________________
૫૬
આધામૃત
અર્થ સમતા સમજાવેલા છે અને સમ્યકૂદનને વીતરાગતા પણ વણુ વેલ છેજી. તે અપેક્ષા સમજાયે હિત છેજી. અસંગ અપ્રતિમ ધ એ શાંતિના માર્ગ છે.'' ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૩૯
અગાસ, તા. ૧૧-૨-૪૬
વિ. આપને પત્ર ગઈ કાલે મળ્યા. કૉલેજ કોર્સ માં કઈ આત્મહિત હોય એમ સમજાતું નથી, છતાં અભ્યાસકાળમાં કંઈ નિર્દોષપણું જીવ સાચવી શકે તેા ભવિષ્યની કારકિર્દી અર્થે તે પાયારૂપ છે. પાસ કાર્સ સહેલાઈથી થઈ શકશે એમ લાગે છે” એમ ફિલસૂફી માટે તમે લખા છે, તે પાસ કાર્સ ગુજરાતી સહિત કરવા ધારા તે તેમાં બહુ ગૂ થાવું ન પડે એમ અને કે કેમ ? કારણ ખાર માસ સુધી જે માથાકૂટ કરી હશે તે પરીક્ષા પૂરતી હેાવાથી વ્યર્થ જવા સ`ભવ છે. અને એ વર્ષના કાર્સ એક વર્ષમાં કરવાની ચિંતા માથે ચઢી બેસવા સ`ભવ છે. એકેયમાં આત્મહિત તેા નથી સધાવાનું તે જેમાં શારીરિક, માનસિક ખાજો આછો રહે તેમ પ્રવર્તાવા યેાગ્ય છે.
તમારી સાથે ફિલસૂફીના પ્રેફેસર અહીં આવેલા તેણે કૉલેજમાં હતા ત્યારે તેમના પ્રેાફેસર તનસુખરામને પૂછેલું કે આ ભણતરથી ઈશ્વરપ્રાપ્તિ થશે ? તેમણે કહ્યું કે અમે તે પ્રેાફેશનલ પ્રેાફેસર છીએ. હવે તે પ્રેાફેસર થયા છે અને તે જ રીતે ભણાવે છે. જે ભણતરમાં ગ્રંથા ભણવામાં આવે છે તે મુખ્ય તે આત્મજ્ઞાનીના હાતા નથી; નથી તેવા ભણાવનારા. હવે તેવી ખાખતામાં તણાઈ મરવા જેવું નથી. એલામાંથી ચૂલામાં પડવા જેવું છે. સાહિત્યમાં શૃંગારથી કંટાળેલા, તત્ત્વજ્ઞાનના શુષ્કપણાથી કંટાળવા સ'ભવ છે; વખતે તેમાં રસ પડે, તર્ક ની શ્રેણિએ વૃત્તિ ચઢે, તેા માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે, તેણે પાતે કઈ જ જાણતા નથી એવા દૃઢ નિશ્ચયવાળા પ્રથમ વિચાર કરવા, અને પછી સત્'ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તે જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.” (૨૧૧) એવી પરમકૃપાળુદેવની ગૂઢ શિક્ષાને કંઈક પ્રતિકૂળ માર્ગે ચઢે, તે જીવનું ભક્તિમાર્ગમાં દૃઢ ચિત્ત થવું મુશ્કેલ સમજાય છે. બધામાં સસ્કાર એ મુખ્ય છે. આ તે બાહ્ય નિમિત્તોની વાત કરી અને જ્યાં સુધી જીવ નિમિત્તાધીન થઈ જાય છે ત્યાં સુધી નિમિત્તોની ગણતરી કરવી રહી.
એક વાત એ પણ છે કે કષાય અને નાકષાય(હાસ્ય, રતિ, અરતિ, ભય, શેાક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેઢ)માં માટે ફેર છે. સાહિત્યમાં નાકષાયનું ખેંચાણ છે; ફિલસૂર્કીમાં કષાયનું, તેમાં પણુ અનંતાનુબંધી કષાયનું પ્રખળપણું વિચારતાં લાગશે. એકમાં ભક્તિભાવમાં કામ આવે તેવી લાગણીએ જીવ ધારે તે પાષી શકે; એકમાં વિચારશક્તિ – જ્ઞાનમાર્ગીમાં કામ આવે તેવી તૈયારી કરી શકે. જેને પરમકૃપાળુદૅવનું શરણ સમજાયું હોય તેને હવે જ્ઞાનમા ના વિકટ પથ લેવાની જરૂર નથી. કારણ કે તે સર્વ મતાના તત્ત્વાની તુલનાનું અત્યંત વિકટ કાર્ય, તે મહાપુરુષે કર્યું છે, તેના ઉપર વિશ્વાસ રાખી તેની ભક્તિથી પેાતાના દોષો દૂર કરવા તેને પગલે પગલે ચાલવારૂપ ભક્તિમાર્ગ આ કાળમાં સુલભ છે. પરમકૃપાળુદેવ જેવાને જે મુશ્કેલી પડી છે, તે માર્ગે તેવા શક્તિવાળા જીવને પણ હજી તેવી જ મુશ્કેલી વેડ્યે તે માર્ગ પ્રાસ થવા સંભવે છે. પરંતુ આપણા જેવા અશક્ત અને અબુધ જીવાને તેના શરણે ભક્તિ અને