________________
૬૫૪
બેધામૃત
અનંતગણી છે એમ જ્ઞાની પુરુષે કહે છે. તેને પહોંચી વળવા આજથી તૈયારી કરે તેને આખરે ગભરામણ ન થાય. ક્ષમા, ધીરજ, શાંતિ, સહનશીલતા એ ગુણે જેમ જેમ વર્ધમાન થશે તેમ તેમ સમાધિમરણની તૈયારી થશે. માટે માંદગી આવી પડે ત્યારે તે સમાધિમરણની તૈયારી જરૂર કરવી છે એવો નિશ્ચય કરવા યોગ્ય છે. મુનિવર ઉદીરણું કરીને એટલે જાણી જોઈને દુઃખ ઉત્પન્ન કરીને આત્મભાવના કરે છે. તે એવા આશયથી કે દુઃખના વખતમાં કે મરણ સમયે આત્મભાવના ખસી ન જાય. જેને વેદની આવી પડી છે તેણે યથાશક્તિ સહનશીલતા, ધીરજ આદિ ગુણ ધારણ કરી દેહથી પિતાનું ભિન્ન સ્વરૂપ વિચારી અસંગભાવને ભાવતાં ઘણી નિર્જરા થાય છે. સ્મરણમંત્રને અભ્યાસ પાડી મૂકવા જેવું છે. તેથી દેહ છૂટતી વખતે પણ પરમકૃપાળુ દેવ અને તેમણે આપેલા મંત્રમાં જ વૃત્તિ રહે તે સમાધિમરણ કરે છે. જીવ ધારે તે કરી શકે એમ છે. મનુષ્યભવ છે ત્યાં સુધી જ્ઞાની પુરુષની શિખામણ લક્ષમાં રાખી શકાય છે. ભવ બદલી ગયા પછી બધું ભૂલી જવાય છે. માટે કઈ પણ પદાર્થમાં મેહ નહીં રાખતાં, નિર્મોહી દશા, સમભાવના, આત્મભાવનામાં વિશેષ વિશેષ ઉપગ રહે તેમ પિતે કરવું. પિતાથી ન વંચાય તે બીજા પાસે તેવું વાંચન કરાવવું અને સાંભળવું. બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. માટે ભવિષ્યની ચિંતા નહીં કરતાં તથા મરણનો ડર નહીં રાખતાં મનુષ્યભવની જે ક્ષણે આપણને મહાપુણ્યથી મળી છે તે દરેકને સદુપયેગ થાય, જ્ઞાની પુરુષના આશ્રયે ગળાય તે પ્રકારે સાવધાનીથી વર્તવા ગ્ય છે. જ્ઞાની પુરુષને આશ્રયે આયુષ્ય હોય ત્યાં સુધી જીવવું છે અને અંતકાળે પણ તેમનું શરણ સુકાય નહીં તેવા પુરુષાર્થમાં રહેવું છે, એ નિશ્ચય કર્તવ્ય છે. “કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે લક્ષ રહ્યા કરે તેમ કરશે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૭૪
અગાસ, ભાદરવા સુદ ૧૦, ૨૦૦૪ નિત્ય નવન ઉત્સાહથી, ધરજે પ્રભુનું ધ્યાન;
સ્મરણ કરજે પ્રીતથી, તજી દેહ-અભિમાન. આપે પત્રમાં જે જે ભાવ દર્શાવ્યા છે તે વારંવાર વિચારી વૈરાગ્યની વૃદ્ધિ કર્તવ્ય છેજી. ખેતરમાં ખાતરની પેઠે વૈરાગ્યનું બળ જીવમાં હશે તેટલી જીવ પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધી શકશે. બીજું પૂનામાં પરમકૃપાળુ પ્રભુશ્રીજીએ સર્વ મુમુક્ષુઓને પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ મુકાવી કહેવરાવેલું કે “સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે.” તે વારંવાર તમે ત્યાં એકઠા થતા હો ત્યારે વિચારશે. અને પરમકૃપાળદેવની આજ્ઞારૂપે વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, યમનિયમ, આત્મસિદ્ધિશાસ્ત્ર, છપદને પત્ર, મહામંત્ર વગેરેની પ્રાપ્તિ થઈ છે તે અહોભાગ્ય છે. તેમાં જેટલો પ્રેમ રાખીશ તેટલું મારું કલ્યાણ થશે. પરમકૃપાળુદેવ જે મારા ઉપર ઉપકાર કરનાર આ ભવમાં કોઈ નથી એ લક્ષ રહેશે તે તે મહાપુરુષોના ઉત્તમ ઉત્તમ ગુણ તેમના પત્રો વગેરેથી વાંચતાં તે પરમપુરુષની દશા વિશેષ વિશેષ સમજાશે અને તે પુરુષનું ઓળખાણ થયે અનંતાનુબંધી આદિ કર્મો દૂર થઈ સમ્યકત્વની પ્રાપ્તિ થવા યોગ્ય છે. આવો મહદ્ લાભ આ કાળમાં આ ભવમાં