________________
७३२
બેધામૃત
૮૯૩ અગાસ, વૈશાખ વદિ ૦)), સેમ, ૨૦૦૭ જાગ્યા ત્યારથી કે સમજ્યા ત્યાંથી સવાર ગણીને હવેનું જીવન પવિત્ર ભાવથી ગાળવાનો નિશ્ચય જીવ કરે છે તેમ કરી શકે છેજ. જે રસ્તે લૂંટાયા તે રસ્તે હવે નથી જવું એમ નિશ્ચય કરી સત્સમાગમ શોધી પરમકૃપાળુદેવનું શરણ સમજીને તે સ્વીકારવાથી જીવનું કલ્યાણ થવું ઘટે છેજ.
માત્ર શિખામણ અર્થે પત્ર લખ્યું હોય તે નીચેની શિખામણ લક્ષમાં રાખશેજી – બાળવા ગ્ય ક્રોધ છે; ટાળવા યોગ્ય માયા-કપટ છે; વાવવા યોગ્ય વિનય છે; સાધવા ગ્ય સંતોષ છે, સમજવા યોગ્ય પુરુષનું શરણ છે. આ વાત સત્સમાગમ સમજી હદયમાં લખી રાખવાની છે.
૮૯૪
અગાસ, તા. ૨૦-૬-૫૧ તતું કે સત્
જેઠ વદ ૧, બુધ, ૨૦૦૭ વિ. આપનું કાર્ડ મળ્યું, વાંચી વિગત જાણી છેછે. સંસારમાં આવાં દુખ આવે તેમાં નવાઈ નથી. દરિયામાં પાણી ખારું ખારું જ હોય છે તેમ સંસારમાં દુઃખ, દુઃખ અને દુઃખ જ છે. સુખ લેવા જીવ જાય છે પણ દુઃખ ખમીને ધરાઈ જાય છે, છતાં સંસારની મીઠાશ છૂટતી નથી એ એક આશ્ચર્ય છે! આવું સંસારનું સ્વરૂપ મહાપુરુષે જાણ્યું તેથી તેને મોહ છોડી સંસારના મૂળરૂપ દેહાધ્યાસ કે મિથ્યાત્વ તેને તેમણે ક્ષય કર્યો અને આત્માને અર્થે જ મનુષ્યભવ ગાળીને મોક્ષે ગયા. આપણે એમને પગલે પગલે ચાલી દેહને બદલે આત્માની સંભાળ રાખતાં શીખીશું તે અનંત સુખને માર્ગે ચઢીશું. માટે “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે,”(૧૯) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે લક્ષમાં રાખી વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ અને ત્યાગનો લક્ષ રાખી વર્તમાન સંજોગોમાં વર્તવું પડે તેમ ઉદાસીનભાવે વર્તવા ભલામણ છે અને ભવિષ્યમાં સંસારથી છુટાય તેમ વર્તી આત્મહિતને મુખ્ય રાખી જીવન ગાળવા ભલામણ છેજ. શેકના પ્રસંગમાં ખેદ સામાન્ય માણસને થયા વિના ન રહે પણ તે ખેદને વૈરાગ્યમાં પલટાવી નાખવો અને પિતાનો વિચાર કરે કે આટલું વિશેષ જીવવાનું ભાગ્ય મને પ્રાપ્ત થયું છે તે મરણ આવતા પહેલાં વિશેષ ભક્તિભાવ વધારીશ તે આવા મરણને બદલે સમાધિમરણ સાધવાને લાગ હજી મારે માટે છે. દરરોજ ભક્તિ કરવાને નિત્યનિયમન ચુકાય એ લક્ષ રાખી, બને તે તત્ત્વજ્ઞાનના પાછલા ભાગમાં કાવ્યો છે તે વાંચી, વિચારી મુખપાઠ કરવાનું રાખશે. નવરાશના વખતમાં સ્મરણ મંત્રમાં ચિત્ત રાખવાની ટેવ પાડવા ભલામણ છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૯૫
અગાસ, તા. ૨૨-૬-૫૧ પૂ.એ આપની આફતની વાત કરી. સંસારમાં આવા પ્રસંગો આવવા એ નવાઈની વાત નથી. અનાદિકાળથી જીવ ઠગાતે આવ્યા છે. પાંચ ઇન્દ્રિયના વિષયે, કષાય, પ્રમાદ, મિથ્યાત્વ આદિ ચેર ઠગારા આપણા જ હૃદયમાં વાસ કરી આ આત્માનું બૂરું કરવામાં કંઈ કચાશ રાખતા નથી. તે બધાને ઓળખી તેમને હાંકી કાઢી આત્માને શાંતિ થાય તે પુરુ