________________
બેધામૃત
અગાસ, તા. ૨૫-૭-૪૮ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જે
તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ ”
આપ વેદનાથી કંટાળી ગયેલા જણાઓ છે અને વેદનાને અંતરાયકર્મ જેવું ગણે છે પણ તેમ યોગ્ય નથી. વેદનીય કર્મને બળ આપનાર મોહનીય કર્મ છે એટલે દેહાધ્યાસને લીધે વેદનીય કર્મ જેમ છે તેમ સમજાતું નથી. સમજણની ખામી છે ત્યાં સુધી એકને બદલે બીજું સમજાય છે. વેદનીય કર્મને દેહની સાથે સંબંધ છે અને મેહનીય કર્મ, દેહ પિતાને નથી તેને પિતાને મનાવે છે, તેથી દેહ પિતાને મનાયે ત્યાં દેહમાં જે થાય તે પિતાને થાય છે એમ મનાય છે. આત્મા અને દેહ બન્ને પદાર્થ ભિન્ન છે એવી દ્રવ્યદષ્ટિ થયે દેહના ફેરફારે કે અવસ્થાએ પિતાનાં મનાતાં નથી. પોતાને સ્વભાવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર છે તેને બાધા કરનાર કારણે દુઃખરૂપ લાગે છે, પણ શરીરને બાધા કરનાર રેગાદિક આત્માને બાધા કરતા નથી, એમ જાણી મહામુનિઓ તેમાં ઉપેક્ષા કરે છે એટલે તેમાં તણાતાં નથી. ધર્મસાધનમાં શરીર પણ એક સાધન છે, એમ જાણી તેની સારવાર કરવા, દવા કરવા જરૂર પડવે પ્રયત્ન કરે, તે પણ લક્ષ બીજે છે. શરીર પ્રત્યે મમતા નથી, પરંતુ પરમાર્થનું સાધન જાણી તેમ કરે છે. જ્ઞાની પુરુષોએ વેદનાને અઘાતી કર્મ કહ્યું છે એટલે આત્મગુણને તે ઘાત કરી શકતી નથી. કેવળજ્ઞાન થયા પછી પણ વેદનાને ઉદય સંભવે છે. વેદનાની હાજરી આત્મગુણને કાંઈ બાધા કરતી નથી, પરંતુ કેટલે દેહાધ્યાસ છે તે વેદનાના અવસરે જણાય છે અને એ દેષ જાણ્યા પછી મુમુક્ષુછવ દેહાધ્યાસ ઓછો કરવા પ્રયત્ન કરે છે, કારણ કે –
“છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ; નહિ ભક્તા તેહને, એ જ ધર્મને મર્મ.”
૭૭૦
અગાસ, તા. ૨૭-૮-૪૮ તત્ સત્
શ્રાવણ વદિ ૮, ૨૦૦૪ આ મનુષ્યભવ બહુ દુર્લભ છે. આયુષ્ય અપ અને જીવને વિધ્રો કલ્યાણનાં કારણોમાં ઘણું આવવા સંભવ છે માટે પ્રમાદ કર્તવ્ય નથી. ધર્મ ધર્મ જગતમાં સૌ કહે છે પણ ધર્મને મર્મ જાણનાર જગતમાં દુર્લભ છે. માટે જીવનું હિત કરવાની જેની ભાવના છે તેણે બને તેટલે સત્સંગ કરી ધર્મનું સ્વરૂપ સાંભળવું, વિચારવું, પૂછવું અને તેને માટે બેટી થઈ નિર્ણય આ ભવમાં કરી લે ઘટે છે.
લોકે આપણને ધર્માત્મા કહે તેથી કલ્યાણ થવાનું નથી, પણ આપણે આત્માને સાચું શરણ મળે, સત્સાધન મળે અંતરથી શાંતિ પ્રગટે તે જ કલ્યાણ છે. માટે જગતની ચિંતા તજી, આત્માની કાળજી પોતાની શક્તિ પ્રમાણે અહોરાત્ર કર્તવ્ય છે. આ કલ્યાણ કરવાનો લાગ ફરી ફરી મળવો મુશ્કેલ છે એમ વિચારી, બીજી અડચણો દૂર કરી આત્મહિત સાધવા તત્પર થવું ઘટે છે. દેહની વ્યાધિના નિરંતર વિચાર કર્તવ્ય નથી, તેથી તે આર્તધ્યાન થાય; પણુ જ્ઞાનીપુરુષનાં વચનેમાં મન રોકશે તે ધર્મધ્યાન થશે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ