________________
૫૭૬
બેધામૃત
અગાસ, તા. ૪-૪-૪૬ ધન્યાત્મા પૂ.ની માંદગીના સમાચાર વાંચી ખેદ થયે. પણ પરમકૃપાળુદેવનું તથા સણા સંતશિરોમણિ પ્રાતઃસ્મરણીય પ. પૂ. પ્રભુશ્રીજીના બોધનું જેને શરણું છે, તેને વાળ વાંકે કરવા મરણ પણ સમર્થ નથીજી. ઉનાળો હોય ત્યારે તાપ પડે, ચોમાસું હોય ત્યારે વરસાદ વરસે, કીચડ થાય એ સ્વાભાવિક છે તેમ વ્યાધિના વખતમાં વેદના ડરાવવા પ્રયત્ન કરે, મન નબળું પડતું જાય તેમ સંકલ્પવિકલપિ આવે, ભૂલી જવાય, બકી જવાય, પણ એ તે બધાં બાંધેલાં કર્મ છે. છતાં છત્રીથી જેમ તાપ અને વરસાદને નહીં ગણતા જરૂરના કામે બહાર જઈએ છીએ, તેમ સદ્ગુરુશરણે એ કર્મ અને સંકલ્પ-વિકલપને નહીં ગણતા “ધીંગ ધણું માથે કિયા રે કુણ ગંજે નર બેટ, વિમલ જિન દીઠાં લેયણ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ વિમલ જિન દીઠાં લેયણ આજ” એવી સિંહનાદ જેવી ભક્તિની ધૂન જેણે પ. પૂ. પ્રભુશ્રીજીની હાજરીમાં સાંભળી છે, તેને તે એ કર્મ બધાં બકરાંની પેઠે કયાંય ભાગી જાય. શરીર ઉપર મેહ જેણે છોડ્યો છે, દેહનું જે થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ એ નિશ્ચય કર્યો છે તેને કંઈ ગભરામણ હેય નહીં. દેહ ટકશે તે હવે ભક્તિ કરીશું અને જશે તે કંઈ જોઈતુંય નથી. પરમકૃપાળુને શરણે સમાધિમરણ કરવાના નિશ્ચય સિવાય બીજી કોઈ કલ્પના કરવા ગ્ય નથી.
પરમકૃપાળુદેવ સમીપ જ છે એમ સમજી તેમના ચિત્રપટ પ્રત્યે, તેમનાં વચનામૃત પ્રત્યે પ્રીતિભક્તિ વધતી જાય તેમ કરવા અને સ્મરણ બોલતા રહેવા કે સાંભળવામાં વૃત્તિ રાખતા રહેવા ભલામણ છે. છેલ્લે શ્વાસે પણ પરમકૃપાળુદેવ અને તેમનું કહેલું સ્મરણ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” ટકી રહે તેવા પુરુષાર્થમાં વર્તવા-વર્તાવવા ભલામણ છેજી. વીર-હાક, અમને અંત સમય ઉપકારી, મૃત્યુ-મહોત્સવ, અપૂર્વ અવસર, વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, યમનિયમ, ઇચ્છે છે જે જોગી જન, ધન્ય રે દિવસ વગેરે અવસર જોઈ સંભળાવતા રહેવા ભલામણ છેજી.
* શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૪૯
અગાસ, તા. ૫-૪-૪૬ જે જે પુદ્ગલ ફરસના, નિરો ફરસે સોય;
મમતા-સમતા ભાવસે, કર્મબંધ-ક્ષય હાય.” ભાવાર્થ – અત્યારે જણુતા જે જે દ્રવ્યોને, ક્ષેત્રને, અનુકૂળ-પ્રતિકૂળ કાળ અને તેવા તાત્કાલિક સ્કુરતા (અનાગ જેવા) સંસ્કારરૂપ ભાવેને જે જે મંદ તીવ્ર આદિ પ્રારબ્ધછે. પૂર્વે સંચિત કર્યો હોય તે તે દેખાય છે તે પ્રમાણે થવાનું નિર્માણ થયેલું હોવાથી થાય છે; એ તે ધનુષ્યથી છૂટી ગયેલા બાણની પેઠે જેટલી વેગવાળી, જેવી દિશાની શક્તિ તેને મળી હોય તે તરફ તેટલા વેગે જાય છે, પરંતુ જેની પાસે ઢાલ હોય છતાં સાવધ ન હોય તે તેટલા વેગે તે બાણ તેને વાગે છે જે સાવધાન રહે અને શ્રદ્ધનો ઉપયોગ કરે તે તે બાણ અથડાઈને ગતિરહિત થઈ પડી જાય છે તેમ પુદ્ગલ-ફરસનારૂપ કર્મને ઉદય તે સંચિત રસ આદિ સામગ્રી સહિત યથાકાળે ઉદય આવે છે, તે વખતે પરમ દુર્લભ