________________
પત્રસુધા
૪૩ થશે? આ બધાં દષ્ટાંતોથી કહેવાનું એ કે પૂર્વની કેટલી કમાણી જીવ વાપરી નાખે અને ભવિષ્યના હિત માટે કંઈ પણ ન કરે તે કેવું ગણાય? જુવાનીમાં બાપનું રાખેલું ધન એઈ બેસનારને, વૃદ્ધાવસ્થામાં નવું કમાઈ શકે તેવું જોર નથી ને કંઈ સંઘરી રાખ્યું નથી તેને ભીખ, દુ:ખ, તિરસ્કાર સહન કરવાં પડે છે. તેવી આપણી દશા ન થાય, મનુષ્યભવ હારી ન બેસાય, નરક પશુના ભવમાં રખડવું ન પડે તે માટે અત્યંત કાળજી રાખવી ઘટે છે અને એ બધાથી ઉગરવાનો ઉપાય, કોઈ પુરુષે સંતસમાગમે બોધ દ્વારા જણાવેલું સાધન તથા પ્રતીત કરવા ગ્ય આપ્તપુરુષ પર દષ્ટિ નખાવી હોય તેના ઉપર સાંસારિક સર્વ વસ્તુ કરતાં વિશેષ પ્રેમ, પ્રતીતિ અને ભક્તિ કરવી એ સર્વોત્તમ ઉપાય છે.
૩૦.
અગાસ, તા. ૧૮-૫–૨૮ તત સત
વૈશાખ સુદ ૧૦, ૧૯૮૫ દુહ– ભેજન દેહ ટકાવવા, દેહ જ્ઞાનને કાજ;
જ્ઞાન કર્મક્ષય કારણે, તેથ મેક્ષ સુખસાજ. અનુપ– ધન્ય જ્ઞાની મહાત્માને કૃતકૃત્ય કહાવિયા;
વિનાશી દેહથી જેઓ, અવિનાશી પદે ગયા. મરણ સર્વને માથે દેખે નહીં કોનું રખવાળું
દઢ વિશ્વાસ પ્રભુને રાખે, પ્રભુ છે પરમ દયાળું. આપને પત્ર ૫. ઉ. પ્રભુશ્રીજીને વંચાવ્યો છે છે. તેને ઉત્તર તેઓશ્રીજીએ નીચે પ્રમાણે લખાવે છે. બીજું પચખાણ સંબંધી આપ બને ભાઈઓએ દર્શાવ્યું છે તેના ઉત્તરમાં પરમ દયાળુ ભાવદયા સાગર પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે પરમોત્કૃષ્ટ ઉપકારી દેવાધિદેવ પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચિત્રપટ સન્મુખ ઊભા રહીને જે પ્રમાણે પચખાણ લેવા ધાર્યું હોય તે મનમાં ચિંતવી ત્રણ વાર નમસ્કાર કરી આજ્ઞા લઈ લેશે એટલે ભાવપચખાણ તમારે થયું. જેટલા વખત સુધીનું અને જેટલી વસ્તુઓનું જેમ લેવું હોય તે કાગળ કે નોટમાં નેંધી રાખશે અને ઉપગપૂર્વક પાળશે.
અનાદિકાળથી આ જીવ સ્વચ્છેદે ચાલી અજ્ઞાનભાવમાં જ પરિણમે છે તેને પુરુષના સમાગમની અને અપૂર્વ બોધની જરૂર છે. પુરુષના બંધમાં જીવ રંગાય અને સ્વચ્છેદ છેડી તેની આજ્ઞાએ પિતાની વૃત્તિઓને કંઈ નિયમમાં આણે અને તે આજ્ઞા ઉઠાવવામાં પિતાનું અહેભાગ્ય માની ઉલ્લાસ લાવી વીર્ય ફેરવી વિદનેની સામે થઈ લીધેલા નિયમોમાં દઢ રહે તે કલ્યાણને માર્ગ પામવા જીવની જોગ્યતા જાગે. નિજ છંદે ચાલીને તે જીવે ઘણું વ્રત, નિયમ, સંયમ પાળ્યાં, પણ પુરુષની દષ્ટિએ તેની આજ્ઞાએ જીવ વત્યું નથી, નહીં તે આજ સુધી તેને પરિભ્રમણ કરતાં કરતાં આવા કળિકાળમાં આવા ક્ષેત્રમાં અને આવા ભાવ અને વિકારમાં પરિણમવાપણું ન હોય. સત્યરુષના બધે જીવમાં વિર્ય જાગે છે અને તેથી વિર્યના વેગમાં આવી જીવ વ્રત ગ્રહણ કરે છે. પણ તેવા જગ વારંવાર મેળવી તે વેગને પિષણ મળતું ન રહે તે જીવ હીનવીર્યવાળે થઈ શિથિલ પરિણામી થઈ જાય. માટે સત્સંગ,