________________
૫૭૮ -
બેધામૃત નિશ્ચય કર્યા વિના આ પરિભ્રમણને અંત આવે તેમ નથી. જગતને અને જગત જેને પ્રિય છે એવા વિભાવને પોષવા માટે જીવે ઘણું કર્યું છે પણ હવે તે – “શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી ?” એને વારંવાર વિચાર કરી દુઃખનાં કારણે દૂર થાય અને સુખની સામગ્રી સંઘરાય તેમ કરવા વિનંતી છેજી. કષાય જે કોઈ કટ્ટો શત્રુ નથી અને વિષય જેવું કઈ વિષ નથી માટે જાણી-જોઈને પોતે પોતાના શત્રુ ન બનવું. શ્રી શ્રેણિક રાજાને શ્રી અનાથી મહર્ષિએ એ જ ઉપદેશ દીધું છે કે પિતે જ પિતાને નરકે લઈ જાય છે અને દુઃખી કરે છે, પિતે જ પિતાને સ્વર્ગે લઈ જાય છે અને પિતે જ પિતાને મોક્ષપ્રાપ્તિ કરાવશે. માટે આ વેગ મળી આવ્યું છે તે તરવા અર્થે જ છે. મુમુક્ષુ જીવને વ્યાવહારિક મુશ્કેલીઓ આ કાળમાં તરવા સમાન છે. સુખમાં ઉત્તમ નિમિત્તાની કિંમત પણ સમજાતી નથી. દુઃખમાં, વૈરાગ્યમાં તે સશાસ્ત્ર પણ પ્રત્યક્ષ સમાગમ જેવાં થઈ પડે છેજ. વિશ્વાસ, શ્રદ્ધા પરમ દુર્લભ છે. તે જેને ઘેર છે, તેને કંઈ દુઃખરૂપ નથી. બધાને તે સવળું કરી નાખે છે.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૫૧
અગાસ, તા. ૧૧-૫-૪૬
વૈશાખ સુદ ૧૧, શનિ, ૨૦૦૨ હાલ તે આપણે આપણા શ્રેય-કલ્યાણ અર્થે પુરુષાર્થ કર્તવ્ય . પિતાના દે દેખી દોષ ટાળવાને પુરુષાર્થ ત્યાં સત્સંગના વિશે પણ કરતા રહેવું ઘટે છે. જેમ બને તેમ બીજે પરિચય ઘટાડી, મૌન કે જરૂર વગરનું ન બેલવાને અભ્યાસ વધે તેમ કર્તવ્ય છે. પરમાર્થ સત્ય સંબંધી પરમકૃપાળુદેવે કહ્યું છે તે બહુ વિચારવું ઘટે છેજ. “ચલણા રાણી અને શ્રેણિક રાજા” બોલતાં પહેલાં તે આત્મા હતા અને તેમના એ ભવની અપેક્ષાએ એવાં નામ હતાં એ લક્ષ થયા પછી બોલાય તેને પરમાર્થ સત્ય કહ્યું છે. તે વગર જેટલું બોલાય છે તે પરમાર્થ સાચું નથી, એમ વિચારી વાણી ઉપર સંયમ આવે એવો દરેકે અભ્યાસ પાડવાની જરૂર છે. પરમાર્થ સાધવામાં, ભગવાનના ગુણગ્રામ ચિંતવવામાં, કેઈને પરોપકાર અર્થ વાણી વપરાય તે લેખે છે, નહીં તે વચનદંડથી જીવ દંડાય છે. પરમકૃપાળુદેવ જેવા સમર્થ પુરુષ આપણે માથે છે તે આપણે તે તેમણે કહેલાં વચન વાંચવાં છે, વિચારવાં છે, તેમણે કહ્યું તે કરવું છે, તેની આજ્ઞામાં જ આટલે ભવ તે ગાળ છે. બીજે વૃત્તિ જતી રોકવામાં પરમ સાધન સ્મરણ છે તેનું વિશેષ વિશેષ આરાધન કરતા રહેવાની જરૂર છેજ. તેમાં વિક્ષેપ કરનાર “વચન નયન” છે તેને “યમ” એટલે સંયમ કરવો ઘટે છેજી.
“તુજ વિગ સ્કુરત નથી, વચન-નયન-ચમ નાંહિ;
નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહિ.” આ લક્ષ વિશેષ રહેશે તે ત્યાં વાસ ઉપાધિરૂપ નહીં લાગે.
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુઉર બસેં;
વહ કેવલો બીજ જ્ઞાની કહે, નિજો અનુભવ બતલાય દિયે.” શરીર, કુટુંબ, ધન આદિ પ્રત્યે પ્રેમ પ્રભુ પ્રત્યે વાળવાની જરૂર છે, તે પરમપુરુષના