________________
પત્રસુધા
વિચારી અનુભવમાં લેવા જેવી છે. જીવ પિતાનું સ્વરૂપ ભૂલી પારકી પંચાતમાં પડવાના અભ્યાસવાળે થઈ ગયું છે. તેને ચેતાવવા આ શિખામણ છે. | મૂળ વસ્તુ બે છેઃ જડ અને ચૈતન્ય. શરીર જડ છે, રૂપી છે, દશ્ય છે; અને આત્મા ચૈતન્ય છે, અરૂપી છે, દ્રષ્ટા છે. બન્નેના સ્વભાવ તદ્દન જુદા છે. જેમ છે તેમ માનવાથી જીવ સુખી થાય છે. પરવસ્તુને બોજે તેને લાગતું નથી. પરમાં મારાપણાની માન્યતા ઘટી જાય છે અને સ્વરૂપસંભાળ લેતે જીવ થાય છે. વેદનાના વખતમાં આ વિચારે બહુ લાભકારક છે કારણ કે તેથી આર્તધ્યાન અટકે છે અને ધર્મધ્યાન થાય છે. અનાથીમુનિ જેવા સંસ્કારી છોને ઊંડા ઊતરવાથી સ્વરૂપ પ્રાપ્તિ થઈ હતી. માટે આ અવસર વ્યર્થ ન જાય, આર્તધ્યાનમાં ન જાય તે પુરુષાર્થ કર્તવ્ય છે. છપદની જેને દઢ શ્રદ્ધા છે તેને, હું દેહ નથી પણ આત્મા છું, હું કદી મરતો નથી પણ નિત્ય છું, સ્વભાવને કર્તા છું, સ્વરૂપાનંદને ભક્તા છું, નિજશુદ્ધતારૂપ એક્ષપદ એ મારે શાશ્વતે વાસ છે અને તે મેક્ષના ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞા, ભક્તિ આદિ આરાધવા ગ્ય છે એવી સમજણ વેદના વખતે પણ ભુલાતી નથી. અત્યંત વેદનામાં પણ કઈ અલૌકિક આનંદની પ્રતીતિ થાય છે. માટે શ્રદ્ધાપૂર્વક છપદના વિચારમાં વિશેષ રહેવા વિનંતી છે. જેના ઘરમાં પરમકૃપાળુદેવનાં વચને છે, તેને ઘેર સપુરુષ જ છે, પ્રમાદ તજી તેનું શરણુ લેવા ગ્ય છે. વિશેષ વેદનામાં વિશેષ બળથી સપુરુષને આશ્રય અંગીકાર કરવા ગ્ય છે.જી.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૪૫
સુણાવ, તા. ૨૦-૧૨-૭
મરણ એ એક મોટી પરીક્ષા છે. પહેલાંથી તૈયારી કરી ને રાખી હોય તે સમાધિમરણ કરવું મુશ્કેલ છે. માટે જ્ઞાની પુરુષનાં કઈ વચન આપણને મળે તે તેમાં અપૂર્વ ભાવ લાવી ચિત્તભૂમિમાં બીજની પેઠે રોપવા ગ્ય છે. બીજા વિચારને અભ્યાસ થઈ ગયો હેવાથી ન કરવા હોય તે પણ તે ચિત્તને ઘેરી લે છે. જેમ ખેતરમાં વગર વાગ્યે પણ ઘાસ ઊગી નીકળે છે, તેમ નકામા વિચારો સંયમને અભ્યાસ ન હોય તે સ્ફર્યા કરે છે. પણ કુશળ ખેડૂત જેમ નકામા પાઓને નીંદી નાખે છે તેમ મુમુક્ષુ જીવે સદૂગુરુના શરણથી અને સ્મરણના બળથી અહંભાવ ને મમત્વભાવના વિચારને નિર્મૂળ કરતાં રહેવાની જરૂર છે, નહીં તે સદ્દગુરુના બેધને પિષણ મળતું નથી. “મૂળ મારગમાં કહ્યું છે તે પ્રમાણે આત્માને ઓળખી, આત્મામાં સ્થિરતા કરવાની જરૂર છે.
પાપની પ્રવૃત્તિથી ક્યારે છુટાશે ? મેક્ષમાર્ગમાં રાજમાર્ગ જેવાં મહાવ્રતે ધારણ કરીને અચૂકપણે ક્યારે પળાશે? તથા જ્ઞાની પુરુષ સમીપ સર્વે પાપની આચના કરી પરમપુરુષના શરણે તેની આજ્ઞામાં ચિત્ત રાખી સમાધિમરણ ક્યારે થશે? એવી ત્રણ ભાવનાઓ દરરોજ કર્તવ્ય છે. સર્વ તેનું મૂળ અને સમાધિમરણનું કારણ એવું જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત થયેલું સમરણ” અખંડ એકધારાએ રહ્યા કરે એ પુરુષાર્થ કર્તવ્ય છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ