યેા છે અને તે જ રૂપ થયા છે તેવા આત્મા મારા છે, તે પરમ આનંદરૂપ, અન ત સુખનું ધામ છે, તેના આગળ મરણકાળનાં ભયંકર દુઃખ કંઈ ગણતરીમાં નથી. એક ભવ જ્ઞાનીને આશ્રયે ગળાય તેા અનંત ભવનું સાટું વળી રહે તેવા લાભ તેવા આશ્રયપૂર્ણાંક જીવનના જાણી, બીજી બધી ઇચ્છા તજી, મ`ત્રસ્મરણુ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' એમાં સર્વ સાધન સમાય છે એવા નિર્ધાર રાખી તેમાં જ ચિત્તની લીનતા કરવા ભલામણ છેજી. પત્રાંક ૬૯૨ વારંવાર સાંભળવાનું બને તેમ કવ્ય છેજી. સ્મરણ કરતાં સદા આનંદમાં રહેવું એમ પ. પૂ. પ્રભુશ્રીજીએ સમાધિમરણનાં સાધનરૂપ કહ્યું છેજી. ૯૨૧ બીજાની વેદના, પરાધીનતા, દુઃખ આદિ દેખી મુમુક્ષુ ઈંદાર, પોષ વદ ૧૧, બુધ, ૨૦૦૮ જીવે પેાતાના વિચાર કરવાના છે. આવી દશા એવાં કર્માંના ઉદય હોય તે આપણને પણ આવે એમ વિચારી વૈરાગ્યની વૃદ્ધિ કબ્ય છે. મરણને રાજ વિચારી સમાધિમરણની તૈયારી કરતા રહેવાની જરૂર છે. જે જે જીવાને અવિનય, સંતાપ આદિ વડે દૂભવ્યા હાય તેમની પાસે નમ્રપણે તેવા દાષા ફરી ન કરવાની ભાવનાથી ક્ષમા યાચી નિઃશલ્ય થવું ઘટે છેજી. કાલે શું થશે તેની આપણને ખખર નથી, માટે જે જે ક્ષણ મનુષ્યભવની જીવવાની મળે છે તે રત્નચિંતામણિ તુલ્ય ગણી જ્ઞાનીની આજ્ઞામાં ગાળવાનો દૃઢ નિશ્ચય કરવા ઘટે છે તથા દેહ-માઠુ વિસારી ધ`પ્રેમમાં ચિત્ત ચાંટાડવું ઘટે છેજી. મુમુક્ષુજીવે પરસ્પર કેમ વવું, એકબીજાની ધર્મ ભાવના કેમ વધે તેના વિચાર કરી ધર્મલાભ તરફ વૃત્તિ દૃઢ કરવી ઘટે છે. ધન તે પૂર્વ પુણ્યને આધીન છે, પરંતુ ધર્મ તે જીવને છૂટવાની ગરજ જાગી હોય અને તે પ્રત્યે પ્રખળ ખેંચ હોય તેા જ ટકાવી શકાય છે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy