________________
પત્રસુધા
૬૧૧
થઈ છે. એવી સંભાવના જેની સારી ગતિ થવાની હોય તેને જ થાય છે જ. આપણે પણ એક દિવસ નિર્માણ થયેલ છે, પણ તે દિવસે શું ભાવના કરીશું તે કંઈ ચોક્કસ કર્યું છે? તે ભાવના ત્યાં સુધી ટકી રહે તેવી બળવાન થવા શું કર્તવ્ય છે, તે વિચારવા આપ સર્વને વિનંતી છે.જી. કંઈક તૈયારી કરી હોય તે કામ દીપે છે, તેમ મરણ સુધારવું હોય તેણે પહેલાં શી શી તૈયારી કરવી ઘટે છે તે પરસ્પર વિચારી, સત્સંગે નિર્ણય કરી તે દિશામાં પગલાં ભર્યા હશે તે ધાર્યું કામ જરૂર થવા જોગ સામગ્રી આ ભવમાં પ્રાપ્ત થઈ છે તે સર્વની સફળ થાઓ એ ભાવના છે. આખરે કાંઈ બને કે ન બને, પણ પહેલાં તેને માટે કાળજી રાખી પ્રયત્ન કર્યો હશે તે અલેખે જનાર નથી, એવો વિશ્વાસ રાખી આત્મહિતની વૃદ્ધિમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થાય તેમ વર્તવા વિનંતી છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૮૮
અગાસ, તા. ૩૦-૧૧-૪૬ તતું કે સત્
માગશર સુદ ૬, શનિ, ૨૦૦૩ મંદાક્રાંતા – મંત્ર મંચે, સ્મરણ કરતે કાળ કાઢે હવે આ,
જ્યાં ત્યાં જેવું પર ભણું બૅલી બોલ ભૂલું પરાયા આત્મા માટે ધૃવન ઍવવું લક્ષ રાખી સદા એ,
પામું સાચો વનપલટો એક્ષમાગ થવાને. (પ્રજ્ઞાબેધ – ૭૪) | વિ. આપને પત્ર મળે. માંદગી પાછી ફરી શરૂ થઈ જાણું ધર્મનેહને લઈને ખેદ થયે. પૂર્વ કર્મ નિયમિત રીતે એનું કામ અચૂકપણે કર્યું જાય છે, તે મુમુક્ષુ જીવે સંસારથી મુક્ત થવાનાં સત્સાધન તે પ્રમાણે દૃઢતાપૂર્વક કેમ ન સેવવા? માંદગીમાં મારાથી હવે શું થાય? એવી કાયરતા ન સેવતાં, જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી ઉપગ પલટાવવા, આત્ત ધ્યાન થતું અટકાવવા વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, યમનિયમ, છપદને પત્ર કે આત્મસિદ્ધિ કે મંત્રનું સ્મરણ આદિ જ્ઞાનીની આજ્ઞા થઈ હોય તે પદમાં વૃત્તિ રાખવા તેવે વખતે વિશેષ બળ કરવા લાગ્યા છે. તેમ વર્તાય તે આર્તધ્યાનને બદલે ધર્મધ્યાન થવા સંભવ છે.
પિતાનાથી બને ત્યાં સુધી પિતે સત્સાધનમાં મન, વચન, કાયાથી પુરુષાર્થ કરવો. અશક્તિ જણાય ત્યારે પાસે હોય તેની મદદથી તે મંત્ર વગેરે બેલે તેમાં વૃત્તિ બળ કરીને રાખવા લક્ષ રાખ. તેમ ન બને અને વેદનામાં વારંવાર વૃત્તિ દોરાઈ જાય ત્યારે બહે ભગવાન! હવે મારું જેર ચાલતું નથી, પણ મારે સત્સાધનમાં જ વૃત્તિ રાખવી છે, દુઃખમાં મન દોરાઈ જાય છે, તે ઠીક થતું નથી. આથી તે કર્મબંધ થશે એવી જાગૃતિ રાખી, ભાવના તે સમભાવે તે વેદની વેદાય તેવી જ રાખવા મથવું ઘટે છેજી. પિતાનાં બાંધેલાં પોતાને જ ભેગવ્યે છૂટે એમ છે, તે હવે બને તેટલી શાંતિથી સહન કરી લેવા દે. બધું નાશવંત છે, તે વેદની કયાં સુધી રહેવાની છે? શાતા વેદની પણ ઈચ્છવા જેવી નથી. કર્મ માત્ર આત્માને બજારૂપ છે. જેના નિમિત્તે પરમકૃપાળુદેવ, તેનાં વચન અને તે મહાપુરુષને પુરુષાર્થ તથા તેની દશાની સ્મૃતિ થાય તે વિચારવા એગ્ય છે, સાંભળવા યોગ્ય છે, સ્મરણ કરવા ગ્ય છે, ભજવા ગ્ય છેજી.