________________
પત્રસુધા
૮૫૧
તત્
સત્
અહં શોન | Don't be dejected, Cheer up. દોહરા – શરમ, દયા, સંયમ તથા બ્રહ્મચર્ય શિવદાય;
સતત દે શિક્ષા મને, તે ગુરુ પૂજ્ય સદાય. ૧૩ (શવૈકાલિક ૯મું અધ્યયન) આપે જે કઈ સાંભળ્યું અને ચેગ્ય લાગ્યું તે વિદિત કર્યુ છે તેમાં કઈ ખેદ કરવા જેવું નથી જ. સારી સૂચના કરતાં ડરવા જેવું કંઈ નથી. ખેદનું કંઈ કારણ નથી. માત્ર મનને જો શરીર પર પણ અસર કરે; માટે તે ભૂલી જઈ સ્મરણમાં ચિત્ત રાખી આનંદમાં રહે એ જ ભલામણ છે. આટલાથી ચિત્તમાં સ્વસ્થતા રહેતી ન જણાય તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ વિનયપૂર્વક ‘ક્ષમાપનાનો પાઠ’ એલી જવા ભલામણ છેજી.
જેમ સુખ ઊપજે તેમ વર્તવું ઘટે છેજી. મન નિઃશલ્ય કરો. ફરજ કોઈ વખતે આકરી પણ આવી પડે છે, તેમાં ગભરાવું ઘટતું નથી. વ્યવહારનું સ્વરૂપ એવા જ પ્રકારનું જાણી તે પ્રત્યે ઉદાસીનતા સુજ્ઞ પુરુષા રાખે છેજી. અંતરમાં શીતલીભૂત રહેતાં શીખા એ જ વિનંતી છેજ. આપણી કોઈને દુભાવવાની ભાવના ન હોય તેા ઘણું કરી દુભાવવા જેવું થતું નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
606
અગાસ, તા. ૨૦-૮-૫૦ શ્રાવણ સુદ ૭, ૨૦૦૬
૮૫૨
અગાસ, તા. ૨૮-૮-૫૦
પ`ષણ એટલે ભગવાનની ઉપાસના છે. અનાદિકાળથી પર્યુષણુપર્વ ઊજવાયા કરે છે એમ માન્યતા છે. તે દિવસેામાં કષાયની મંદતા થાય, ભક્તિભાવ વધે, જ્ઞાન-ધ્યાનના જોગ અને, મૈત્રીભાવ આદિ ચાર ભાવનાઓને અભ્યાસ થાય અને આખા વર્ષીમાં થયેલા દોષો દૂર કરવાની ભાવના પાષાય. ટૂંકામાં જન્મમરણ છૂટે તેવા ઉપાયા વિચારવા, આદરવા માટે એક અઠવાડિયું સાધર્મી ભાઈઓ સાથે ગાળવાનું એ પર્વ નિમિત્ત છે,
પરમકૃપાળુદેવે પત્રાંક ૯૪૩, ૯૪૪, ૯૪૫ પર્યુષણુ આરાધના ઉપર લખ્યાં છે તે વાંચી તે દિવસેા કેમ ગાળવા તે વિશેષ પ્રકારે વિચારશેાજી, તમારે ઉપવાસ કરવાની ઇચ્છા હાય
૮૫૩
દિવસે સવારમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ રાજ ભાવના કરવી. ભક્તિ એ મુખ્ય વસ્તુ છે એ લક્ષ રાખી યથાશક્તિ તમારી ઇચ્છા પ્રમાણે તપસ્યા કરવામાં હરકત નથી. લૌકિક માન આદિ ભાવમાં તણાવું નહીં. આત્મભાવના વિશેષ થાય તેમ પ્રવવું. તેથી સાથેલગા ઉપવાસ લેવા કરતાં રાજ શક્તિ જોઈને લેવાનું રાખવું. સયમ, સ્વાધ્યાય, સ્મરણમાં ચિત્ત રાખવું. કોઈ પ્રત્યે પણ દ્વેષ ન થાય કે ન રહે તે લક્ષ રાખશેાજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
مر
અમાસ, તા. ૨૯-૮-૫૦ શ્રાવણ વદ ૨, ૨૦૦૬
દોહરા — જરા ન પીડે જ્યાં સુધી, વ્યાધિ વર્ષો ના જાય; મંદ પડે ના ઇન્દ્રિયા, ત્યાં સુધીઁ ધર્મ સધાય. ક્રોધ હશે પ્રૌંતિ, વિનયને – માન હશે એ જાણુ, માયા મિત્રોને હશે, લેશે સની હાણ.