________________
આધામૃત
૮૫૦ તત્ સત્ દાહરા — આશાતના સદ્ગુરુની, શિરથી પર્યંત-ભંગ; સૂતા સિંહ જગાડવેા, વ છેકે અગ. કદાચ શિરે તાડૅ ગિરિ, કુપિતસિંહના ખાય; વા ન છેદે અંગ, પણ – ગુરુ હોલી મેાક્ષ ન જાય. ધ્યાનહેતુ ગુરુમૂર્તિ છે, ગુરુ-પદ પૂજા-ખીજ; મંત્રખીજ ગુરુવાકય છે, ગુરુકૃપા મેાક્ષ-ખીજ. (ગુરુ-કરુણા શિવ-ખીજ)
આપનું રિપ્લાઈ-કાર્ડ મળ્યું. પ્રશ્ન ઉત્તમ છે પણ તેને સારી રીતે જણાવવા જેવી મારી ચેાગ્યતા નથી તેથી ક્ષમા ઈચ્છું છું. જીવ અનંતકાળથી રખડ્યો છે તેનું કારણ મુખ્ય આશાતના છે એમ પ. પૂ. પ્રભુશ્રીજી પાસેથી અનેક વાર સાંભળ્યું છે. પણ તેથી ચેતી તે પરમ સત્સ'ગના લાભ લેવે! જોઈએ તેવા લીધા નહીં, તેને અત્યારે પશ્ચાત્તાપ થયા કરે છેજી. એવા યાગ ભવ ભમતાં કાઈક જ વાર પ્રાપ્ત થાય છે. મરુદેવીમાતાના જીવ નિગેાદમાંથી નીકળી કેળ થઈ મનુષ્યભવ પામી તીર્થંકરની માતા બની મેક્ષે ગયાં એવી કથા છે, તે વિષે શાસ્ત્રો એવા ખુલાસા કરે છે કે તેમને આશાતના અલ્પ હતી તે ટળતાં વાર ન લાગી. આ જીવ ઘણા ભવથી આશાતના કરતા આવ્યા છે, તેથી મુક્ત થવા જ્ઞાનીપુરુષની આજ્ઞા કેવળ અપ ણુભાવે ઉઠાવવી ઘટે છેજી, વચનામૃતમાં પત્રાંક ૩૯૭ મા ક્ષાયિક સમ્યક્ત્વ સ’બધી છે તે વારવાર વાંચવા, મને તે રાજ વિચારવા ભલામણ છેજી. તેમાંથી તમારા પ્રશ્નના ઉત્તર પણ મળી આવવા સ‘ભવ છેજી. જ્ઞાનીપુરુષોએ કહેવામાં બાકી નથી રાખ્યું, આ જીવે કરવામાં બાકી રાખ્યું છે; તે જો કરવાની ભાવનાથી વાંચશે, વિચારશે, ભક્તિ કરશે તેા ક્ષાયિકસમકિત થશે અને તીર્થંકર-નામકર્મ પણ માંધશે. સમાધિસેાપાનમાંથી સેાળ કારણભાવનામાં પ્રથમ દનવિશુદ્ધિ છે તે પણ વિચારવાથી સમકિત નિ`ળ દૃઢ અને ક્ષાયિક કેમ થાય તે સમજી શકાય તેમ છે. બધામાં મૂળ કારણુ જ્ઞાનીપુરુષના ચેાગ અને જીવના પ્રખળ પુરુષાર્થ છેજી. પૂ. સેાભાગ્યભાઈ તથા પ. પૂ. પ્રભુશ્રીજીને પરમકૃપાળુદેવ વિના એક ક્ષણ ગાળવી તે મરણુતુલ્ય લાગતી હતી. એટલી બધી વિરહવેદના તેમને લાગતી તે તેમના પત્રોમાં જણાય છે, કે વિરહવેના કહી જતી નથી અને સહી પણ જતી નથી. એવી પરાભક્તિ પામ્યા વિના ક્ષાયિક-સમકિત વિષે સમજ આવવી પણ દુભ છે, તે તેની પ્રાપ્તિ તેા અતિ દૂર રહી. “નિરંતર ઉદાસીનતાના ક્રમ સેવવા, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું” વગેરે પત્રાંક ૧૭૨ માં સાત કારણા કહ્યાં છે તે ક્ષાયિકસમકિતનાં કારણ સમજાય છે, માર્ગાનુસારી જીવને તે હૃદયમાં વસી જાય તેવાં છે. છેલ્લે સહી કરતાં પરમકૃપાળુદેવ લખે છે: “સર્રકાળ એ જ કહેવા માટે જીવવા ઇચ્છનાર રાયચંદની વંદના.” આ જ પરમકૃપાળુદેવને કહેવું છે, તે જ સમજવા અને આરાધવા જેવું છે. વિશેષ સમાગમે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૦૬
અગાસ, તા. ૧૯-૮-૫૦ શ્રાવણ સુદ ૬, શનિ, ૨૦૦૬