________________
પત્રસુધા
સમ્યદર્શનનાં આઠ અંગ ૧. નિશકિતપણું – હિંસામાં ધર્મ હશે કે અહિંસામાં ? ક્ષણિકવાદ સાચો હશે કે નિત્યવાદ? ઈત્યાદિ શંકાઓ તજી સ્યાદ્વાદ અને સર્વજ્ઞ વીતરાગ વિષે નિઃશંકપણું તે પ્રથમ અંગ છે.
૨. નિષ્કાંક્ષિતપણું – આ લેક પર લેકમાં ઇન્દ્રિયનાં સુખરૂપ ફલની ઈરછા વિના ધર્મનું આરાધન કરવું, નિયાણું, તૃષ્ણ, આશા, વાસના ન રાખવી તે બીજું નિષ્કાંક્ષિત અંગ છે. નિસ્પૃહા, નિર્મોહીપણું એ ટૂંકામાં બીજું અંગ છે.
૩. નિર્વિચિકિત્સા – રેગી વૃદ્ધ આદિ ધર્મમૂર્તિરૂપ સપુરુષની સેવા કરે પણ ગ્લાનિ, સૂગ, દુર્ગાછા ન આણે નમ્રપણું, મલિનપણું આદિ ધર્માત્માનાં અંગના ધર્મસૂચક લક્ષણેને દૂષણરૂપ ન ગણવાં, પણ પિતાના દેષ પ્રત્યે અણગમે રાખી તે દોષ દૂર કરે તે નિર્વિચિકિત્સા નામે ત્રીજો ગુણ છે.
૪. અમૂઢદષ્ટિ – રેવતી શ્રાવિકાની પેઠે કુદેવ, કુગુરુ આદિ ઇંદ્રજાલિયા ચમત્કાર કરનારથી ઠગાય નહીં, ભ્રાંતિમાં ન પડે, હિંસામાં ધર્મ ન માને, લૌકિક ધર્મ-યાત્રા, ક્રિયા આદિ–માં ગાડરિયા પ્રવાહ ન જોડાય, શીતળા, પીંપળા, દરિયા આદિ ન પૂજે. લૌકિક પર્વ, ઉત્સવમાં ધર્મ ન માને. રાગ-દ્વેષ-અજ્ઞાનથી રહિત તે દેવ, હિંસારહિત સર્વજ્ઞ ભગવાને બધે તે ધર્મ અને નિર્ગથ જ્ઞાની ગુરુની માન્યતા રાખવી તે અમૂહદષ્ટિ નામે ચોથું અંગ છે.
૫. ઉપગૃહન – પિતાના ગુણની પ્રશંસા ન કરે, પણ સદ્ગુણ પ્રાપ્ત કર્યા કરે, પરના દોષ ઢાંકે, પિતાને દોષ લાગ્યા હોય તેનું સદ્ગુરુ સમક્ષ આલેચના સહિત પ્રાયશ્ચિત્ત લે, પિતાની નિંદા કરે અને પરની નિંદા તજે, સદ્ગુરુના ગુણ ગાય તે ઉપગૂહન નામનું પાંચમું અંગ છે.
૬. સ્થિતિકરણ – ધર્મમાંથી ચળી જતાં, ડગતાને ધર્મમાં સ્થિર કરવા ઉપદેશ, આહાર, ધન, સેવા, દવા વગેરેથી સંકટમાં સહાય કરે. ધર્મત્યાગ કરાવનારાં નિમિત્તે કારણે દૂર કરે. પિતે ધર્મથી ડગે નહીં. સ્થિરતા ગુણ, ધૌર્ય, સહનશીલતા, ખમી ખૂંદવું, વિકલ્પમાં ન તણાવું એ સ્થિતિકરણ નામે છઠું અંગ છે.
૭. વાત્સલ્યતા – ગાય જેમ નવા જણેલા વાછડા ઉપર પ્રેમ રાખે તે ભાવ જિનમાર્ગ અને સન્માર્ગે ચાલનાર સમકિતી, વતી, મુનિ, આફ્રિકા આદિ પ્રત્યે રાખે. તન, મન, ધન, ધર્મ અર્થે જાણે તે વાત્સલ્યતા નામે સાતમું અંગ છે.
૮. પ્રભાવના – સત્યમાર્ગને ઉદ્યોત કરે. વિદ્વત્તાથી, તપથી, અભ્યાસથી, સદાચારથી તથા જિનમંદિર, પ્રતિષ્ઠા, તીર્થયાત્રા, લહાણુઓ વગેરે વડે ધર્મને મહિમા વધારે તે પ્રભાવના નામે આઠમું અંગ છે. ઈમ્ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, માગશર સુદ ૮, ૧૯૮૬ દુહા- બડે ભાગ્યસે હોતા હૈ, સાચે સંતક સેવ;
તિન પર તુરત હી રઝશે, પરમ કૃપાળુદેવ. ૧