________________
૫૦. "
બોધામૃત
સદ્ગુરુ સ્વરૂપ સદા સુખદ, શ્રવણ મનનને યોગ્ય;
અભ્યદય સંપત્તિ સહિત, આપે આત્મ-આરોગ્ય. ૨ આ જીવે મનુષ્યભવનું જીવન શા અર્થે છે તે વારંવાર વિચારવા ગ્ય છે. જ્ઞાની પુરુષેએ ગૃહસ્થાશ્રમમાં રહેલા ધર્માત્મા ને ચાર પ્રકારે પુરુષાર્થ કરવાનું જણાવ્યું છે. તે પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચાર પુરુષાર્થમાં ધર્મ પહેલે મૂકયો છે તેનું કારણ એ છે કે અર્થ અને કામ એવા હોવા જોઈએ કે જેનું પરિણામ ધર્મ થઈને ઊભું રહે. આ સંબંધી વિશેષ વિચાર અને તેનું સ્વરૂપ સત્સમાગમથી સમજવા યોગ્ય છે. ટૂંકામાં ન્યાય, નીતિ અને પ્રામાણિકતાથી ધનની પ્રાપ્તિ કરવી, તે પણ ધર્મને અર્થે. આજીવિકા અર્થે ધનનું ઉપાર્જન કરવું થતું હોય તે પણ દેહ જેને ધર્મને અર્થે છે તેને તે દેહને નિર્વાહ થવાને અર્થે ધનનું ઉપાર્જન કરવું તે પણ ધર્મને અર્થે થયું. આત્માની અંતર્વિકલવૃત્તિ દૂર કરી શાંત ભાવમાં પરિણામ પામવાને અર્થે કામાદિ પરિણામ થતાં હોય તે દૂર કરી શાંતિપરિણામ એટલે સર્વ વિભાવથી રહિત થવાને અર્થે અને સદ્ગુરુની આજ્ઞાએ પ્રવર્તવાને અર્થે, દુરાચાર એટલે સાત વ્યસન અને અભક્ષ્યાદિને ત્યાગ કરી જે આત્માથી જીવોની કામાદિકમાં પ્રવૃત્તિ રહે છે તે ખેદ સહિત રહે છે. ખેદ સહિત વૃત્તિની વિકળતા દૂર કરવી તે પણ પરિણામે ધર્મ જ નીપજે. એટલે ધર્મ જેનું મૂળ છે તેવા અર્થ અને કામ અમુક ભૂમિકા સુધી આત્માર્થી જીવને પણ રહે છે. તે સર્વનું પરિણામ ધર્મ હોય તે મનુષ્યભવનું સાર્થક થયું ગણાય. તે ધર્મની પ્રાપ્તિ ધર્માત્મા પાસેથી થાય છે, આટલું નિઃશંક માનવું. આત્માનુભવી, પ્રગટ આત્મ-અનુભવમાં, શુદ્ધ ઉપયોગમાં જે નિરંતર રહે છે એવા પુરુષની આજ્ઞાએ જીવન પૂર્ણ કરવું તે સાર્થક છે. આ દેહ વડે કરવા યોગ્ય એક જ કાર્ય છે કે પ્રગટ બોધમૂર્તિ, જ્ઞાનાવતાર સદ્ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું અને તેને ચરણકમલમાં સર્વભાવની અર્પણતા કરી નિઃશંકતા ધારણ કરવી. સદ્દગુરુને વિષે અને તેના બોધને વિષે અપૂર્વ ભાવ અને ત્યાં જ પરમ ઉલ્લાસ રહે અને તેમાં નિરંતર આત્માની વૃત્તિ જોડવી તેને જ્ઞાની પુરુષોએ પરમ ધર્મ કહ્યો છે.
| # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૫.
અગાસ, તા. ૫-૪-૩૦ ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહે રાજી રહે.” મનુષ્યભવ વ્યર્થ ન જાય તે માટે સત્પરુષને કોઈ મંત્ર કે બેધ પ્રાપ્ત થયું હોય તેનું વારંવાર કાળજીપૂર્વક સ્મરણ કર્તવ્ય છે”. “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયે છતાં સિદ્ધિ થઈ નહીં,” આમ પુષ્પમાળામાં પરમકૃપાળુદેવે આ મેહનિદ્રામાં ઊંઘતા જીવને જાગ્રત કરવા અર્થે જણાવ્યું છે, તે લક્ષમાં લઈ પુરુષ મળ્યા પહેલા કાળ અને પછીના કાળમાં કંઈ ભેદ પડે તે પુરુષાર્થ કર્તવ્ય છે. કુંદકુંદ સ્વામી અષ્ટ પાહુડીમાં જણાવે છે કે જીવે
જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ કરી નથી ત્યાં સુધી તે જીવતું મડદું છે. તે જ પરમ અર્થને પરમકૃપાળુદેવે આપણા જેવા બાળ જીવોને સમજ પડે તેમ ભાવમરણ” રૂપે કહ્યો છે. જેટલી ક્ષણે પુરુષના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં લક્ષ આપ્યા વિનાની જાય છે, તે સર્વ ક્ષણે ભયંકર