SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૭૩૩ પાર્થ હાથ ધર યોગ્ય છે. જેને સદૂગુરુનું શરણ, સ્મરણ, ભક્તિની પ્રાપ્તિ થઈ છે તેણે તે સંસારનું સ્વરૂપ વારંવાર વિચારી આવા દુઃખરૂપ સંસારમાં ફરી જન્મવું જ ન પડે તે માર્ગ આરાધવા કેડ બાંધવી. ઘટે છે. મારું ગયેલું પાછું મેળવવા માટે બહુ શ્રમ લે પડશે એવો વિચાર મંદ કરી, જે મારું હોય તે જાય જ નહીં અને ગયું તે મારું હોય જ નહીં એમ દઢ વિચાર મનમાં ઠસાવ ઘટે છે. નાશવંત વસ્તુને મેહ જીવને નિત્ય, પરમાનંદરૂપ એવા આત્માનો વિચાર કરવા દેતું નથી. તેથી મેહ મંદ થાય તેવું “શ્રીમદ્ રાજચંદ્રનું પુસ્તક વાંચવા, વિચારવા તથા તેમાંથી મુખપાઠ કરવાનું રાખશો તો હિતનું કારણ છે. જે વખતે મંદ કર્મને ઉદય હોય ત્યારે સત્પરુષનાં વચનમાં વિશેષ વૃત્તિ રાખી વૈરાગ્ય વધારવાથી જીવને ઘણું લાભ થાય છે. લેભ કષાયને મંદ પાડવાનો નિશ્ચય કરવાથી અને તે પ્રકારમાં યથાશક્તિ વર્તવાથી જીવ મોક્ષમાર્ગમાં ઉત્સાહી થાય છેજ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૯૬ અગાસ, અષાડ સુદ ૧૪, મંગળ, ૨૦૦૭ વિ. આપનો ક્ષમાપનાપત્ર મળે છે. સમાચાર જાણ્યા છે. ગત ભાવે વિસ્મરણ કરી નિઃશલ્ય થાઉં છું. પરિણામધારા તરફ વૃત્તિ રહે અને દોષ દેખી દો ટાળી નિર્દોષ થવાનો પુરુષાર્થ થયા કરે એ જ ભલામણ છે. કેવળ અંતર્મુખવૃત્તિ સતત રહે એ નિગ્રંથનો મુખ્ય માર્ગ છે. બીજી પ્રવૃત્તિમાંથી બનતી નિવૃત્તિ શોધી આત્મકલ્યાણ વર્ધમાન થાય તેમ સ્મરણમાં પ્રવૃત્તિ સમાધિમરણ અર્થે કરવાનું ન ચુકાય તેમ કર્તવ્ય છેજી. ક્ષણિકતા શરીર, સંસાર અને ભેગની વારંવાર લક્ષમાં રહે, તેની જ વાત કથા વિશેષ થયા કરે અને એમને આ જ ગમે છે એમ બીજાને સમજાતું જાય તેમ વર્તવાથી બહારની ડખલ ઓછી થશે. પણ ક્યારે કે આપણને જ મરણ વારંવાર સાંભરશે ત્યારે. મરણ નજીક હોય તે આ બધી પ્રવૃત્તિ જેમ આપણે ખસેડી મૂકીએ તેમ સમાધિમરણની તૈયારી કરવી હોય તે તે બધું બને તેટલું ઓછું કરવું જ પડશે. નછૂટકે કરવું પડે તેટલું સમિતિપૂર્વક પ્રવર્તાય તેમ કર્તવ્ય છેજ. શાંતિઃ ૮૯૭ અગાસ, તા. ૧૭-૭ - ૫૧ તત ૐ સત અષાડ સુદ ૧૪, મંગળ, ૨૦૦૭ પૂ... લખે છે કે કઈ કઈ દિવસ નિત્યનિયમ થતું નથી, તે હવેથી કાળજી રાખી દિવસે કે રાતે એક વખત તે જ નિત્યનિયમ કરે. મનમાં એકલા એકાંતમાં બેસીને બેલી શકાય. માળા હાથનાં આંગળાં વડે ગણી શકાય. હરતાં ફરતાં મંત્રમાં ચિત્ત રાખવાની ટેવ પડશે તે ચિત્તમાં બીજા વિચારો નહીં આવે અને મૂંઝવણ નહીં થાય. આત્મસિદ્ધિ શીખવાની ભાવના હોય તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરીને આજ્ઞા લેવી કે હે ભગવાન ! મારે આત્મસિદ્ધિશાસ્ત્ર મારા આત્માના કલ્યાણને અર્થે શીખવું છે, એવી પ્રાર્થના કરી ગોખવાની શરૂઆત કરવી. રોજ નિયમિત બે-પાંચ ગાથા કરવાનો નિયમ રાખ્યો હોય તે થોડા દિવસમાં મુખપાઠ થઈ જશે. પછી છપદને પત્ર મુખપાઠ કરી લેવા જેવો છે. જેટલું મુખપાઠ થાય તેટલાને દિવસે કે રાત્રે વિચાર કરો અને સમજવું. “નિત્યનિયમાદિ પાઠ”ની ચૂંપડીમાં આત્મસિદ્ધિના અર્થ છે; તે મુખપાઠ થયેલી ગાથાઓ સમજવાના કામમાં
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy