________________
બેધામૃત
દંતાલી, તા. ૩૧-૧-૪૮ ગોખવાનું કંઈ હેય તે વૃત્તિ વારંવાર ત્યાં જાય અને પુરુષના વચનરૂપ વ્યાપારમાં તે લાભ જ હોય. કઈક ક્ષણ એવી આવે કે જ્યારે જીવને જગત વિસ્મરણ થઈ આત્મજાગૃતિ પ્રગટે. કંઈ ન બને તે સ્મરણને અભ્યાસ વિશેષ રાખવે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૪૭
દંતાલી, તા. ૩૧-૧-૪૮ “અચિંત્ય તુજ માહાસ્યને, નથી પ્રફુલ્લિત ભાવ;
અંશ ન એકે નેહને, ન મળે પરમ પ્રભાવ.” એક કાર્ડમાં આપે જણાવ્યું છે કે વિશેષ વાંચવાથી પરમકૃપાળુદેવનાં વચનોનું સામાન્ય પણું થઈ જાય છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે જીવને સત્સંગની ઘણી ખામી છે. વૈરાગ્ય હોય તેને પરમકૃપાળુદેવનાં વચને નિત્ય નિત્ય નવાં લાગે તેવાં છે. અનેક ભવોના અનુભવના સારરૂપ શિખામણ સંક્ષેપમાં એકેક પત્રમાં ટાંકેલી છે. સત્સંગમે તે પત્રોને વિસ્તાર સમજવા
ગ્ય છે. પરંતુ તે યુગ ન હોય ત્યાં સુધી “અનંત અનંત ભાવભેદથી ભરેલી’ ઈત્યાદિ મંગલાચરણમાં જણાવેલી ભાવના વિચારવી કે હે ભગવાન! મારા જેવા પામરના હાથમાં, રાંકને હાથ રતન આવે તેમ, આ પત્રો આવ્યા છે. તેમાંના એકેક પત્રના આધારે મુમુક્ષુઓએ પિતાનું જીવન ઘડ્યું છે, આખી જિંદગી સુધી એક જ પત્રના રસનું પાન કર્યું છે અને પિતાની દશા તેને આધારે વધારી છે. મારે પણ એમાંથી અમૃત પીને મારા આત્માને અમર બનાવ છે. વાંચન કે શ્રવણ પછી ક્રમ મનન છે. મનન થયેલા ભાવને હૃદયમાં ઉતારી સ્થિર કરવારૂપ નિદિધ્યાસન કે ભાવનારૂપ પરિણમાવવાને ઉત્તમ ક્રમ છે. તે પ્રમાણે આગળ ન વધાય તે એકલું વાંચન જોઈએ તેવો રસ ઉપજાવી શકે નહીં, તેથી સામાન્યપણું થઈ જાય છે. માટે સત્સંગની ભાવના રાખી મનન કરવાને કમ રાખશે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૪૮
સીમરડા, તા. ૫-૨-૪૮ અવકાશ હોય તે જ ભક્તિ કર્યા પછી મોક્ષમાળાને એકાદ પાઠ નિયમિત રીતે વાંચવા-વિચારવા ભલામણ છે. પિતાનાથી બને તેટલો વિચાર-ચર્ચા કરી તે મહાપુરુષે આપણા માટે લીધેલે શ્રમ સફળ થાય અને આપણને તે મહાપુરુષની શિખામણ હૃદયમાં ઊતરે એવું કર્તવ્ય છે. એટલે કાળ તે મહાપુરુષની ભક્તિ, ગુણગ્રામ અને શ્રદ્ધા દઢ કરવામાં જશે તેટલું આયુષ્ય આપણું સફળ થયું ગણવા યોગ્ય છેછે. સ્ત્રીકથા, દેશકથા, રાજકથા તથા ભજનની કથા આદિ વિકથામાં જતો વખત બચાવી પરમકૃપાળુદેવના વચને વાંચવા-વિચારવામાં, મુખપાઠ કરવામાં તથા મુખપાઠ કરેલું ફેરવી જવામાં જેટલે કાળ જશે, તેટલું આયુષ્ય લેખે આવ્યું ગણાશે.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
[૭૪૯
અગાસ आपका पत्र प्राप्त हुआ । शांतिपूर्वक परमकृपालुदेवकी आज्ञा "सहजात्मस्वरूप परमगुरु"का स्मरण न चकना । जो जीव जैसी भावना करता है वह जीव तैसी सिद्धि प्राप्त करता है, ऐसी श्रद्धा करनेसे अपना भाव दिन प्रतिदिन अच्छा बनता जाता है । परमकृपाळुदेवकी पराभक्ति इस भवमें प्राप्त हो ऐसी