________________
બેધામૃત
૬૧૦
ભક્તિમાર્ગમાં આગળ વધવા સત્સંગ એ અનુપમ સાધન છે. જ્યાં સુધી ઇંદ્ધિ સાબૂત છે, બીજાં કામ થઈ શકે તેવું શરીર છે, ત્યાં સુધી આ આત્માની દયા લાવી આત્મહિત અર્થે સત્સંગ, ભક્તિ, વાંચન, વિચાર, સદાચાર આદિ કરી લેવા યોગ્ય છેજી. જ્યારે શરીરમાં રોગ ઘર કરશે, કાન, આંખ આદિ આળસી જશે, અશક્તિ ઘર કરશે ત્યારે પછી કંઈ નહીં બને. માટે વિશેષ કાળજી રાખી આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવામાં થતા પ્રમાદને પુરુષાર્થથી જીત ઘટે છેજ. પૈસા થડા હોય તે આછું પાતળું ખાઈપીને દહાડા કઢાય, બહુ વિદ્વત્તા ન હોય તે જ્ઞાનીનું કહેલું હૃદયમાં રાખી ચલાવી લેવાય, યશકીર્તિ ન મળે તે તેના વિના પણ ચાલે, પણ જે ખાવામાં ને ઊંઘવામાં જ જીવન ચાલ્યું ગયું અને અચાનક કાળ આવીને ઊભે રહેશે ત્યારે સાથે શું લઈને અહીંથી જીવ જશે? અહીંનું એકઠું કરેલું કે જેમનાં મન સાચવવા તણાઈ મર્યા હોઈએ તેવાં સગાં, વહાલાં બધાં અહીંના અહીં રહી જશે અને પોતે બાંધેલું ભેગવવા એકલે જીવ ખાલી હાથે જશે. આવા વૈરાગ્યભરેલા વિચારે વારંવાર કરવાથી આત્મહિતની ગરજ જાગશે, આ ભવમાં મૂઠી ફાકે થઈ શકે તેટલું કરી લેવાની તત્પરતા વધશે. બધા ભવમાં કાગડા-કૂતરાના મતે જીવ મર્યો છે, તેવું આ ભવમાં નથી કરવું, પણ સમાધિમરણ થાય તેની તૈયારી આજથી કરતા રહેવી ઘટે છે. તે સત્સંગે યથાર્થ સમજાય છે માટે સૌથી સહેલું અને પ્રથમ કર્તવ્ય તે સત્સંગ છે. તેની મૂરણ રહ્યા કરે એવી અગમચેતી લેતા રહીશું તે જરૂર મરણ સુધારવાની કળા હસ્તગત થશે. વેદનામાં મન વળગ્યું ન રહે પણ જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવાથી અપૂર્વ હિત થવાયેગ્ય છે તે લક્ષ લેવા ભલામણ છેછે. # શાંતિઃ
૭૦૬
અગાસ, તા. ૨૩-૧૧-૬ તત્ ૐ સત્
કાર્તિક વદ ૦)), ૨૦૦૩ જીવને સંતોષવૃત્તિ પ્રગટે તેવા સંગે આ કાળમાં ઓછા છે, કાં તે પૂર્વના સંસ્કારી સંસારથી કંટાળી સત્ક્રાંતિ અર્થે ગૂરે છે, કાં સત્સંગને રંગ લાગે ને સર્વ અનિત્ય છે એ ભાસ હદયમાં રહ્યા કરે, તેથી ચિત્ત ક્યાંય પ્રસન્નતા પામે નહીં અને જ્ઞાની પુરુષની આજ્ઞામાં વારંવાર વૃત્તિ જાય તે આ જગતને મેહ મંદ પડી વિરામ પામે તેમ બને; નહીં તે આખો લેક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે, તેમાં જ જીવ મીઠાશ માની તેની જ ઝંખનામાં મનુષ્યભવ ગુમાવે છે.
દરરોજ કંઈને કંઈ નિત્યનિયમ ઉપરાંત વાંચવા-વિચારવાનું અને તે કર્તવ્ય છે. સર્વ દુઃખને વીસરવાનું સાધન પુરુષનાં પરમ શીતલતાપ્રેરક વચને છે, તે જ અત્યારે આધારરૂપ છે. મુખપાઠ કરેલ હોય તે પણ વારંવાર વિચારતા રહેવાની જરૂર છે. “કર વિચાર તે પામ” આમ જ્ઞાનીની શિખામણ છે.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૦૭
અગાસ, તા. ૨૫-૧૧-૧૬ તત્ ૐ સત્
માગશર સુદ ૨, ૨૦૦૩ આપને પત્ર આજે મળે. તમારા પિતાશ્રીને શાંતિપૂર્વક દેહ છૂટ્યાના સમાચાર જાણી સંતોષ થયો છે. તેમની ભાવના પરમકૃપાળુદેવની જન્મતિથિ જેવાની આ ભવમાં પૂર્ણ