________________
બોધામૃત સપુરુષનાં વચનોનું બહુમાનપણું અને તેને અભ્યાસ, તેમાં જ ચિત્તની રુચિ, રમણતા અને તલ્લીનતા રહે તેમ કર્તવ્ય છે.
વારંવાર જેમ આહાર, વિહાર, વૈભવના વિચાર આવ્યા કરે તેથી વિશેષ વાર અને વિશેષ ભાવે પુરુષનાં વચન, તેની મુદ્રા, તેની આજ્ઞાનું સ્મરણ રહ્યા કરે તે પુરુષાર્થ આ જીવે અવશ્ય કરવા જેવો છે. આ જીવે મહા મૂલ્યવાન નરભવ પામીને આજ સુધી કાંઈ આત્મકલ્યાણનું સાધન કર્યું નથી એ વારંવાર વિચારવા ગ્ય છે અને આવા ને આવાં શિથિલ પરિણામ અને સંસારભાવના વર્તતી હોય અને મૃત્યુ આવે તે કેવી દુર્ગતિમાં જીવને પરિભ્રમણ કરવું પડે તે પણ ભૂલવા જેવું નથી. આખા દિવસમાં આવતા વિચારોની એક નોંધ કરીએ તે આપણને જરૂર લાગશે કે આપણે પાંચ ઇદ્રિના વિષમાં જ હજી ડૂબી રહ્યા છીએ અને જે ઇદ્રિને જીતીને આત્માને બે હલકો કરે છે તે ઇન્દ્રિયોને તે આપણે ગુલામ જેવા બની ગયા છીએ. ખરી રીતે એ પાંચ ઈદ્રિયે તે જન્મમરણ કરાવનારાં કર્મબંધ પાડવામાં આગેવાન છે તેથી મહાપુરુષોએ તેમને વિષધર સાપની ઉપમા આપી છે. ઘરમાં સાપ હોય ત્યાં સુધી ઘરધણી નિશ્ચિતે ઊંઘતો નથી, તેને મરણને ડર રહ્યા કરે છે, તે આ તે પાંચે સાપને સેડમાં રાખી આપણે સુખી થવા ઈચ્છીએ છીએ તે કેમ બને? જ્યાં સુધી ઇન્દ્રિયે વશ ન થાય ત્યાં સુધી સુખે સૂવા યોગ્ય નથી. તેમાં પ્રથમ જીભ જીતવા ગ્ય છે. જે આહાર ભાણું વખતે આવે તે ઉપર તુચ્છ બુદ્ધિ રાખી, જેમ ગમે તેવો કચરો નાખી ખાડો પડેલો પૂરી દઈએ તેમ ભૂખ શમાવવા અને દેહ ટકાવવા પૂરતે આહાર લેવાની ટેવ પાડવી – એ પહેલી જરૂર છે. રસ માટે અને બળવીર્ય માટે કે જીભની લોલુપતા માટે આહાર નથી એમ જાણી નીરસ, સાદે, ભૂખ મટાડે તેટલે જ આહાર લેવાની ટેવ પાડવાથી તેની અસર બીજી ઇદ્રિ ઉપર પણ થશે, બ્રહ્મચર્ય પાળવામાં મદદ કરશે. જેવો આહાર તેવો ઓડકાર' અને જેવા ભાવ તેવા વિચાર. આમ ઇદ્રિયે જીતવા, આત્મહિત કરવા પચખાણ કરું છું એમ વિચારી હલકા, નજીવા, અશુભ વિચારેને મનમાં પ્રવેશ થવા દેવાની મનાઈ કરવી અને મન જે દુરિચ્છા કરે તેની સામે પડવું. તેને વશ થવું નહીં, પણ મનને વશ કરવા પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે. એ જ.
અગાસ
૩૧ પરમ પુણ્ય પવિત્ર ક્ષેત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમથી લિ. સપુરુષના ચરણકમલની સેવાને ઈચ્છક દાસાનુદાસ બાલ ગંવર્ધનના જયસદ્દગુરુ વંદન સ્વીકારશોજી. શ્રી આનંદઘનજીએ શ્રી ઋષભદેવ ભગવાનની સ્તવનામાં જણાવ્યું છે
“ચિત્ત પ્રસન્ન રે પૂજનફળ કહ્યું, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અપણા રે, આનંદઘનપદ રેહ
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે.” ચોવીશીની આ ગાથામાં જે ચિત્તપ્રસન્નતા” કહી છે તે, તેમ જ કપટરહિત થઈ આતમ અરપણ” કહી છે એ બને ૫દ મુમુક્ષુ જીવાત્માને વારંવાર વિચારવા ગ્ય છે. એ