________________
પત્રસુધા
૫૭૯ શરણભાવના બળવાનપણથી બનવા યોગ્ય છે. “તમારા કહેલા રસ્તામાં અહેરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.” આવાં વચને વારંવાર સ્મૃતિમાં આવે અને જાગૃતિ ટકી રહે તેવા પુરુષાર્થમાં વર્તતા રહેવા ભલામણ છે”. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૫ર
અગાસ, ૧૪-૫-૪૬ તત્ સત્
વૈશાખ સુદ ૧૩, મંગળ, ૨૦૦૨ ઓળખાણ આત્માતણું, ટાળે ત્રિવિધ તાપ;
ગુરુ ઓળખાવે આતમા, નિશ્ચય ગુરુ તે આપ. “શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ?” એવા અનિત્યભાવવાળા આ સંસારમાં જીવે એવું શું દીઠું છે કે તેમાંથી મન ઉદાસ થવાને બદલે, ગળફામાં માખી ક્રમે ક્રમે વિશેષ ચૅટતી જાય તેમ લખદાયા જ કરે છે? પાંખ એંટી હોય તે પગના જેરે છૂટા થવા પગથી જેર કરે ત્યાં પગ સપડાય. પગ છૂટા કરવા માથું મારે તે માથું પેસી જાય. તેવી દયામણી દશા આ જીવની સંસાર પરિસ્થિતિમાં છેજી; અને જ્ઞાની પુરુષે તે કહે છે કે “નિરંતર ઉદાસીનતાને ક્રમ સેવ. પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું” (૧૭૨) આ બન્નેને મેળ કેવી રીતે ખાય ? કામની ભીડમાં પણ મનને તે પુરુષના ચરણમાં રાખ્યા વિના છૂટકે નથી. જગત અને જગતના ભાવે પ્રત્યે તુચ્છબુદ્ધિ અને સત્પરુ તથા મોક્ષસુખમાં આસક્તિ થયા વિના આત્મહિત કેમ બને ? વિરોધી ભાવનું અંતરમાં યુદ્ધ જામ્યા વિના અને પરમસુખનું ઓળખાણ તથા તેને માટે ગૂરણ જાગ્યા વિના જીવને શાંતિ કયાંથી મળે? તેમ થવા અનુકુળ વાતાવરણ, પિષણ અને ઉલ્લાસની જરૂર છે. સત્સંગ, સપુરુષને સમાગમ અને તે પરમપુરુષના આત્માને પ્રગટ જણાવનારાં વચને રૂપ સલ્ફાસ્ત્રના અવલંબને આ ભવમાં આ પરમ મહત્વનું કાર્ય અવશ્ય કરવું છે એવો દઢ નિશ્ચય થયે જીવમાં જાગૃતિ આવે છે, ટકી રહે છે.
જેમાંથી જેટલું થાય તેટલું કર” (૮૪) એવું પરમકૃપાળુદેવનું વચન છે. જે સંગોમાં મુકાયા હોઈએ તે પ્રતિકૂળ હોય, ન છૂટે તેવા હોય છે, તે તેને કાળે દૂર થયે જે ભાવના રાખી છે તે પૂર્ણ કરવા પુરુષાર્થ કરવા મૂકવું નહીં. ભાવના મંદ ન પડી જાય, તે જ જે અનુકૂળતા વહેલી મેડી મળે તેને લાભ લઈ શકાય.
પરવસ્તુમાં નહિ મૂંઝ, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં. હું કેણુ છું? ક્યાંથી થયો? શું સ્વફૅપ છે મારું ખરું? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તવ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કેનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માને તે જેણે અનુભવ્યું.”
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ